Birthday Special : એક સમયે ‘અક્ષય ઘેલી’ હતી શિલ્પા શેટ્ટી!
8મી જૂન એટલે કે બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો જન્મ દિવસ. એમ તો તેમના માટે આ દિવસ બહુ ખાસ છે, પણ આ વર્ષે આ દિવસની વિશેષતા કંઈક વધારે જ છે. જાણવા મળે છે કે આ દિવસને વધુ ખાસ બનાવવા માટે પતિ રાજ કુન્દ્રા પત્ની શિલ્પા શેટ્ટીને સરપ્રાઇઝ આપવાનાં છે.
સેક્સી કાયાના સ્વામી શિલ્પા શેટ્ટીને જોઈને આજે પણ કોઈ નહીં કહી શકે કે તેઓ એક બાળકના માતા છે. ફિલ્મો કરતા પોતાના ઇવેંટ્સ, એડવર્ટાઇઝમેંટ અને આઈપીએલ મૅચો અંગે ચર્ચામાં રહેનાર શિલ્પાએ પોતાના ફિલ્મની કૅરિયરની શરુઆત શાહરુખ ખાન સાથે અબ્બાસ-મસ્તાનની ફિલ્મ બાઝીગરથી કરી હતી. શિલ્પાને લોકો મૈં ખિલાડી તૂ અનાડી અને ધડકન જેવી ફિલ્મો માટે યાદ કરે છે.
કહે છે કે પોતાના બૉલીવુડ કૅરિયરના પ્રારંભિક દિવસો દરમિયાન શિલ્પા શેટ્ટી ખેલાડી અક્ષય કુમારના પ્રેમમાં કેદ થઈ ગયા હતાં. શિલ્પા તેવે વખતે અક્ષયના પ્રેમમાં પડ્યાં કે જ્યારે અક્ષય રવીના ટંડનના પ્રેમમાં ગળાડૂબ હતાં, પરંતુ શિલ્પાની એન્ટ્રી થતાં જ અક્ષય-રવીનાના પ્રેમમાં ભંગાણ પડ્યું. જોકે કોઈ પણ કારણસર અક્ષય કુમાર ન તો રવીના સાથે લગ્ન કરી શક્યાં કે ન શિલ્પા શેટ્ટીને જ અપનાવી શક્યાં. તેઓ ટ્વિંકલ ખન્ના સાથે પરણ્યા હતાં.
ખેર, સમય અને સંજોગોએ શિલ્પા અને રાજનો મેળાપ કરાવી આપ્યો અને શિલ્પા રાજના પુત્ર વિવાનના માતા છે. તાજેતરમાં એક સર્વેમાં શિલ્પાને દુનિયાની સૌથી યમ્મી-મમ્મીનો ખિતાબ હાસલ થયો હતો. આ અંગે ખુશી વ્યક્ત કરતાં શિલ્પાએ કહ્યુ હતું - જો મને આ તમગાથી નવાજાઈ છે, તો તેનો તમામ ક્રેડિટ બૅલેંસ ડાયેટ અને ફિટનેસ રૂટીનને જાય છે. બિઝનેસ મૅન રાજ કુન્દ્રાના બીજા પત્ની તથા વિવાનના માતા શિલ્પા શેટ્ટી હવે નિર્માત્રી બની ચુક્યાં છે અને તેમની પ્રથમ ફિલ્મ ઢિશકિયાઉં હતી કે જેમાં હરમન બાવેજા અને સન્ની દેઓલ લીડ રોલમાં હતાં.
ચાલો જોઇએ શિલ્પા શેટ્ટીની તસવીરો અને જાણીએ તેમના વિશે :

મૅંગલોર ખાતે જન્મ
શિલ્પા શેટ્ટીનો જન્મ 8મી જૂન, 1975ના રોજ કર્ણાટકના મૅંગલોર ખાતે થયો હતો.

બાઝીગર પહેલી ફિલ્મ
શિલ્પાએ બૉલીવુડમાં પોતાના કૅરિયરની શરુઆત શાહરુખ ખાન સાથે બીઝગર ફિલ્મ દ્વારા કરી હતી.

સાઇડ રોલમાં શિલ્પા
જોકે બાઝીગર ફિલ્મમાં શાહરુખના હીરોઇન કાજોલ હતાં અને શિલ્પા શેટ્ટી સાઇડ રોલમાં હતાં.

ચાલી નિકળ્યાં શિલ્પા
પ્રથમ જ ફિલ્મ હિટ થતાં અને તેમાં પણ શિલ્પાનું નાનકડા રોલમાં પણ શાનદાર પરફૉર્મન્સ તેમના માટે પણ ફળદાયી નિવડ્યું. તે પછી શિલ્પા શેટ્ટી પણ બૉલીવુડમાં ચાલી ગયાં.

સફળતાથી દૂર શિલ્પા
બાઝીગર બાદ શિલ્પા શેટ્ટીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેમાં ખાસ મહત્વની અને સફળ રહેલી ફિલ્મો ગણીગાંઠી જ છે.

અક્ષયના પ્રેમમાં શિલ્પા
અક્ષય કુમાર સાથેની મૈં ખિલાડી તૂ અનાડી તથા સુનીલ શેટ્ટી-અક્ષય કુમાર સાથેની ધડકન શિલ્પાની યાદગાર ફિલ્મો છે અને આ દરમિયાન જ તેઓ અક્ષયના પ્રેમમાં પડ્યા હતાં.

આઈપીએલમાં શિલ્પા
બૉલીવુડમાં જ્યારે શિલ્પાનું કૅરિયર ડગમગાવા લાગ્યું, તો તેમણે અન્ય પ્રવૃત્તિઓમાં પણ રસ લેવા માંડ્યું અને હાલ તો છેલ્લા 7 વરસથી તેઓ આઈપીએલ ટૂર્નામેંટના કારણે ચર્ચામાં રહેતા આવ્યાં છે.

મુશ્કેલીમાં હતાં શિલ્પા
જોકે પાંચ વરસમાં તો શિલ્પા પોતાની ટીમ રાજસ્થાન રૉયલ્સની હાર-જીત ઉપર જ ચર્ચામાં આવતા હતાં, પરંતુ ગતઆઈપીએલ 6 સ્પૉટ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કારણે વગોવાયું અને છેલ્લે-છેલ્લે શિલ્પા શેટ્ટી તથા તેમના પતિ રાજ કુન્દ્રાનું નામ પણ ઉછળતાં શિલ્પા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.

યમ્મી-મમ્મી શિલ્પા
તાજેતરમાં એક સર્વેમાં શિલ્પાને દુનિયાની સૌથી યમ્મી-મમ્મીનો ખિતાબ હાસલ થયો હતો.

નિર્માત્રી શિલ્પા
બિઝનેસ મૅન રાજ કુન્દ્રાના બીજા પત્ની તથા વિવાનના માતા શિલ્પા શેટ્ટી હવે નિર્માત્રી બની ચુક્યાં છે અને તેમની પ્રથમ ફિલ્મ ઢિશકિયાઉં હતી કે જેમાં હરમન બાવેજા અને સન્ની દેઓલ લીડ રોલમાં હતાં.