• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેટરીના કેફની મોડલિંગના દિવસોની રેર તસવીરો, જુઓ કેટલી બદલાઇ ગઇ એક્ટ્રેસ

By Staff
|
Google Oneindia Gujarati News

બૉલીવુડમાં એક લાંબો સમય પસાર કરી ચૂકેલી અભિનેત્રી કેટરીના કેફ આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહી છે. પોતાના લુક્સ, અભિનય અને પોતાના અલગ કેરેક્ટરથી ફેન્સનું દિલ જીતી ચૂકેલી કેટરીના કેફ આજે ટૉપની એક્ટ્રેસમાં સામેલ છે. દુનિયાભરમાં કેટનું ફેન ફોલોઇંગ તગડુ છે. પરતુ અહીં સુધી પહોંચવાનોતેનો સફર પણ આસાન નહોતો.

કેટરીના કેફ આજે બૉલીવુડની સુપરસ્ટાર છે અને ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ પણ સાઇન કરી રહી છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે કેટરીના કેફ ઈન્ડસ્ટ્રીમાં કામ માટે સ્ટ્રગલ કરી રહી હતી અને તેમણે મોડલિંગથી શરૂઆત કરી.

કેટરીનાનો જન્મ

કેટરીનાનો જન્મ

હોન્ગકોંગમાં 16 જુલાઇ 1983ના રોજ જન્મેલી કેટરીનાનું અસલી નામ ટોરકેટી છે. તેમણે 16 વર્ષની ઉંમરથી જ મોડલિંગ કરિયરની શરૂઆત કરી દીધી હતી. કેટરીનાના કુલ સાત ભાઇ બહેન છે, જેમાંથી તે ચોથા નંબરની છે. તે લંડનમાં મડલિંગ કરી રહી હતી જ્યારે ડાયરેક્ટર કૈજાદ ગુસ્તાદની નજર તેમના પર પડી. અને પછી કેટરીનાએ બોલીવુડનો રસ્તો પકડી લીધો.

કિંગફિશર મૉડલ

કિંગફિશર મૉડલ

કૈટે કેટલાય ટીવી એડમાં કામ કર્યું અને તે એક સક્સેસફુલ મોડલ હતી. તે વિજય માલ્યાની કિંગફિશર કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે. તેણે વર્ષ 2003માં કિંગફિશર કેલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જે બાદ તેને પહેલી ફિલ્મ મળી.

બૂમ સાથે શરૂઆત

બૂમ સાથે શરૂઆત

એક સફળ મોડલિંગ કરિયર બાદ, 2003માં કેટરીનાએ ફિલ્મ બૂમમાં એક ભૂમિકા સાથે પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ સુપર ફ્લોપ રહી. અને કેટરીના માટે આગળનો રસ્તો વધુ અઘરો થઇ ગયો.

નામ બદલી નાખ્યું

નામ બદલી નાખ્યું

કેટરીના કેફનું અસલી નામ કૈટરીના ટરકૉટા છે. પરંતુ પછી તેણે નામ બદલી નાખ્યું. રિપોર્ટ્સ મુજબ આની પાછળ ફિલ્મ બૂમની પ્રોડ્યૂસર આએશાશ્રૉફનો હાથ છે. કેટરીના ટરકૉટા ભારતીય આસાનાથી નહોતા બોલી શકતા એટલા માટે આવું કર્યું. જો કે પહેલાં કૈફની જગ્યાએ કેટરીના કાજી નામ કરવાનો પ્રસ્તાવ પણ હતો, પરંતુ અંતમાં કેટરીના કેફ પર જઇ વાત બની.

તેલુગૂ ફિલ્મ

તેલુગૂ ફિલ્મ

કેટરીના બૂમની નિષ્ફળતા બાદ એક તેલુગૂ ફિલ્મ મલ્લિસવરી કરી. જે બૉક્સ ઑફિસ પર હિટ રહી હતી. જે બાદ રામ ગોપાલ વર્માની નજર કેટરીના કેફ પર પડી અને તેમણે પોતાની ફિલ્મ સરકારમાં એક નાનો રોક આપ્યો.

સલમાન ખાન સાથે મિત્રતા

સલમાન ખાન સાથે મિત્રતા

જે બાદ કેટરીના કેફે સલમાન ખાન સાથે ફિલ્મ મૈને પ્યાર ક્યોં કિયા કરી. બૉલીવુડમાં કેટરીનાની કિસ્મત આ ફિલ્મથી ચમકી ઉઠી. તે એક એક કરી સફળતાની સીઢી ચડવા લાગી. સલમાન અને કેટરીનાની દોસ્તી આજે પણ યથાવત છે.

બૉલીવુડ સ્ટાર

બૉલીવુડ સ્ટાર

વર્ષ 2007 તેમના માટે સૌથી શાનદાર રહ્યું. ત્યારે કેટરીનાની 4 ફિલ્મ આવી હતી જેમાં નમસ્તે લંડન અને વેલકમ સુપર ડૂપર હિટ રહી.

અક્ષય કુમાર સાથે સુપરહિટ જોડી

અક્ષય કુમાર સાથે સુપરહિટ જોડી

અક્ષય કુમાર સાથે કેટરીના કેફની જોડીને દર્શકોએ બહુ પસંદ કરી. હમકો દિવાના કર ગયે અને નમસ્તે લંડન જેવી ફિલ્મો બાદ આ જોડીએ વેલકમ, સિંઘ ઇજ કિંગ, દે દના દન અને તીસ માર ખાન જેવી કેટલીય ફિલ્મોમાં કામ કર્યું, જેમાંથી મોટાભાગની સુપરહિટ રહી. હવે સૂર્યવંશીનો ઇંતેજાર છે.

આકરી મહેનત

આકરી મહેનત

કોઇ શક નથી કે કેટરીના અહીં સુધી આકરી મહેનત કરીને પહોંચી છે. આજે તેમને બૉલીવુડની સૌથી મહેનતુ એક્ટ્રેસમાંની એક માનવામાં આવે છે. કેટલીય મોટી ફિલ્મોનો તે ભાગ છે.

સુશાંતસિંહ રાજપૂત સુસાઈડ કેસની CBI તપાસ માટે અમિત શાહે આપ્યો જવાબસુશાંતસિંહ રાજપૂત સુસાઈડ કેસની CBI તપાસ માટે અમિત શાહે આપ્યો જવાબ

મોડલિંગના દિવસો

મોડલિંગના દિવસો

આ કેટરીનાના મોડલિંગના દિવસોની દોસ્તો છે. આજે કેટરીના સુપરસ્ટાર છે અને લાખો લોકોની ધડકન છે. અમારા તરફથી કેટરીના કેફને અઢળક શુભકામનાઓ.

English summary
Birthday Special: Rare Pictures of katrina kaif, from model to superstar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X