For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive Analysis : ‘ભારત’નું પૂરબ ખોવાયું, હવે તો પશ્ચિમ બની ગયુ છે ભારત!!!

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

મુંબઈ, 24 જુલાઈ : આજે બૉલીવુડના મિસ્ટર ભારત કુમાર એટલે કે મનોજ કુમારનો જન્મદિવસ છે. આજે તેઓ 77 વર્ષના થઈ ગયાં છે. મનોજ કુમારનું ભારત કેમ પડ્યું? આ પ્રશ્નનો જવાબ તો આજની યુવાન પેઢી પણ સરળતાથી આપી શકે છે, કારણ કે મનોજ કુમારની મોટાભાગની દેશભક્તિ ફિલ્મોમાં તેમના પાત્રનું નામ ભારત કુમાર જ હતું.

મનોજ કુમારના જમાનાનુ બૉલીવુડ આજે ઘણુ આગળ નિકળી ગયુ છે અને કદાચ એટલે જ આજની કોઈ પણ ફિલ્મમાં ભૂલથી પણ કોઈ પાત્રનું નામ આપણને ભારત કે ભારત કુમાર જોવા-જાણવા મળતુ નથી. મનોજ કુમાર જ્યારે પોતાના પાત્રનું ભારત રાખતા હતા, ત્યારે તેની પાછળ તેમની એક સુખદ કલ્પના હોતી હતી. તેઓ પોતાની જાતને જ પોતાના દેશ તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કરતા હતાં.

જરા યાદ કરો પૂરબ ઔર પશ્ચિમ ફિલ્મ કે જેમાં પણ મનોજ કુમારના પાત્રનું નામ ભારત જ હતું. પૂરબ ઔર પશ્ચિમ નામ પડતા જ આપણે એક ઝાટકે જ ખ્યાલ આવી શકે છે કે આ ફિલ્મમાં મનોજ કુમારની કલ્પના મુજબ પૂરબ એટલે કે ભારત હતું અને પશ્ચિમ એટલે કે તમામ પશ્ચિમી દેશો. હવે ફિલ્મના કેટલાક દૃશ્યો સાંભરવામાં આવે, તો આપણને ખ્યાલ આવે છે કે મનોજ કુમારે પૂરબ ઔર પશ્ચિમ ફિલ્મમાં પશ્ચિમની સંસ્કૃતિ, પહેરવેશ કે જીવનશૈલી ઉપર કટાક્ષ કરી ભારતને સુસંસ્કૃત, દયાળુ અને કરુણામયી પૂરબ ગણાવ્યુ હતું.

આજે જ્યારે મનોજ કુમાર 77મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે, ત્યારે આજની બૉલીવુડ ફિલ્મોની મનોજ કુમારની પૂરબ ઔર પશ્ચિમ સહિત કોઈ પણ દેશભક્તિની ફિલ્મ સાથે સરખાવી જુઓ, તો ખ્યાલ આવશે કે મનોજ કુમારની કલ્પનાનું પૂરબ એટલે કે ભારત આજે સમ્પૂર્ણપણે પશ્ચિમ બની ચુક્યું છે. પૂરબ ઔર પશ્ચિમમાં જે નગ્નતા કે ઓછા કપડાં સામે મિસ્ટર ભારત કુમાર છોછ કે ઘૃણા વ્યક્ત કરતા હતાં, તેવા કપડાં કે નગ્નતા આજની બૉલીવુડ ફિલ્મની યૂએસપી બની ચુક્યાં છે. મનોજ કુમાર પોતે પણ આજે પોતાની ફિલ્મ પૂરબ ઔર પશ્ચિમનું પૂરબ શોધવા નિકળે, તો તેમને જડે નહીં.

ખેર, ચાલો તસવીરો સાથે જાણીએ મનોજ કુમાર વિશે કેટલીક અજાણી વાતો :

સાચુ નામ હરિકિશન ગિરી ગોસ્વામી

સાચુ નામ હરિકિશન ગિરી ગોસ્વામી

24મી જુલાઈ, 1937ના રોજ હાલના પાકિસ્તાનના અબોટાબાદ ખાતે જન્મેલ મનોજ કુમારનું સાચુ નામ હરિકિશન ગિરી ગોસ્વામી છે. દેશના ભાગલાબાદ તેમનો પરિવાર રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં આવી વસ્યો.

પહેલી ફિલ્મ ફૅશન

પહેલી ફિલ્મ ફૅશન

મનોજ કુમારે 1957માં ફૅશન ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યું. તેમની પ્રથમ હિટ ફિલ્મ હરિયાલી ઔર રાસ્તા (1962) હતી. તેમણે વો કૌન થી, હિમાલય કી ગોદ મેં, ગુમનામ, દો બદન, પત્થર કે સનમ, યાદગાર, શોર, સંન્યાસી, દસ નમ્બરી અને ક્લર્ક જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેમની છેલ્લી ફિલ્મ મૈદાન એ જંગ (1995) હતી.

નૅશનલ ઍવૉર્ડ

નૅશનલ ઍવૉર્ડ

મનોજ કુમારના અભિનયમાં એટલો દમ હતો કે લોકોને લાગતુ હતું કે જાણે પડદા ઉપર સાચે જ ભારત માતાનો સપૂત ઊભો છે કે જેના માટે દેશથી વધુ કંઈ જ નથી. બહુમુખી પ્રતિભાના માલિક મનોજને પોતાની ફિલ્મ શહીદ માટે સર્વશ્રેષ્ઠ વાર્તાકારનો નૅશનલ ઍવૉર્ડ મળ્યો હતો. મનોજે પોતાના કૅરિયરમાં શહીદ, ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમ, ક્રાંતિ જેવી દેશભક્તિ પર આધારિત અનેક બેમિસાલ ફિલ્મો આપી છે.

સર્વશ્રેષ્ઠ... સર્વશ્રેષ્ઠ... સર્વશ્રેષ્ઠ...

સર્વશ્રેષ્ઠ... સર્વશ્રેષ્ઠ... સર્વશ્રેષ્ઠ...

શહીદના બે વર્ષ બાદ મનોજ કુમારે દિગ્દર્શક તરીકે ઉપકાર બનાવી. તેમાં મનોજે ભારત નામના ખેડૂતનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં બદલાતા ભારતની તસવીર હતી કે જે લોકો જોતા જ રહી ગયાં. ઉપકારને સર્વશ્રેષ્ઠ ફિલ્મ, સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક, સર્વશ્રેષ્ઠ કથા તથા સર્વશ્રેષ્ઠ સંવાદ શ્રેણીમાં ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યા હતાં. ઉપકારને દ્વિતીય સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો નૅશનલ ઍવૉર્ડ તથા સર્વશ્રેષ્ઠ ડાયલૉગનો બીએફજેએ ઍવૉર્ડ પણ આપવામાં આવ્યો હતો.

પદ્મશ્રી પુરસ્કાર

પદ્મશ્રી પુરસ્કાર

મનોજ કુમારને વર્ષ 1972માં બેઈમાન ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા તથા 1975માં રોટી કપડા ઔર મકાન માટે સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકનો ફિલ્મફૅર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1992માં મનોજ કુમારને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતાં.

ફરી પૂરબ બનશે ભારત?

ફરી પૂરબ બનશે ભારત?

આજની બૉલીવુડ ફિલ્મોની મનોજ કુમારની પૂરબ ઔર પશ્ચિમ સહિત કોઈ પણ દેશભક્તિની ફિલ્મ સાથે સરખાવી જુઓ, તો ખ્યાલ આવશે કે મનોજ કુમારની કલ્પનાનું પૂરબ એટલે કે ભારત આજે સમ્પૂર્ણપણે પશ્ચિમ બની ચુક્યું છે. પૂરબ ઔર પશ્ચિમમાં જે નગ્નતા કે ઓછા કપડાં સામે મિસ્ટર ભારત કુમાર છોછ કે ઘૃણા વ્યક્ત કરતા હતાં, તેવા કપડાં કે નગ્નતા આજની બૉલીવુડ ફિલ્મની યૂએસપી બની ચુક્યાં છે. મનોજ કુમાર પોતે પણ આજે પોતાની ફિલ્મ પૂરબ ઔર પશ્ચિમનું પૂરબ શોધવા નિકળે, તો તેમને જડે નહીં.

English summary
Manoj Kumar known for his patriotic films. He may be known as ‘Bharat Kumar’, because his character's name was Bharat Kumar in his patriotic film including Purab Aur Pashchim, but Today's India is not that Bharat which was imagined by Manoj Kumar in Purab.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X