
BJP સાંસદ સુબ્રણ્યમ સ્વામીએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI તપાસની કરી માંગ
બૉલિવુડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ પોતાા બાંદ્રા સ્થિત ઘરમાં મૃત મળી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યુ છે કે તેમણે આત્મહત્યા કરી છે. સુશાંત પાસે કોઈ સુસાઈડ નોટ મળી નથી એટલા માટે તેમના મોતનુ અસલી કારણ હજુ સુધી જાણવા મળી શક્યુ નથી. ટેલીવિઝન અને બૉલિવુડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ ઘણા લોકો સાથે સાથે સુશાંતના ફેન્સ પણ સતત સોશિયલ મીડિયા દ્વારા આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. જો કે હવે આ તરફ આશાની એક કિરણ દેખાઈ રહી છે.

સુબ્રમણ્યમ સ્વામીએ શું કહ્યુ?
આ કેસમાં લગભગ એક મહિનાથી સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે. હવે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એ કેસમાં ટ્વિટ કરીને માહિતી આપી છે કે તેમણે સીબીઆઈ તપાસ માટે વકીલ નિયુક્ત કર્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યુ, 'મે ઈશકરણ સિંહને સુશાંતસિંહ રાજપૂતની કથિત આત્મહત્યા બાબતે સંભવિત સીબીઆઈ તપાસ કે પીઆઈએલ કે ગુનાહિત ફરિયાદ માટે પ્રક્રિયા શરૂ કરવા માટે કહ્યુ છે.' તેમણે અન્ય એક ટ્વિટમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે ઈશકરણ સિંહ ભંડારી કેસની સંભવિત સીબીઆઈ તપાસ કે પીઆઈએલ માટે બધો ડેટા એકત્ર કરશે.
|
30થી વધુ લોકોની થઈ પૂછપરછ
તમને જણાવી દઈએ કે સુબ્રમણ્યમ સ્વામીના આ પગલાની લોકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે. આ દરમિયાન ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યુ. સુશાંતના ફેન્સ તેમના માટે ન્યાય અપાવવા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે. આ કેસમાં પોલિસે 30થી વધુ લોકોની પૂછપરછ કરી છે. જો કે આ કેસમાં પોલિસે વધુ માહિતી આપી નથી. જ્યાં એક તરફ પોસ્ટમોર્ટમ, વિસરા રિપોર્ટ અને પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યુ છે કે સુશાંતે આત્મહત્યા કરી છે. ત્યાં આનો ઘણા લોકો વિરોધ પણ કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે સુશાંતને મારવામાં આવ્યો છે કારણકે તેની આત્મહત્યા કરવા પાછળ કોઈ કારણ હોઈ શકે જ નહિ.
|
શેખર સુમને કહ્યુ આભાર
સુશાંતના મોત કેસમાં દિગ્ગજ બૉલિવુડ અભિનેતા સુમન પણ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીના આ ટ્વિટ બાદ તેમણે પણ ટ્વિટ કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યુ, 'ખૂબ ખૂબ આભાર સુબ્રમણ્યમ સ્વામી, ઈશકરણને આ કહેવા માટે કે સુશાંત સિંહના મોત કેસમાં એ જુઓ કે શું આ કેસ સીબીઆઈ તપાસ માટે ફિટ છે. જો તમે આ સંભવ કરશો તો અમે બધા તમારા ઋણી રહીશુ.'
વૉગ મેગેઝીન માટે અનુષ્કા શર્માએ કરાવ્યુ હૉટ ફોટોશૂટ, જુઓ Pics