• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કાળિયાર પ્રકરણ : સાક્ષીએ ઓળખી કાઢતાં રડી પડી નીલમ, તબ્બુ અને સોનાલી!

|

જોધપુર, 29 ઑક્ટોબર : સોળ વર્ષ પહેલા હમ સાથ સાથ હૈં ફિલ્મના શૂટિંગ દરમિયાન રાજસ્થાનમાં કાંકાણીની સરહદે થયેલ બે કાળિયાર હરણો (ચિંકારા)ના શિકાર અંગેના કેસમાં સાક્ષીએ ફિલ્મ અભિનેત્રીઓ નીલમ, સોનાલી બેન્દ્રે અને તબ્બુની ઓળખાણ કરી લીધી છે. સાક્ષીએ કોર્ટને જણાવ્યું કે શિકાર દરમિયાન અભિનેતા સલમાન ખાન અને સૈફ અલી ખાન સાથે આ ત્રણેય અભિનેત્રીઓ પણ હતી. સાક્ષીએ ઓળખી કાઢતાં ત્રણેય અભિનેત્રીઓ રડી પડી હતી.

જોધપુર કોર્ટમાં મંગળવારે આ કેસની સુનાવણી હતી અને ત્રણેય અભિનેત્રીઓ એક સરખા ડ્રેસ પહેરીને કોર્ટે પહોંચી હતી. આ અગાઉ 3જી ડિસેમ્બર, 2013ના રોજ પણ ત્રણે એક સરખા ડ્રેસ પહેરી પહોંચી હતી. નોંધનીય છે કે હમ સાથ સાથ હૈંના શૂટિંગ દરમિયાન 1-2 ઑક્ટોબર, 1998ની રાત્રિએ કાંકાણીની સરહદે આરોપી ફિલ્મ સ્ટાર્સે બે કાળિયારનો શિકાર કર્યો હતો.

મુખ્ય જિલ્લા ન્યાયિક મજિસ્ટ્રેટ અનુપમા બિજલાણીની અદાલતમાં સાક્ષી શેરારામ બિશ્નોઈ મંગળવારે હાજર થયો. સરકારી વકીલ પ્રવીણ વર્મા તથા પ્રતિવાદીના વકીલ મહિપા બિશ્નોઈએ સાક્ષીના મુખ્ય પરીક્ષણના નિવેદન લેવડાવ્યા. તે જ દરમિયાન નીલમ, તબ્બુ અને સોનાલી અદાલતે પહોંચ્યાં.

સાક્ષીએ ત્રણે અભિનેત્રીઓને જોઈ ઓળખી કાઢી અને જણાવ્યું કે શિકારની રાત્રે આ ત્રણે જિપ્સીમાં સલમાન ખાન સાથે હતી. જોકે સાક્ષી અભિનેત્રીઓને તેમના નામથી ન ઓળખી શક્યો, પણ તેનુ કહેવુ હતું કે તે સતત બે દિવસથી શૂટિંગ દરમિયાન આ ત્રણેયને જોતો હતો.

English summary
Actors Sonali Bendre, Neelam and Tabu made a sudden appearance in Jodhpur court on Tuesday which was hearing the Kankani blackbuck poaching case involving Salman Khan and Saif Ali Khan apart from the three.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X