• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જોધપુર કોર્ટમાં સલમાન ખાન આજે હાજર થશે, જાણો 1998થી અત્યાર સુધી આ કેસમાં શું થયુ

|

બોલિવુડ અભિનેતા સલમાન ખાનની મુશ્કેલીઓ બિગ બૉસ 13 શરૂ થતા પહેલા જ વધી ગઈ છે. કાળિયાર કેસમાં સલમાને આજે જોધપુર કોર્ટમાં હાજર થવાનુ છે જ્યાં કોર્ટમાં વરિષ્ઠ વકીલ મહેશ બોડા તેમનો પક્ષ રાખશે. લગભગ એક વર્ષ બાદ ફરીથી મહેશ બોડા સલમાન ખાનની વકીલાત કરશે. ઉલ્લેખનીય છે કે ગઈ સુનાવણીમાં કોર્ટે કહ્યુ હતુ કે જો સલમાન ખાન હાજર નહિ થાય તો તેમના જામીન ફગાવી દેવામાં આવશે.

બે દિવસ સુધી જેલમાં પણ રહ્યા હતા સલમાન ખાન

બે દિવસ સુધી જેલમાં પણ રહ્યા હતા સલમાન ખાન

ગયા વર્ષે સીજેએમ કોર્ટ દ્વારા સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવાયા બાદ 2 દિવસ સુધી જામીન ન મળી શકવાના કારણે તેમને જેલમાં પણ રહેવુ પડ્યુ હતુ. તમને જણાવી દઈએ કે કાળિયાર શિકારના લગભગ 21 વર્ષ જૂના કેસમાં જોધપુરની અદાલતે ગુરુવારે સલમાન ખાનને દોષી ગણીને પાંચ વર્ષની સજા સંભળાવી છે પરંતુ આ સાથે અન્ય બધા આરોપીઓ અભિનેતા સૈફ અલી ખાન, અભિનેત્રી નીલમ, સોનાલી, તબ્બુ અને દુષ્યંત સિંહને છોડી દીધા હતા. સલમાન ખાન આ કેસમાં જામીન પર છે.

આવો વિસ્તારથી જાણીએ કે આ સમગ્ર કેસ શું હતો...

વર્ષ 1998

વર્ષ 1998

વાસ્તવમાં આ વાત આજથી લગભગ 21 વર્ષ જૂની છે જ્યારે રાજસ્થાનના જોધપુરમાં સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ અને સોનાલી બેન્દ્રે જાણીતા નિર્માતા-નિર્દેશક સૂરજ બડજાત્યાની ફિલ્મ હમ સાથ સાથ હેનુ શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આ બધા પર આરોપ લાગ્યો કે તેમણે કાળિયારનો શિકાર કર્યો હતો, જે સંરક્ષિત વન્ય જીવોની શ્રેણીમાં આવે છે. ત્યારબાદ સલમાન ખાનની ધરપકડ પણ થઈ હતી અને પોલિસને સલમાનના રૂમમાંથી એક રિવૉલ્વર અને રાઈફલ પણ મળી આવી હતી જેનો લાયસન્નસ પીરિયડ ખતમ થઈ ગયો હતો.

15 ઓક્ટોબર, 1998

ત્યારબાદ 15 ઓક્ટોબર, 1998ના રોજ વન અધિકારી લલિત બોડાએ આ કેસમાં જોધપુરના લૂણી પોલિસ સ્ટેશનમાં સલમાન ખાન સામે એફઆઈઆર નોંધાવી હતી જેમાં એ કહેવામાં આવ્યુ કે સલમાન ખાને 1-2 ઓક્ટોબર, 1998ની રાતે કાંકાણી ગામની સીમા પર બે કાળિયારનો શિકાર કર્યો હતો.

સલમાન પર આરોપ

સલમાન પર આરોપ

બિશ્નોઈ સમાજનુ કહેવુ છે કે જ્યારે ગોળીઓનો અવાજ સાંભળીને તે લોકો ઘટના સ્થળે પહોંચ્યા તો ત્યાં બે કાળા હરણ મૃત પડ્યા હતા. ગામલોકોના નિવેદન મુજબ સલમાને જ બંનેને માર્યા છે જ્યારે બાકી તેમના સાથીએ તેમને ઉકસાવવાનુ કામ કર્યુ હતુ.

સલમાન ખાન પર ચાર કેસ

કાળિયાર શિકાર કેસમાં કુલ ચાર કેસ નોંધાયા હતા. સલમાન પર મથાનિયા અને ભવાદમાં કાળિયાર શિકારના બે અલગ અલગ કેસમાં કાંકાણીમાં બે કાળા હરણ શિકાર કેસ અને લાયસન્સ સમાપ્ત થઈ ગયા બાદ પણ રાયફલ રાખવા (આર્મ્સ એક્ટ) નો આરોપ.

17 ફેબ્રુઆરી, 2006

સલમાન ખાનને પહેલી વાર 17 ફેબ્રુઆરી, 2006ના દિવસે એક વર્ષની સજા થઈ છે ત્યારબાદ એક હરણના શિકાર કેસમાં સલમાનને 10 એપ્રિલ, 2006ના રોજ પાંચ વર્ષની સજા થઈ છે જેના માટે તેને જેલ જવુ પડ્યુ પરંતુ 8 દિવસ બાદ તે જોધપુર હાઈકોર્ટથી જામીન પર છૂટી ગયા હતા.

18 દિવસ જોધપુર જેલમાં હતા સલમાન

18 દિવસ જોધપુર જેલમાં હતા સલમાન

હરણના શિકારના ત્રણ કેસમાં અત્યાર સુધી સલમાન ખાન 18 દિવસ જોધપુર જેલમાં રહી ચૂક્યા છે. શિકાર કેસમાં સલમાનને વન વિભાગે સૌથી પહેલા 12 ઓક્ટોબર 1998માં કસ્ટડીમાં લીધા હતા. ત્યારબાદ સલમાન 17 ઓક્ટોબર સુધી પોલિસ અને ન્યાયિક કસ્ટડીમાં રહ્યા.

4 જાન્યુ 2018ના રોજ સુનાવણી પૂરી

કાળિયાર શિકાર કેસમાં જોધપુરની સીજેએએમ કોર્ટે 4 જાન્યુઆરી 2018ના રોજ સુનાવણી પૂરી કરી લીધી હતી પરંતુ આ કેસમાં નિર્ણય 5 એપ્રિલ, 2018 સુધી માટે સુરક્ષિત રાખી લીધો હતો જેમાં સલમાન દોષી કરાર થયા હતા અને બાકી બધા દોષમુક્ત. જોધપુર કોર્ટે સલમાનને 5 વર્ષની સજા સંભળાવી છે ત્યારબાદ તે જામીન પર છે.

આ પણ વાંચોઃ ભારે વરસાદના કારણે પૂનામાં પ્રલય, અત્યાર સુધી 18 લોકોના મોત, શાળા-કોલેજો બંધ

English summary
Bollywood actor Salman Khan will appear before a Jodhpur court in the blackbuck poaching case today, here is full case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X