દિશા પટાનીએ બિકિની પહેરીને પાણીમાં લગાવી આગ, સોશિયલ મીડિયામાં છવાયો ફોટો
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અમુક સ્ટાર્સ એવા છે કે જે સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના શાનદાર ફોટા શેર કરતા રહે છે. તેમાંથી જ એક છે બૉલિવુડની જાણીતી અભિનેત્રી દિશા પટની. હાલમાં તેનો એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેને લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. દિશા પટાનીનો આ બોલ્ડ અને હૉટ ફોટો તેના વેકેશન દરમિયાનનો છે જેમાં તે પાણી પર જોવા મળી રહી છે. દિશા પટાનીનુ કહેવુ છે કે તેને એક્વામેનવાળી ફીલિંગ આવી રહી છે. દિશા પટાની હંમેશા પોતાના હૉટ ફોટા શેર કરીને સોશિયલ મીડિયાનુ તાપમાન વધારતી રહે છે અને ફેન્સ તેને ખૂબ જ પ્રેમ આપે છે. આ ફોટાની જો વાત કરીએ તો તેમાં તે યલો બિકિનીમાં જોવા મળી રહી છે અને અભિનેત્રી ફોટામાં લહેરો વચ્ચે પોઝ આપતી દેખાઈ રહી છે.

કેપ્શનમાં લખ્યુ
દિશા પટાની ખૂબ જ ખુશ જોવા મળી રહી છે અને તેણે કેપ્શનમાં લખ્યુ છે...એક્વામેન ફીલિંગ. હૉલિવુડ ફિલ્મનો પોઝ આપી રહી છે.

વર્કફ્રંટ
વર્કફ્રંટની વાત કરીએ તો દિશા અત્યારે ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં બિઝી છે અને શૂટિંગ કરી રહી છે.

ઉત્સાહિત છે
આ ફિલ્મ માટે તે ઘણી વધુ ઉત્સાહિત છે અને એક વાર ફરીથી સલમાન ખાન સાથે મોટા પડદે ધમાકો કરતી જોવા મળશે.

દમદાર કલાકાર
રાધેમાં તે સિવાય રણદીપ હુડ્ડા અને જેકી શ્રોફ જેવા દમદાર કલાકાર જોવા મળવાના છે અને આના માટે ફેન્સ રાહ જોઈ રહ્યા છે.