બર્થ ડે પર અનન્યા પાંડેનો બોલ્ડ અવતાર, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ!
અભિનેત્રી અનન્યા પાંડે હાલ ઘણા મોટા પ્રોજેક્ટનો ભાગ છે અને તે સતત એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે. આજે અભિનેત્રી તેનો જન્મદિવસ ઉજવી રહી છે અને આ અવસર પર તેના ફેન્સ સતત પોસ્ટ કરી રહ્યા છે અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. અનન્યા પાંડેના જન્મદિવસના અવસર પર તેની કેટલીક હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
ભાગ્યે જ જોવા મળે છે કે અનન્યા પાંડે આવા લુક સાથે સામે આવે. તાજેતરમાં તે ઘણા વિવાદોમાં રહી છે અને તેનું કારણ ડ્રગ્સ છે. આર્યન ખાનની ધરપકડ બાદ તેની વોટ્સએપ ચેટ પરથી ખબર પડી કે, અનન્યા પાંડે અને આર્યનની ડ્રગ્સ વિશે વાત થઈ છે. આ પછી NCBએ તેને સમન્સ મોકલ્યું હતું. હાલમાં તેની આ તસવીરો ભારે ધૂમ મચાવી રહી છે.

વર્કફ્રન્ટ
અનન્યા પાંડેના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે વિજય દેવેરાકોંડા સાથે લિગર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ થઈ ગયું છે. અનન્યા પાંડે સાઉથ સુપરસ્ટાર સાથે પહેલીવાર કામ કરી રહી છે.

જોરદાર કેમેસ્ટ્રી
આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે પુરી જગન્નાધ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યાં છે. તેનું નિર્માણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ અને અપૂર્વ મહેતા દ્વારા કરવામાં આવ્યું છે.

ફેન્સે સૌથી બોલ્ડ અવતાર ગણાવ્યો
અનન્યા પાંડેની આ તસવીરોને ચાહકોએ સૌથી બોલ્ડ ગણાવી હતી. હજારો લોકોએ આ ફોટોશૂટ પર હાર્ટ અને ફાયર ઇમોજી શેર કર્યા. અનન્યા પાંડેએ કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી ડેબ્યુ કર્યું હતું.

અનન્યાની ફેન ફોલોઈંગ જોરદાર છે
આ પછી તે કાર્તિક આર્યન સાથે પતિ પત્ની ઔર વો અને ખાલી પીલી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. અનન્યા પાંડેએ જ્યારથી ડેબ્યુ કર્યું છે ત્યારથી તેની ફેન ફોલોઈંગ ખૂબ જ જોરદાર છે.

અનન્યા પર ગર્વ છે
ચંકી પાંડેએ અનન્યા પાંડે વિશે કહ્યું હતું કે તેને તેના પર ગર્વ છે અને અનન્યાએ તે કામ કરી બતાવ્યું છે જે તેને તેની કારકિર્દીમાં કર્યું નથી.