Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જાણો કંઇ છે 2015ની મસ્ટ વોચ બાયોપીક ફિલ્મો

બાયોપીક મૂવી છે બોલિવૂડનો લેટેસ્ટ ટ્રેન્ડ. વિદ્યા બાલનની ડર્ટી પિક્ચરથી શરૂ થયેલો આ ટ્રેન્ડ ધીરે ધીરે વધુને વધુ સક્સેસ મેળવી રહ્યો છે.

બોલિવુડની અત્યાર સુધીની મોસ્ટ સક્સેસફૂલ બાયોપીક જો કોઇ રહી હોય તો તે છે ફરહાન અખ્તરની ભાગ મિલ્ખા ભાગ, ઇરફાન ખાનની પાન સિંગ તોમર, પ્રિયંકા ચોપડાની મેરી કૉમ અને લેટેસ્ટ રણદીપ હૂડ્ડાની રંગ રસિયા.

ત્યારે બોલિવુડમાં બાયોપિક બનાવાનો આ ટ્રેન્ડ 2015માં પણ આ જ રીતે ચાલુ રહેવાનો છે. એટલું જ નહીં આ વર્ષે કિશોર કુમાર, સંજય દત્ત અને મહેન્દ્ર સિંગ ધોનીના જીવન પર આધારિત બાયોપીક મૂવી રિલિઝ થવાની તૈયારીમાં છે.

ત્યારે કઇ છે આ વર્ષની મોસ્ટ અવેટેડ બાયોપીક મૂવી જુઓ તસ્વીરોના માધ્યમથી...

એમ એસ ધોની

એમ એસ ધોની

વર્લ્ક કપ 2015 હાલ ખેલાઇ રહ્યો છે. ધોનીની કપ્તાની હેઠળ ભારત એક પછી એક મેચો જીતી રહ્યું છે. તેવા સમયે સુશાંત સિંગ રાજપૂતને દર્શાવતી બાયોપીક એમ એસ ધોનીને જોવા માટે ભારતભરના ક્રિકેટ રસિયાઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

ચાર્લ્સ શોભરાજ

ચાર્લ્સ શોભરાજ

સિરિયસ કિલર ચાર્લ્સ શોભરાજના જીવન પર બની રહેલી બાયોપીકમાં રણદિપ હુડ્ડા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. નોંધનીય છે કે ચાર્લ્સ શોભરાજે 1970માં 12 જેટલા વિદેશી પ્રવાસીઓની ક્રૂર રીતે હત્યા કરી હતી. ભારતના આ મોસ્ટ ફેમસ સિરિયસ કિલરની બાયોપિક જોવા છે બધા આતુર.

નીરજા ભાનોટ

નીરજા ભાનોટ

1986માં આતંકવાદીઓ દ્વારા હાઇજેક કરાયેલા પાન એમ ફ્લાઇટની એર હોસ્ટેસ નીરજા ભાનોટ પર પણ એક બાયોપીક બની રહી છે. નીરજા એક પ્રવાસીના પ્રાણ બચાવા જતા આંતકવાદીઓના હાથે મૃત્યુ પામી હતી. આ ફિલ્મમાં સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

કિશોર કુમાર

કિશોર કુમાર

મલ્ટી ટેલેન્ટેડ બોલિવુડ સુપર સ્ટાર કિશોર કુમાર પર બની રહી છે ફિલ્મ. પ્લેબેક સિંગર, એક્ટર, કમ્પોઝર, પ્રોડ્યૂસર, સ્ક્રિપ્ટ રાઇટર જેવી અનેક ખૂબીઓ ધરાવનાર કિશોરદાનો આ રોલ ફિલ્મમાં ટેલેન્ટેડ એક્ટર રણબીર કૂપર ભજવાનો છે. આ ફિલ્મની રાહ આખું બોલિવૂડ અને બોલિવૂડના તમામ ચાહનારા કરી રહ્યા છે.

અમૃતા પ્રિતમ

અમૃતા પ્રિતમ

સોનાક્ષી સિન્હા ભજવાની છે ભારતની પહેલી અગ્રણી મહિલા નોવલિસ્ટ, કવિયત્રી અને નિબંધકાર અમૃતા પ્રિતમનો રોલ. અમૃતા પ્રિતમની આ બાયોપીક પર સાહિત્યકારો અને ક્રિટિકની પેની નજર છે.

મહોમ્મદ અઝરૂદ્દિન

મહોમ્મદ અઝરૂદ્દિન

સિરિયલ કિસર ઇમરાન હાસમી ભજવાનો છે ભારતના જાણીતા કપ્તાન મહોમ્મદ અઝરૂદિનના રોલને. અઝરૂદિનના જીવન પર આધારીત આ ફિલ્મની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

સંજય દત્ત

સંજય દત્ત

સંજય દત્તનું જીવન સ્કેન્ડલોથી ભરેલું રહ્યું છે. ત્યારે સંજય દત્તના જીવન પર આધારિત એક બાયોપીક આવવાની છે. જેમાં રણબીર કપૂર લીડ રોલ કરવાનો છે. ત્યારે સંજૂ અને રણબીર બન્નેના ફેન્સની સાથોસાથ આ ફિલ્મની બધાને જ આતુરતાથી રાહ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X