• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવાઝુદ્દીન સિદ્દીકીની બાયોગ્રાફીએ ખોલ્યા અનેક રહસ્યો

By Kajal
|
Google Oneindia Gujarati News

નવાઝુદ્દીન સિદ્દીકી તેમની ફિલ્મ અને એક્ટિંગના કારણે હંમેશા ચર્ચામાં રહ્યા છે. પરંતુ આ વખતેની ચર્ચાનું કારણ તેમની બાયોગ્રાફી 'એન ઓડિનેરી લાઇફ' છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાની બાયોગ્રાફીમાં એમના જીવનના ઘણા એવા રહસ્યો ખુલ્લા મુક્યા છે. જેના કારણે તેમની ઘણી આલોચના કરવામાં આવી રહી છે. ફિલ્મ 'મિસ લવલી'ની કોસ્ટાર નિહારિકા સિંહની સાથેના તેમના અફેરથી લઇને અનેક છોકરીઓ સાથેના તેમના સંબંધની વાત તેમણે પોતાની બાયોગ્રાફીમાં ખુલ્લા મને લખી છે. તેમણે આ બાયોગ્રાફીમાં પોતાની જીવનની તમામ વાતોને સ્પષ્ટપણે લખી છે.

નવાઝુદ્દીનના પ્રેમસંબંધો

નવાઝુદ્દીનના પ્રેમસંબંધો

નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાની બાયોગ્રાફિમાં પોતાની પહેલા પ્રેમથી લઇને એક વેઇટ્રસ સાથે એક રાત ગાળવા સુધીની તમામ વાતો લખી છે. નવાઝ જ્યારે એનએસડીમાં હતા ત્યારે તેમની પ્રેમિકા તેમને છોડીને જતી રહી હતી, એ સમયે તેમને આત્મહત્યા કરવાનો પણ વિચાર આવી ગયો હતો. તેઓ વધુ લખતા જણાવે છે કે, એમના જીવનમાં એક આવો પણ વણાંક આવેલો જ્યારે તેમણે છોકરીઓ બાબતે સીરિયસ થવાનું પણ છોડી દીધુ હતું.

નવાઝુદ્દીન સિદ્દીકીનો પહેલો પ્રેમ

નવાઝુદ્દીન સિદ્દીકીનો પહેલો પ્રેમ

બાયોગ્રાફીમાં પોતાના પહેલા પ્રેમ વિશે નવાઝુદ્દીને લખ્યું છે કે, તેઓ જ્યારે મુંબઇમાં એક થિયેટરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમને પહેલી વખત પ્રેમ થયો હતો. તે યુવતીનું નામ હતું સુનિતા. સુનિતા અવાર નવાર નવાઝના મીરા રોડ સ્થિત ઘરે આવતી હતી. તેમનો પ્રેમ બરાબર પાટા પર ચાલતો હતો અને અચાનક અલગ થવાનો સમય આવ્યો.

કઇ રીતે થયા અલગ?

કઇ રીતે થયા અલગ?

સુનિતા અચાનક એક દિવસ પોતાના ઘરે જતી રહી. એ જ્યારે ઘરેથી પાછી આવી ત્યારે તેણે નવાઝથી સતત અંતર બનાવી રાખ્યું. આ વાતથી નવાઝુદ્દીન સિદ્દીકી એકદમ ચિંતાતુર થઈ ગયો તેણે સુનિતાને ઘણા ફોન કર્યા પણ સુનિતાએ તેનો એક પણ ફોન ન ઉપાડ્યો. તેમ છતાં નવાઝ તેને ફોન કરતા રહ્યા. એક દિવસ સુનિતા તેનો ફોન ઉપાડે છે અને કહે છે કે 'તમે તમારા કરિયર પર ધ્યાન આપો અને હું પણ મારા કરિયર પર ધ્યાન આપીશ.' બસ આ પ્રેમકહાણીનો અહી અંત આવી જાય છે.

આત્મહત્યાનો પ્રયત્ન

આત્મહત્યાનો પ્રયત્ન

સુનિતાના પ્રેમમાં મળેલા દગા બાદ નવાઝ બિલકુલ ભાંગી પડ્યા હતા. તેઓ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. તેમને પોતાના ઘરમાં પણ જવાની ઇચ્છા થતી ન હતી. તેમને સુનિતાની યાદો ચારે તરફથી ઘેરી વળી હતી. એક દિવસ તેઓ જ્યારે સ્ટેશને ઊભા હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે તે કોના માટે જીવે છે? જીવનનો આ સંઘર્ષ શા માટે? હાથ પર કોઇ કામ પણ નથી અને પૈસા પણ નથી. તેઓ આવું વિચારતા સતત પાટા તરફ જોયા કરે છે. ત્યાં જ તેમની અંતર આત્મામાંથી અવાજ આવ્યો કે નવાઝ આ શું કરવા જઈ રહ્યો છો? બસ ત્યારથી જ તેમણે નક્કી કર્યું કે તે હવે કોઇ પણ રિલેશનમાં ઇમોશનલ નહીં થાય. આ જ કારણે એ પછીના તમામ રિલેશન બાદ યુવતીઓએ નવાઝુદ્દીન પર આરોપો મુક્યા છે, કારણ કે તેઓ ઇમોશનલ થવામાં માનતા નથી.

વેઇટ્રેસના સવાલથી ખુશ

વેઇટ્રેસના સવાલથી ખુશ

નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના તમામ રિલેશનશિપમાંથી બહાર આવીને આવીને આગળ વધી રહ્યા હતા, ત્યારે તેમની મુલાકાત એક વેઇટ્રેસ સાથે થઇ. નવાઝુદ્દીન ન્યુયોર્કના એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા ત્યારે એક વેઇટ્રેસ તેને ઘુરી ઘુરીને જોઇ રહી હતી. થોડા સમય બાદ તે નવાઝ પાસે આવીને તેમને પુછે છે કે તમે એક્ટર છો? આ સાંભળી નવાઝ ખુશ થઈ જાય છે. તે તરત તે વઇટ્રેસને પુછે તે તમે મારી કઈ ફિલ્મ જોઈ છે? 'ગેન્ગ્સ ઓફ વાસેપુર'? વેઇટ્રેસ જવાબમાં ના કહે છે.

વેઇટ્રેસ સાથે રહ્યા

વેઇટ્રેસ સાથે રહ્યા

વેઇટ્રેસે નવાઝની બીજી ફિલ્મ 'લંચબોક્સ' જોઇ છે તેવું કહ્યુ. આ જાણીને નવાઝને આનંદ થયો અને તેઓ બંન્ને વાતો કરવા લાગ્યા. એ બાદ જે થયું, તે વિશે નવાઝે બાયોગ્રાફીમાં લખ્યું છે કે એ બધી વસ્તુઓ ન્યુયોર્કમાં જ રહે એ જ બરાબર છે. આ ઉપરાંત તેમણે સુઝેન અને નિહારિકા સિંહ સાથેના સંબંધો વિશે પણ વિસ્તારથી લખ્યું છે.

English summary
Bollywood actor Nawazuddin Siddiqui writes is his biography that he had suicidal thoughts when his girlfriend left him. And how a conversation with a waitress turns into a one night stand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X