બૉલિવુડના એ અભિનેતા અને અભિનેત્રી જે 2021માં બન્યા મમ્મી-પપ્પા
નવી દિલ્લીઃ બૉલિવુડ માટે 2021નો શરુઆતનો સમય ખૂબ જ મુશ્કેલ પસાર થયો. કોરોનાની બીજી લહેર દરમિયાન ફરીથી લોકો ઘરમાં કેદ થઈ ગયા અને શૂટિંગના કામકાજમાં ફરીથી બ્રેક લાગી ગઈ. આ દરમિયાન સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહ્યા. વળી, અમુક સેલિબ્રિટીઝે પોતાના ઘરમાં ખુશખબરી આવવાના સમાચાર આપીને ફેન્સને સરપ્રાઈઝ કરી દીધા. આ 2021માં ઘણા અભિનેતા અને અભિનેત્રીએ લગ્ન કર્યા અને ઘણા સેલિબ્રિટીઝ મમ્મી-પપ્પા બન્યા. આમાં ઘણી ફેમસ અભિનેત્રી ફરીથી મા બની.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી
અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર પતિ વિરાટ કોહલીએ આ વર્ષે સૌથી પહેલા ખુશખબરી આપી. 11 જાન્યુઆરી, 2021ના રોજ આ સુંદર જોડીના ઘરમાં એક દીકરીનો જન્મ થયો જેનુ નામ વામિકા રાખવામાં આવ્યુ. જ્યારે બંને સેલિબ્રિટીઝે પોતાની દીકરીને હજુ સુધી મીડિયામાં બતાવી નથી. બાળકીના જન્મ પહેલા જ બંનેએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે અમે અમારા બાળકોને મીડિયાથી દૂર રાખવા માંગીએ છીએ. અનુષ્કા અને વિરાટે અત્યાર સુધી જે પણ ફોટા શેર કર્યા છે તેમાં વામિકાનો માત્ર પાછળનો ભાગ જ દેખાય છે. તે દેખાવમાં કેવી છે તે હજુ પણ રાઝ છે. જો કે, વામિકાને પ્રેમથી અનુષ્કા અને વિરાટના ફેન્સ વિરુષ્કા કહીને બોલાવે છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર
સૈફ અલી ખાન અને કરીના કપૂર વર્ષની શરુઆતમાં ફરીથી મમ્મી-પપ્પા બન્યા હતા. 21 ફેબ્રુઆરી, 2021ના રોજ કરીનાએ એક દીકરાને જન્મ આપ્યો. જેનુ નામ જેહ અને જહાંગીર છે. કરીના અને સૈફે પોતાના બીજા દીકરાની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. તેમના પહેલા દીકરાનુ નામ તૈમૂર છે.

દીયા મિર્ઝા અને વૈભવ રેખી
દીયા મિર્ઝા માટે આ વર્ષ ડબલ ખુશીઓ લઈને આવ્યુ. આ વર્ષે પહેલા દીયા મિર્ઝાએ લગ્ન કર્યા અને લગ્નના છ મહિના પછી જ દીકરાના જન્મના સમાચાર સંભળાવીને સહુને ચોંકાવી દીધા. દીયા મિર્ઝા અને તેના પતિ વૈભવ રેખીએ 14 મે, 2021ના રોજ પોતાના ઘરમાં દીકરા સ્વરૂપે નવજાત શિશુનુ સ્વાગત કર્યુ. જો કે નવજાતની તબિયત સંભાળ્યા બાદ દીયાએ આના સમાચાર સોશિયલ મીડિયામાં બાદમાં આપ્યા હતા.

અપારશક્તિ ખુરાના અને આકૃતિ આહૂજા
અપારશક્તિ ખુરાના અને આકૃતિ આહૂજાના ઘરમાં આ વર્ષે ઓગસ્ટમાં કિલકારીઓ ગુંજી હતી. 27 ઓગસ્ટ, 2021ના રોજ ખુરાનાના ઘરમાં એક દીકરીનો જન્મ થયો જેનુ નામ અર્જોઈ એ ખુરાના રાખ્યુ. નામ વિશે ખુરાનાએ જણાવ્યુ હતુ કે અમે નામને શૉર્ટલિસ્ટ કરતા પહેલા 100થી વધુ નામો વિશે વિચાર્યુ. અમે તેને જોઈ અને જુજુ પ્રેમથી બોલાવીએ છીએ.

નેહા ધૂપિયા અને અંગદ બેદી
નેહા ધૂપિયા અને અંગદ બેદી 3 ઓક્ટોબર, 2021ના રોજ ફરીથી માતાપિતા બન્યા. સોશિયલ મીડિયા દ્વારા આ કપલે ખુદ માહિતી આપી હતી કે અમારા ઘરમાં દીકરાનો જન્મ થયો છે. નેહાને પહેલેથી જ એક સુંદર દીકરી છે જેની ઉંમર ત્રણ વર્ષ છે. બીજા બાળક અંગદે જે પોસ્ટ લખી હતી એમાં વાહેગુરુનો આભાર પણ માન્યો હતો.

પ્રીતિ ઝિંટા અને જીન ગુડઈનફ
પ્રીતિ ઝિંટા અને અમેરિકી પતિ જીન ગુડઈનફના ઘરમાં ખુશીઓએ દસ્તક દીધી છે. સરોગસી દ્વારા પ્રીતિ ઝિંટા એક વારમાં બે બાળકો એટલે કે જોડિયા બાળકોની માતા બની. 18 નવેમ્બરે સરોગસી દ્વારા દીકરા અને દીકરીને મેળવીને બંને ખૂબ ખુશ છે. પ્રીતિ ઝિંટાએ પોતાના દીકરાનુ નામ જય અને દીકરીનુ નામ જિયા રાખ્યુ છે.