• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Demand Of Scene : જ્યારે ઑનસ્ક્રીન Nude થવા મજબૂર થયાં આ એક્ટર્સ!

|

મુંબઈ, 16 જૂન : બૉલીવુડ જગતમાં સામાન્ય રીતે ન્યુડ થવાનો વિષય આવતા જ આપણા ચહેરા સામે અભિનેત્રીઓ ઉપસી આવે છે. મોટાભાગે ફિલ્મોમાં અભિનેત્રીઓ ડિમાંડ ઑફ સીન ન્યુડ કે નગ્ન થતી હોય છે, તો અમુક વધુ બોલ્ડ અભિનેત્રીઓ કે મૉડેલો મૅગેઝીનો માટે પણ ન્યુડ થતી હોય છે.

પરંતુ આજે આપણે ન્યુડ થનાર અભિનેતાઓ વિશે વાત કરવા જઈ રહ્યાં છે કે જેઓ ફિલ્મોમાં દૃશ્યની માંગ કહો કે પછી જે કંઈ કહો, નગ્ન કે ન્યુડ થયાં છે. આવા અભિનેતાઓમાં દોસ્તાનામાં જ્હૉન અબ્રાહમ, તો જેલમાં નીલ નિતિન મુકેશ અને તાજેતરમાં જ શાહિદમાં ન્યુડ થયેલ રાજકુમાર રાવનો સમાવેશ થઈ જાય છે.

ચાલો તસવીરોમાં જોઇએ ઑનસ્ક્રીન ન્યુડ થનાર અભિનેતાઓ :

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ પોતાના રોલ માટે બે વખત ઑનસ્ક્રીન સ્ટ્રિપ્ડ થયાં છે. પહેલી વાર આપણે જ્હૉનને ન્યુયૉર્ક ફિલ્મમાં ન્યુડ થતા જોયા હતાં, તો બીજી વાર તેઓ દોસ્તાના ફિલ્મમાં કંઇક આ રીતે ન્યુડ થતા જણાયા હતાં.

નીલ નિતિન મુકેશ

નીલ નિતિન મુકેશ

જેલ ફિલ્મમાં નીલ નિતિન મુકેશ આ દૃશ્યમાં સમ્પૂર્ણપણે નગ્ન થઈ જાય છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂર પોતાની પહેલી જ ફિલ્મ સાવરિયામાં ન્યુડ થયા હતાં. તેમણે એક ગીતમાં આ રીતે પોતાના નગ્ન શરીરને સફેદ કપડા વડે ઢાંક્યુ હતું.

ઋષિ કપૂર

ઋષિ કપૂર

રણબીરના પિતા ઋષિ કપૂરે જ્યારે બૉબી ફિલ્મમાં કપડા ઉતાર્યા હતાં, ત્યારે બહુ ચર્ચિત બન્યા હતાં. 70ના દાયકામાં ઋષિ દ્વારા આવુ દૃશ્ય આપવું સાહસજનક હતું.

રાહુલ બોસ

રાહુલ બોસ

સ્પ્લિટ વાઇડ ઓપન ફિલ્મમાં રાહુલ બોસે ઑનસ્ક્રીન ન્યુડ થઈ મોટા વિવાદો ઊભા કર્યા હતાં.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

નેશનલ ઍવૉર્ડ વિનિંગ ફિલ્મ કાઇ પો છેના સ્ટાર રાજકુમાર રાવ તાજેતરમાં શાહિદ ફિલ્મના એક દૃશ્યમાં ન્યુડ થયા હતાં. અહીં સુધી કે ફિલ્મના પોસ્ટરમાં પણ તેઓ ન્યુડ દેખાતા હતાં.

રજિત કપૂર

રજિત કપૂર

ટ્રેન ટૂ પાકિસ્તાન ફિલ્મમાં રજિત કપૂરે પણ નગ્ન થવુ પડ્યુ હતું. ફિલ્મના એક દૃશ્યમાં પોલીસ રજિત કપૂરના ધર્મની તપાસ કરવા માટે તેમને નગ્ન થવા મજબૂર કરે છે.

રાજ સિંહ ચૌધરી

રાજ સિંહ ચૌધરી

ગુલાલ ફિલ્મમાં રૅગિંગના દૃશ્ય માટે રાજ સિંહ ચૌધરીએ પણ ન્યુડ થવુ પડ્યુ હતું.

English summary
Get over women as there are some handsome Bollywood men who have stripped on-screen. Not only women, but men too have stripped on-screen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more