• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અભિનેત્રીનો સનસનીખેજ ખુલાસોઃ ડ્રગ્ઝ આપીને આદિત્ય પંચોલીએ કારમાં કર્યો રેપ, ત્યારે હું 17 વર્ષની હતી

|

બોલિવુડ અભિનેતા આદિત્ય પંચોલી પર હાલમાં જ એક અભિનેત્રીએ રેપનો આરોપ લગાવ્યો હતો. આ કેસની વિગતો અત્યારે સામે આવી છે અને આ મામલે અભિનેત્રીનો આરોપ છે કે તેની ડ્રિંકમાં નશાનો ડોઝ મિલાવીને તેની સાથે પંચોલીએ કારમાં રેપ કર્યો હતો. અભિનેત્રીએ પોતાની આપવીતી પણ જણાવી હતી પરંતુ ત્યારે કોઈ એક્શન નહોતી લેવામાં આવી. અભિનેત્રીએ એ પણ કહ્યુ કે તેમણે વર્ષ 2004-06 વચ્ચે એક સીનિયર આઈપીએસ ઓફિસરને પોતાની આપવીતી પણ જણાવી હતી પરંતુ ત્યારે કોઈ એક્શન લેવામાં આવી નહોતી. અંગ્રેજી અખબાર 'મિડ ડે'એ ફરિયાદ કરનાર અભિનેત્રીનું એ નિવેદન મેળવ્યુ છે જે તેણે પોલિસમાં આપ્યુ છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના રાજીનામાં બાદ કોણ બનશે કોંગ્રેસના અધ્યક્ષ? આ 4 નામ સૌથી આગળઆ પણ વાંચોઃ રાહુલ ગાંધીના રાજીનામાં બાદ કોણ બનશે કોંગ્રેસના અધ્યક્ષ? આ 4 નામ સૌથી આગળ

હું માત્ર 17 વર્ષની હતી, રેંજ રોવરમાં કારમાં કર્યો રેપ

હું માત્ર 17 વર્ષની હતી, રેંજ રોવરમાં કારમાં કર્યો રેપ

અભિનેત્રીએ પોલિસને 26 જૂનના રોજ પોતાનું નિવેદન આપ્યુ હતુ. ત્યારબાદ 27 જૂનનો રોજ FIR કરવામાં આવી હતી. નિવેદનમાં 2004ની ઘટનાઓનો ઉલ્લેખ છે. નિવેદન કંઈક આ પ્રકારે છે. ‘2004માં હું મુંબઈ આવી, સપનુ હતુ કે કોઈક દિવસ મોટી સ્ટાર બનીશ. એ વર્ષે હું આદિત્ય પંચોલીને મળી જે તે સમયે 38 વર્ષના હતા, મારાથી 22 વર્ષ મોટા અને મારી ઉંમરની દીકરી હતી. હું છોકરીઓ સાથે હોસ્ટેલમાં રહેતી હતી. 2004માં જ હું તેમની સાથે એક પાર્ટીમાં ગઈ હતી. એક ડ્રિંક લીધા બાદ મને ભારે ભારે લાગવા લાગ્યુ. મને લાગે છે કે આદિત્યએ જ તેમાં કંઈક મિલાવ્યુ હતુ. પાર્ટી બાદ આદિત્યએ મને ઘરે મૂકવા આવવાની ઑફર કરી. હું તેમની રેંજ રોવર કારમાં ગઈ. યારી રોડ પર તેમણે પોતાની કાર રોકી દીધી અને મારી સાથે શારીરિક રીતે જોર-જબરદસ્તી કરવા લાગ્યા ત્યારે હું માત્ર 17 વર્ષની હતી.'

મારા વાંધાજનક ફોટા લીધા

મારા વાંધાજનક ફોટા લીધા

આ દરમિયાન તેમણે મારા ફોટા પણ લઈ લીધા હતા. બીજી વાર જ્યારે મળ્યા તો તેમણે કહ્યુ કે આપણે પતિ-પત્નીની જેમ સંબંધમાં છે અને એ જ રીતે રહીશુ. મે ના પાડી તો તેમણે એ ફોટા બીજાને બતાવવાની ધમકી આપી દીધી. એ વખતે હું ઘણી નાની હતી અને મુંબઈમાં કોઈને ઓળખતી નહોતી એનો જ ફાયદો તેમણે ઉઠાવ્યો.

ઘણી વાર કર્યુ દુષ્કર્મ

ઘણી વાર કર્યુ દુષ્કર્મ

2004થી 2006 સુધી આદિત્યએ મને અલગ અલગ જગ્યાઓએ રાખી અને જોર જબરદસ્તીથી સંબંધ બનાવતા રહ્યા. તે દરેક વખતે મને ડ્રિંકમાં કંઈક નશો આપતા હતા. એક વાર જ્યારે મે તેમની વિરુદ્ધ ફરિયાદ કરવા જઈ રહી હતી તો તેમણે મારી ઑટો રિક્ષા રોકી અને મારવા લાગ્યા. એક રસ્તે ચાલતા વ્યક્તિએ મને તેમનાથી બચાવી હતી. મે એ સમયના પોલિસ અધિકારી બિપિન બિહારી સાથે મળીને તેમને આ વાતની માહિતી આપી હતી.

ઘરમાં ઘૂસીને તોડફોડ કરી

ઘરમાં ઘૂસીને તોડફોડ કરી

2004-05 વચ્ચે હું મારી આંટી સાથે પલ્લવી અપાર્ટમેન્ટમાં શિફટ થઈ ગઈ. પરંતુ આદિત્ય ત્યાં પણ પોતાના દોસ્તો સાથે આવતા હતા અને મારુ શોષણ કરતા હતા. તે એમએમડીએ અને એક્સટેસી ડ્રગ્ઝ આપીને મને બેહોશ કરતા હતા અને મારા ફોટા પાડતા હતા. ત્યારબાદ મે વર્સોવામાં એક ફ્લેટ લઈને એકલા રહેવાનુ શરૂ કર્યુ. પરંતુ પંચોલી ત્યાં પણ પહોંચી ગયા. તે મારા ઘરની ડુપ્લીકેટ ચાવી બનાવીને બળજબરી ત્યાં ઘૂસી આવ્યા અને દારૂના નશામાં ત્યાં તોડફોડ કરવા લાગ્યા. બાદમાં તે મને ઘરમાં લૉક કરીને જતા રહ્યા.

તેમની પત્નીએ પણ ન આપ્યો સાથ

તેમની પત્નીએ પણ ન આપ્યો સાથ

અભિનેત્રીએ જણાવ્યુ કે આદિત્ય પંચોલીની પત્ની ઝરીના વહાબને પણ આ વાતની માહિતી હતી. અભિનેત્રીએ કહ્યુ - આદિત્યની પત્નીએ મારી મદદ કરવી જોઈતી હતી પરંતુ તે કહેતી હતી કે જે કંઈ પણ આદિત્ય અને મારી વચ્ચે છે તેનાથી તેને કોઈ લેવાદેવા નથી. તેમણે જણાવ્યુ હતુ કે જ્યારે આદિત્ય ઘરે નથી હોતા ત્યારે તેમને ઘણી ખુશી થાય છે અને શાંતિ રહે છે.

English summary
Bollywood actress narrates horrifying ordeal- Aditya Pancholi drugged and raped me inside car.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X