For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેતરપિંડીના કેસમાં એક્ટ્રેસ સુરવીન ચાવલાને મળી મોટી રાહત

40 લાખના છેતરપિંડીના કેસમાં સુરવીન ચાવલાને મળી મોટી રાહત

|
Google Oneindia Gujarati News

જલંધરઃ કાયદાકીય લોચામાં ફસાયેલ સુરવીન ચાવલાને મોટી રાહત મળી છે. છેતરપિંડીના કેસમાં કોર્ટે નહિ પણ પંજાબ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સુરવીનને રાહત આપી છે. પોલીસે સુરવીન સામે ચાલી રહેલ ગુનાઓને રદ્દ કરવા જઈ રહી છે. જો કે સુરવીન વિરુદ્ધ હોશિયારપુર અદાલતમાં ચાલી રહેલ કેસ હજુ બાકી છે. સુરવીન ચાવલા અને તેના પતિ પર ધરપકડની તલવાર લટકી રહી હતી. સુરવીન અને તેના પતિ અક્ષય ઠક્કર અને ભાઈ મનવિન્દ્ર ચવલાની વિરુદ્ધ હોશિયારપુર પોલીસ સ્ટેશને લાખોની છેતરપિંડીનો કેસ દાખલ છે. આ મામલાની સુનાવણી જ હોશિયારપુરની અદાલતમાં ચાલી રહી છે.

40 લાખની છેતરપિંડી

40 લાખની છેતરપિંડી

પંજાબના હોશિયારપુર નિવાસી સતપાલ ગુપ્તા અને તેના દીકરા પંકજ ગુપ્તાએ સુરવીન પર 40 લાખની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. જો કે સુરવીન ચાવલાએ કહ્યું કે તેના વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે. સુરવીને કહ્યું કે, કોઈપણ પ્રકારની તપાસ કર્યા વિના જ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો એકદમ ખોટો છે. હું સેલિબ્રિટી હોવાથી મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. આગળની કાર્યવાહીમાં જ સત્ય સામે આવી જશે.

શું કહ્યું ફરિયાદીએ?

શું કહ્યું ફરિયાદીએ?

બીજી બાજુ ફરિયાદી સતપાલ ગુપ્તા અને પંકજ ગુપ્તા જણાવે છે કે પંજાબ અને ન્યૂઝીલેન્ડમાં તેઓ ફિલ્મ અભિનેત્રી સુરવીન ચાવલા અને તેના ભાઈ મનવિન્દર ચાવલાના સંપર્કમાં આવ્યા હતા. એમણે જણાવ્યું કે અમે નીલ બટ્ટે સન્નાટા ફિલ્મ બનાવી રહ્યા હતા. દરમિયાન સુરવીને 1 કરોડ ઈનવેસ્ટ કરવાનું કહી ફિલ્મ રિલીઝ થતાના 6 મહિનામાં જ 50-60 લાખ રૂપિયા મળી જશે અને તમારી રકમ ડબલ પણ કરી શકો છો તેમ કહ્યું હતું. કહ્યું કે સુરવીનની વાતોમાં આવીને મેં ફિલ્મ નિર્માણ કંપનીના નામે 11 લાખ અને 40 લાખ રૂપિયાનો ચેક આપી દીધો હતો. ટેક્નિકલ કારણોસર 11 લાખ મારા ખાતામાં પરત આવી ગયા પણ 40 લાખ રૂપિયા ફિલ્મ નિર્માણ કંપનીના ખાતામાં પણ દેખાઈ નહોતા રહ્યા. 22 એપ્રિલ 2016ના રોજ ફિલ્મ રિલીઝ પણ થઈ ગઈ. કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ રિલીઝના 4 મહિનામાં તમારા પૈસા પરત કરી દેવામાં આવશે. એટલું જ નહિ 40 લાખ રૂપિયા ફિલ્મ નિર્માણ કંપનીના ખાતાને બદલે સુરવીન ચાવલાના પતિ અક્ષય ઠાકુરના ખાતામાં કઈ રીતે ચાલ્યા ગયા તે પણ તપાસનો વિષય છે.

ક્રાઈમ બ્રાન્ચે રદ કર્યો કેસ

ક્રાઈમ બ્રાન્ચે રદ કર્યો કેસ

પરંતુ અદાલતમાં ચાલી રહેલા કેસની સાથે સુરવીન માટે ગુડ ન્યૂજ છે. આ મામલામાં તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાન્ચને કંઈપણ છેતરપિંડી ન થઈ હોવાનું જાણવા મળ્યું. ક્રાઈમ બ્રાન્ચના આઈજી લક્ષ્મીકાંત ઈન્સ્પેક્ટર ભૂપેન્દ્ર સિંહ દ્વારા સુરવીન ચાવલા અને અન્ય લોકો વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશન હોશિયારપુરમાં આ વર્ષે 3મેના રોજ ધારા 420 અંતર્ગત દાખલ કેસની તપાસ કરવામાં આવી. તપાસમાં હેરાફેરીનો મામલો સામે ન આવ્યો. પૈસાના લેણ-દેણ સંબંધી આરોપોના આધારે આરોપીઓ વિરુદ્ધ દાખલ FIR રદ કરવાનો સિટી પોલીસને આદેશ આપી દેવામાં આવ્યા છે.

પહેલી વાર સામે આવી સેક્સી નાગિનની તસવીરો, નહિ હટાવી શકો નજરપહેલી વાર સામે આવી સેક્સી નાગિનની તસવીરો, નહિ હટાવી શકો નજર

English summary
Bollywood actress Surveen Chawla gets big relief in fraud case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X