• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બૉલીવુડ અભિનેત્રીઓ અને તેમના હૉટ ટૅટૂ

|

મુંબઈ, 21 સપ્ટેમ્બર : માણસ કાયમ જ કઈંકને કઈંક અલગ કરવા માટે જાણીતો છે. એવી જ વિચિત્ર વસ્તુઓમાંની એક વસ્તુ છે શરીર ઉપર ટૅટુ ચિતરાવવું. આજે ભલેને આ નવું ફેશન ટ્રેન્ડ બની ગયું હોય, પણ શરીરે ટેટૂ ચિતરાવવું કોઈ નવી વાત નથી. માણસ શરીર ઉપર ટેટૂ આદિમ કાળથી ચિતરાવતો આવ્યો છે.

અગાઉના જમાનામાં આ ટૅટુ એવું દર્શાવતા હતાં કે માણસ એ સમાજમાં શું હેસિયત ધરાવે છે, જ્યાં તે રહે છે. અગાઉ આ ટૅટૂ માણસના પોતાના સમાજમાં વર્ચસ્વ, તેના ધર્મ, તેના વ્યક્તિત્વને દર્શાવતા હતાં.

આજે જો ટેટૂ અને ટેટૂ પ્રેમની વાત આવે, તો હૉલીવુડ બાદ આપણું બૉલીવુડ પણ તેનાથી પોતાને દૂર નથી રાખી શક્યું. આપને જણાવી દઇએ કે અગાઉ હૉલીવુડના ઘણાં જાણીતા સિતારાઓ પોતાના ટેટૂ પ્રેમ માટે જાણીતા હતાં. તેમાંથી ઘણાં એવા હતાં કે જેમણે પોતાના શરીરના જુદા-જુદા ભાગોએ ક્યાંક પોતાના પતિ, ક્યાંક પોતાની પત્ની, તો ક્યારેક પોતાના બાળકોનું નામ ચિતરાવ્યું રાખ્યુ હતું. આજે પણ ઘણા હૉલીવુડ સ્ટાર્સ એવાં છે કે જેમના શરીરે સંસ્કૃત, ટ્રાઇબલ, ચાઇનીઝ ભાષાના અક્ષરો ચિતરેલાં છે. આ ટેટૂ એક બાજુ તેમને સેક્સ અપીલ આપે છે, તો બીજી બાજં તેમને બીજા કરતાં વધુ ખાસ બનાવે છે.

ખેર આ તો વાત થઈ હૉલીવુડની. આવો જોઇએ આપણા બૉલીવુડ સ્ટાર્સને કે જેમણે ટૅટૂ ચિતરાવ્યાં છે.

જંગલી બિલાડી પ્રિયંકા

જંગલી બિલાડી પ્રિયંકા

બૉલીવુડની જંગલી બિલાડી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ પોતાની જમણી હથેળી પાસે ટેટૂ ચિતરાવ્યું છે. આ ટેટૂ અંગ્રેજી ભાષામાં છે. પ્રિયંકાએ આ ટેટૂ પોતાના પિતાને અર્પણ કર્યું છે. પિગ્ગી ચૉપ્સે આ ટેટૂના માધ્યમથી જણાવ્યું છે કે તે પોતાના પિતાની નાની બાળકી છે. ટેટૂમાં સ્પષ્ટ લખેલું છે કે ડેડી જીસ લિલ ગર્લ. આ ટેટૂ પછી સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ ટેટૂ પછી પ્રિયંકાના પિતા તેને વધુ પ્રેમ આપવા લાગશે કે પછી આ માત્ર એક પબ્લિસિટી સ્ટંટ છે. જે કઈં હોય, જ્યારથી પ્રિયંકાએ આ ટેટૂ ચિતરાવ્યું છે, ત્યારથી તે એ વાતની ભરપૂર કોશિશ કરી રહે છે કે કેમ કરીને વધુમાં વધુ લોકો આ ટેટૂ જોઈ લે.

પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન

પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન

પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન પોતાના ટેટૂ પ્રેમને કારણે બૉલીવુડમાં ખાસ મુકામ ધરાવે છે. પૂર્વ મિસ યુનિવર્સે પોતાના નમણા શરીરના જુદા-જુદા ભાગોએ એક નહિં, પણ પાંચ ટેટૂ ચિતરાવ્યાં છે. જો સુષ્મિતાના ટેટૂ પર એક દૃષ્ટિ નાંખવામાં આવે, તો ટેટૂ તેના જમણા હાથે છે. તેમાં તેણે અંગ્રેજીનો પહેલો અક્ષર કટાર સ્વરૂપે ચિતરાવ્યો છે. પોતાના બીજા કાંડે લેટિન ભાષામાં સોલી ડિયો ગ્લોરી ચિતરાવ્યું છે. સાથે જ આ જ કાંડે તેણે એક બીજું ટેટૂ પણ ચિતરાવ્યું છે, જે અંગ્રેજીમાં છે. તો આવી વાતોથી સ્પષ્ટ છે કે સુષ્મિતાને ટેટૂ સાથે ઘણો જ લગાવ છે.

ધરમ પાજીની ગરમ દીકરી ઈશા દેઓલ

ધરમ પાજીની ગરમ દીકરી ઈશા દેઓલ

ધરમ પાજી અને હેમા માલિનની દીકરી ઈશા દેઓલ પણ ટેટૂની ખાસ શોખીન છે. ઈશાએ પોતાના જમણા ખભે એક મોટું ઓમનું ટેટૂ અને ડાબા ખભે ગાયત્રી મંત્ર ચિતરાવ્યું છે. આપને જણાવી દઈએ કે એક ઇંટરવ્યૂ દરમિયાન ઈશાએ સ્વીકાર્યુ હતું કે જ્યારથી તેણે આ બંને ટેટૂ ચિતરાવ્યાં છે, ત્યારથી તેને પોતાની અંદર એક નવી ઉર્જા મળી છે અને તે હવે પહેલા કરતાં વધુ સાહસી થઈ ગઈ છે. ઈશા માટે અમે બસ એટલી જ દુઆ કરીશું કે તેમના વૈવાહિક જીવન ઉપર પણ આ ટેટૂઝની કૃપા જળવાઈ રહે અને તે એક કુશળ ગૃહિણી બને.

ટેટૂને કારણે વિવાદે ચગી મંદિરા

ટેટૂને કારણે વિવાદે ચગી મંદિરા

તમને ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની પેલી છોકરી જરૂર યાદ હશે કે જે ફિલ્મના અભિનેતા શાહરુખ ખાનને જ્યારે પણ જોતી હતી, શરમથી પાણી-પાણી થઈ જતી હતી. ઓળખાણ પડી? તમને દૂરદર્શનની શ્રેણી શાંતિ જરૂર યાદ હશે, જેમાં મુખ્ય પાત્ર ભજવતી હતી મંદિરા બેદી. આ શાંત દેખાતી અભિનેત્રી રીલ લાઇફ કરતાં રીયલ લાઇફમાં અલગ છે. શું આપને ખબર છે કે મંદિરાએ પણ પોતાના હૉટ શરીરે કુલ બે ટેટૂ ચિતરાવ્યાં છે. એક પોતાની ડૂટી ઉપર, જેમાં તેણે ઓમકાર ચિતરાવ્યું છે, જેને પગલે તેને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેનું બીજુ ટેટૂ પંજાબી સમુદાયનો પવિત્ર ચિહ્ન છે. તેના કારણે પણ તેને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

પૂર્વ ટેનિસ ખેલાડી પ્રકાશ પાદુકોણેની પુત્રી અને બૉલવુડની હૉટ એન્ડ સેક્સી અભિનેત્રી દીપિકા પાદુકોણે જે વખતે રણબીર સાથે ડેટિંગ કરી રહી હતી, ત્યારે તેણે પોતાના પ્રેમને જાહેર કરતાં રણબીરના નામનું મોટું જ સેક્સી ટેટૂ પોતાના ગળાના નીચેના ભાગે ચિતરાવ્યુ હતું. તેમાં દીપિકાએ અંગ્રેજીના બે અક્ષરો આર અને કે બહુ જ સુંદર રીતે પોતાના શરીરે ચિતરાવ્યા હતાં. આજે ભલે રણબીર દીપિકા પાસે નથી, પણ યાદગીરી તરીકે તેમના નામનું ટેટૂ જરૂર તેની પાસે છે.

દરેક ટેટૂનુ જુદુ લૉજિક

દરેક ટેટૂનુ જુદુ લૉજિક

એમ તો ટેટૂના ચાહકો ઘણાં છે. આ ચાહકોને બીજાના શરીરે ચિતરાવેલુ ટેટૂ આકર્ષે છે. પણ આ દરેક માણસના વશની વાત નથી કે તે પેલા દર્દને સહન કરી શકે, જેનો સામનો ટેટૂ ચિતરાવતા કરવો પડે છે. તેને માટે આપણે જાણીતા ટીવી એંકર બાની જેના સાહસને સલામ કરવો રહ્યો. એમ ટીવીના લોકપ્રિય રિયાલિટી શો રોડીઝ દ્વારા ઘરે-ઘરે લોકપ્રિય થયેલી અને પછી આ જ ચેનલની વીજે બનનાર બાની આજે પોતાના શરીરે એક ડઝન કરતા વધુ ટેટૂ ધરાવે છે. બાનીનું માનવું છે કે તેના દરેક ટેટૂનું પોતાનું એક જુદુ લૉજિક છે.

અહાનાની છાતીએ ડેવિલ

અહાનાની છાતીએ ડેવિલ

ઈશા દેઓલની બહેન તેમજ ડ્રીમગર્લ હેમામાલિનીની નાની દીકરી અહાના પણ પોતાની મોટી બહેના પગલે ચાલી રહી છે. પણ તેનો અંદાજ બેન ઈશા કરતાં જુદો છે. બેન ઈશા પોતાના ટેટૂ દ્વારા એ જણાવી ચુકી છે કે તે હિન્દૂ ધર્મમાં બહુ આસ્થા ધરાવે છે, જ્યારે અહાનાએ પોતાની જમણી છાતીએ વક્ષ રેખાની નીચે એક નાનું અને બહુ પ્યારુ ડેવિલ ચિતરાવ્યું છે. અહાનાના ટેટૂથી આ વાતનો અંદાજો સારી પેટે લગાવી શકાય કે અહાના બહુ જ કૂલ સ્વભાવની મસ્ત અને જૉલી છોકરી છે. આ ઉપરાંત અહાનાએ પોતાના પગમાં પણ એક સુંદર ટેટૂ ચિતરાવ્યું છે.

શ્રુતિનો પોતાના નામ સાથે લગાવ

શ્રુતિનો પોતાના નામ સાથે લગાવ

સાઉથના સુપર સ્ટાર તેમજ પોતાના અભિનય વડે સૌને આકર્ષનારા અભિનેતા કમલ હસનની પુત્રી શ્રુતિ હસન પણ ટેટૂના જાદૂથી બચી શકી નથી અને હૉટ તેમજ સેક્સી દેખાવાના ચક્કરમાં તેણે પણ પોતાના શરીરે એક ટેટૂ ચિતરાવ્યું. હા જી, શ્રુતિએ પોતાના ખભાની થોડીક નીચે પોતાના જ નામને તામિળ ભાષામાં ચિતરાવ્યું છે કે જે દેખાવામાં બહુ જ કૂલ છે. આ ટેટૂ શ્રુતિના સૌંદર્યને ચાર ચાંદ લગાવે છે.

બહુ જ ખાસ જગ્યાએ છે મુન્નીનું ટેટૂ

બહુ જ ખાસ જગ્યાએ છે મુન્નીનું ટેટૂ

ફિલ્મ દબંગના આઇટમ નંબર મુન્ની બદનામ હુઈમાં દેખા દેનારી અને અભિનેતા અરબાઝ ખાનની પત્ની તેમજ સલમાન ખાનની ભાભી મલ્લાઇકા અરોરા ખાન પણ ટેટૂમાં રસ ધરાવે છે. પોતાના આ જ શોખને પગલે મલ્લાઇકાએ પોતાની સૌથી ખાસ જગ્યા બટ્સ એટલે કે થાપાથી સહેજ ઊપર એક એંજલ બનાવડાવી છે. તેમાં તેણે પોતાનું નામ લખ્યું છે. મલ્લાઇકાનું આ ટેટૂ સ્વાહિલી ભાષામાં છે. જ્યારે પણ મોકો મળે, મલ્લાઇકા પોતાના આ ટેટૂને લોકો વચ્ચે બતાવવાનું નથી ચૂકતી.

કગનાનું વૉરિયર એંજલ ટેટૂ

કગનાનું વૉરિયર એંજલ ટેટૂ

વાત જો બૉલીવુડ એક્ટ્રેસ તથા ટેટૂની હોય અને તેમાં જો અભિનેત્રી કંગના રાણાવતનું નામ ન આવે, તો મઝા નહિં આવે. કંગનાએ પોતાના ગળાની નીચે એક વૉરિયર એંજલનું ટેટૂ બનાવડાવ્યું છે. આ ટેટૂ કંગનાના હુશ્નમાં વધુ ઇજાફો કરે છે. આ ટેટૂ ચિતરાવતી વખતે કંગનાએ જણાવ્યુ હતું કે આ ટેટૂ તેની માટે બહુ ખાસ છે, કારણ કે આ ટેટૂ તેના સ્વભાવને અનુકૂળ છે. આ ટેટૂ દર્શાવે છે કે કંગના પોતાની જાતને બહુ જ સ્વિટ પણ પાવરફુલ, હોંશિયાર, સેક્સી, સ્વાવલંબી ગણે છે. આ ઉપરાંત કંગનાએ એક ટેટૂ પોતાના પગની નીચેના ભાગે ચિતરાવ્યું છે.

English summary
There are good number of actresses in Bollywood who love to have tattoos on their body to express their hot attitudes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more