• search

શ્રદ્ધા, કૃતિ, વાણીનો ટ્રેડિશનલ અવતાર, રણવીરનો ખાસ અંદાજ

By Shachi
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  હાલ લેકમે ફેશન વિક વિંટર ફેસ્ટિવ 2017 ચાલી રહ્યું હતું. આ ફેશનવિકમાં બોલિવૂડની વિવિધ એક્ટ્રેસિસનો ટ્રેડિશનલ અને ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. 16 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન યોજાયેલ આ ફેશનવિકમાં દિયા મિર્ઝા, વાણી કપૂર, શ્રદ્ધા કપૂર, કૃતિ સૅનન, ડાયના પેન્ટી, પૂજા હેગડે, રણવીર સિંહ વગેરે જેવા સ્ટાર્સે વિવિધ ડિઝાઇનર્સ માટે રેમ્પ વોક કર્યું હતું. આ હિરોઇન્સના ડિઝાઇનર લૂક્સ અને તસવીરો માટે આગળ વાંચો.

  દિયા મિર્ઝા

  દિયા મિર્ઝા

  બોલિવૂડ ફિલ્મોથી દૂર રહેતી દિયા મિર્ઝા આજકાલ મોડેલિંગ ક્ષેત્રે ખાસી એક્ટિવ જોવા મળી રહી છે. લેકમે ફેશનવિકના છેલ્લા દિવસે તે ફેબિઆનાના સિંપલ વ્હાઇટ અનારકલીમાં જોવા મળી હતી. આ પહેલા ઇન્ડિયા કોશર વિક 2017માં દિયા મિર્ઝાનો દુલ્હનનો લૂક લોકોને ખૂબ પસંદ પડ્યો હતો.

  કૃતિ સૅનન

  કૃતિ સૅનન

  લેકમે ફેશનવિકમાં કૃતિ સૅનનનો પાર્ટીવેર લહેંગા ચોલીનો આઉટફિટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ફ્લોરલ પ્રિન્ટેડ ડાર્ક બ્લૂ કલરના લહેંગા ચોલીમાં કૃતિ ખૂબ ક્લાસી અને હોટ લાગી રહી હતી. તેણે ડિઝાઇનર અર્પિતા મહેતા માટે રેમ્પ વોક કર્યું હતું.

  શ્રદ્ધા કપૂર

  શ્રદ્ધા કપૂર

  ડિઝાઇનર રાહુલ મિશ્રા માટે રેમ્પ પર ઉતરેલ શ્રદ્ધા કપૂરે 'બર્ડ સોંગ' કલેક્શનનો શોસ્ટોપર ડ્રેસ પહેર્યો હતો. ફ્લોરલ પ્રિન્ટેડ રેડ એન્ડ વ્હાઇટ લહેંગામાં શ્રદ્ધા ખૂબ સુંદર અને એલિગન્ટ લાગી રહી હતી.

  સૈયામી ખેર અને એલી અવરામ

  સૈયામી ખેર અને એલી અવરામ

  'મિર્ઝિયા' ફેમ એક્ટ્રેસ સૈયામી ખેરે અહીં ડિઝાઇનર નચિકેત બાર્વેના લેટેસ્ટ બ્રાઇડલ કલેક્શન માટે રેમ્પ વોક કર્યું હતું. લેયર્ડ બ્લ્યૂ લહેંગામાં સૈયામી અત્યંત ક્લાસી અને ટ્રેન્ડી લાગી રહી હતી. તો બીજી બાજુ એલિ એવરામે ડિઝાઇનર મનોજ અગ્રવાલ માટે રોયલ બ્રાઇડનો લૂક ધારણ કર્યો હતો. રેડ કલરના ઝરી એમ્બ્રોઇડરી લહેંગા ચોલી સાથે એલીએ ક્લાસિક બ્રાઇડલ જ્વેલરી પહેરી હતી.

  રણવીર સિંહ

  રણવીર સિંહ

  રણવીર સિંહ એવો એક્ટર છે, જે પોતાના લૂક્સ સાથે એક્સપરિમેન્ટ કરતાં બિલકુલ અચકાતો નથી અને લોકો ગમે તે કહે, પરંતુ તે દરેક પ્રકારના આઉટફિટ અને લૂકને ખૂબ કોન્ફિડન્સ સાથે કેરી કરે છે. તેણે અહીં ડિઝઆઇનર મનિષ અરોરા માટે રેમ્પ વોક કર્યું હતું. મનિષ અરોરા પોતાની યુનિક ડિઝાઇન અને તેમાં કલરફુલ ટચ માટે જાણીતા છે.

  વાણી કપૂર

  વાણી કપૂર

  વાણી કપૂરે સોનમ અને પારસ મોદી માટે રેમ્પ વોક કર્યું હતું. રેડ કલરના સ્લિવલેસ લહેંગા ચોલીમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી. પોલ્કા ડોટ અને એમ્બ્રોઇડરી વર્કવાળા લહેંગા ચોલી સાથે વાણીએ ટ્રેડિશનલ ગોલ્ડ જ્વેલરીની જગ્યાએ મેટાલિક વેસ્ટ બેલ્ટ, ઇયરરિંગ્સ અને રિંગ પહેરી હતી.

  પૂજા હેગડે અને ડાયેના પેન્ટિ

  પૂજા હેગડે અને ડાયેના પેન્ટિ

  આ બંન્ને એક્ટ્રેસિસે મોનિકા અને કરિશ્મા તથા શ્રિયા સોમ અને સોનાક્ષી રાજ એમ 4 ડિઝાઇનર્સની ટીમ દ્વારા તૈયાર થયેલ કલેક્શન માટે રેમ્પ વોક કર્યું હતું. પૂજા હેગડેએ ગોલ્ડન એમ્બ્રોઇડરીવાળો ટ્રેડિશનલ અને ટ્રેન્ડી આઉટફિટ પહેર્યો હતો તો ડાયના પેન્ટિ સિલ્વર વ્હાઇટ કલરના સુંદર ગાઉનમાં જોવા મળી હતી. આ ડિઝાઇન્સની ખાસિયત હતી હેન્ડીક્રાફ્ટેડ લેસ વર્ક.

  નરગિસ ફકરી

  નરગિસ ફકરી

  લેકમે ફેશનવિકના ચોથા દિવસે એક્ટ્રેસ નરગિસ ફકરીનો હોટ ટ્રેડિશનલ અવતાર રેમ્પ પર જોવા મળ્યો હતો. ડિઝાઇનર અનુશ્રી રેડ્ડીએ પોતાના આ લેટસ્ટ બ્રાઇડલ કલેક્શનમાં રેડ, ગ્રીન, ઓરેન્જ જેવા ટ્રેડિશનલ કલર્સની જગ્યાએ પેસ્ટલ કલર્સનો ઉપયોગ કર્યો હતો. લાઇમ યલો કલરના લહેંગા અને શિમરી સિલ્વર ચોલીમાં નગરિસ અત્યંત સુંદર લાગી રહી હતી.

  English summary
  Many Bollywood actresses ramp walked in the Lakme Fashion Week Winter/Festive 2017.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more