શારિરીક હિંસાનો ભોગ બનેલી બોલીવુડની હસીન બલાઓ
બોલીવુડમાં એવી અનેક હસ્તીઓ છે જેમનું તેમના મિત્રો અને પરિવારના સભ્યો દ્વારા સંબંધોની આડમાં ક્યારેક શારીરિક શોષણ કરવામાં આવ્યું હોય.
મહિલાઓ સામેની હિંસા માત્ર સમાજના નીચલા ગણાતા વર્ગમાં જ થાય છે એવું નથી. આ દેશમાં સુંદર અને આર્થિક રીતે સુખી ગણાતી મહિલાઓ પણ તેનો ભોગ બને છે.
આવી જ કેટલીક બોલીવુડ અભિનેત્રીઓ અને સેલિબ્રિટીઓની વાત અહીં કરવામાં આવી છે...

ઐશ્વર્યા રાય
સલમાન ખાન સાથેના સંબંધો દરમિયાન સલમાને અનેકવાર તેનો હાથ ઉઠાવ્યો હતો તેવું ઐશ્વર્યાનું કહેવું છે.

શ્રુતિ હસન
શ્રુતિ હસન જ્યારે મુંબઇમાં હતી ત્યારે એક ચાહકે તેના પર હુમલો કર્યો હતો. શ્રુતિએ તેને ધક્કો માર્યો હતો અને તેનો હાથ દરવાજા વચ્ચે કચડી નાખ્યો હતો.

કલ્કિ કોચલીન
એક કાર્યક્રમમાં કલ્કિએ જણાવ્યું હતું કે કિશોરાવસ્થામાં તેનું કેવું શોષણ થયું હતું. તે આવા બાળકો પોતાની સમસ્યાઓ વિશે બોલતા થાય તેવું ઇચ્છે છે.

અમિષા પટેલ
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક જ્વેલરી શો રૂમના ઉદઘાટનમાં ભારે ભીડ દરમિયાન એક પુરુષે તેમને સ્પર્શવાનો પ્રયત્ન કરતા અમિષાએ તેને લાફો માર્યો હતો.

નગ્મા
ઉત્તર પ્રદેશના હારપુરમાં કોંગ્રેસ માટે પ્રચાર કરતા સમયે કોંગ્રેસી નેતા ગજ રાજ શર્માએ જાહેરમા તેમનું ચુંબન લીધું હતું. આ ઘટનાથી અવાક બનેલા નગ્મા તાત્કાલીક ત્યાંથી નીકળી ગયા હતા.

જિયા ખાન
જિયા ખાને પોતાની આત્મહત્યાની ચિઠ્ઠીમાં કોઇનું નામ લખ્યા વિના જણાવ્યું હતું કે તેમના બોયફ્રેન્ડે તેમને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને તેમનું શારીરિક શોષણ કર્યું હતું.

પૂજા ભટ્ટ
કેટલાક વર્ષો પહેલા રણવીર શૌરી પૂજા ભટ્ટ સાથે ડેટિંગ કરતો હતો. ત્યારે તેણે પૂજાનો માનભંગ કરવા પ્રયત્ન કર્યો હતો.

ઝીનત અમાન
ઝીનત અમાન ઘરેલુ હિંસાનો ભોગ બન્યા હતા. તેમના પ્રથમ પતિ સંજય ખાને તેમને એવો માર માર્યો હતો કે તેમની આંખ પર હજી ઘા રહી ગયો છે. તેમના બીજા પતિ મઝહર ખાન પણ તેમની માર પીટ કરતા હતા.

સારિકા
સારિકાનું નાનપણ ગરીબીમાં વીત્યું છે. આ કારણે ચાર વર્ષની વયથી તેઓ ફિલ્મોમાં કામ કરતા આવ્યા છે. તેમનું કુટુંબ તેમના પર નભતું હતું. તેમના માતા તેમને ફિલ્મોમાં કામ કરવા માટે મારતા હતા.

નંદિતા ઓમ પુરી
બોલીવુડ અભિનેતા ઓમ પુરી તેમના પત્ની નંદિતા પુરીને માર મારતા હોવાથી એક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

ગીતિકા ત્યાગી
અભિનેત્રી ગીતિકા ત્યાગીએ રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી ફિલ્મ જોલી એલએલબીના ડાયરેક્ટર સુભાષ કપૂર પર તેમનું શારીરિક શોષણ કરવાનો આરોપ મુક્યો છે. આ બાબતમાં તેણે ડાયરેક્ટરને થપ્પડ પણ મારી હતી.

નિકુંજ મલિક
નિકુંજ મલિકે તેના કાકા અને પિતરાઇ ભાઇ સામે આરોપ લગાવ્યો છે કે તેઓ તેને મનોરંજન ઉદ્યોગ છોડી દેવા માટે દબાણ લાવે છે. આ માટે તેઓ તેની માતાને પણ ધમકી આપે છે. નિકુંજ મલિક આગામી ફિલ્મ 'રિવોલ્વર રાની'માં જોવા મળશે.

યુક્તા મુખી
પૂર્વ મિસ યુનિવર્સ યુક્તા મુખીએ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિ તેને ખુબ ખરાબ રીતે માર મારતા હતા.