નવરાત્રિમાં કયા બોલીવુડ સ્ટારની રાસલીલા મચાવશે ધુમ?

Posted By:
Subscribe to Oneindia News

આપણો દેશ તહેવારોનો દેશ છે. અને બોલીવુડ ફિલ્મોમાં સમાજના દરેક તહેવારની ઝલક જોવા મળે છે. બોલીવુડ કોઇ પણ ઉત્સવ માટે નાનુ નથી પડતુ. જ્યાં એક તરફ આજથી નવરાત્રાની શરૂઆત થઇ ગઇ છે. નવરાત્રામાં ગરબાથી લઇને ડાંડિયાની ધૂમ રહેશે. પાર્ટી પ્લોટ્સમાં બોલીવુડ ગરબા અને બોલીવુડ ગીતોની ધૂમ રહેશે. કહી શકાય કે બોલીવુડ સોન્ગ વગર કોઇ પણ ગરબા અને ડાંડિયાની મઝા ફીક્કી રહી જાય છે.

તો બસ વનઇન્ડિયાએ પણ ફટાફટ બોલીવુડ ગરબા ડાંડિયાના ગીતોનું લીસ્ટ તૈયાર કરી લીધુ છે. તો તમે પણ સ્લાઇડરની મદદથી પસંદ કરી લો કે તમારે કયા બોલીવુડ ગીત પર ઝૂમવુ છે. જો કે આમ તો, સલમાન ખાન અને ઐશની રાસલીલા આગળ સોનમ કપૂર અને સલમાનની પ્રેમલીલા થોડી ફિક્કી પડી રહી છે. પરંતુ દિપીકા પાદુકોણ અને રણવીર કપૂરની રામલીલા આગળ તો કોઇ પણ નથી ટકી શક્યું.

 

તો આવો જોઇએ બોલીવુડ ફિલ્મોના ગીતોમાં ગુજ્જુ ગરબા-ડાંડિયા બીટ્સનો તડકો.

રામ લીલા કે પછી રાસ લીલા
  

રામ લીલા કે પછી રાસ લીલા

આજથી શરૂ થઇ રહેલા ગરબા અને ડાંડિયાના માહોલમાં અમે તમારા માટે લાવ્યા છીએ કેટલાક બેસ્ટ બોલીવુડ સોંગ જેને ડાઉનલોડ કરીને તમે પણ ઘરે જ બોલીવુડ સ્ટાઇલ ડાંડિયા પાર્ટીની મજા માણી શકો છો.

હાલો રે
  

હાલો રે

"પ્રેમ રતન ધન પાયો"નું આલબમ રિલીઝ થઇ ચૂક્યું છે. આખા આલબમ પર નવરાત્રા મનાવી શકાય છે, પણ તેમા "હાલો રે"...ગરબા અને ડાંડિયા માટે બેસ્ટ છે.

ઢોલી તારો
  
 

ઢોલી તારો

આવા અવસરોમાં "હમ દિલ દે ચુકે સનમ"નું ઢોલી તારો ઢોલ વાગે હંમેશા માટે ફેવરીટ છે. અને એટલે જ આ સોંગ લીસ્ટમાં સૌથી ઉપર છે.

રાધા કૈસે ના જલે
  

રાધા કૈસે ના જલે

જો ગરબા અને ડાંડિયાની જ વાત થઇ રહી છે, તો "લગાન" ફિલ્મની કિસન કનૈયાની આ રાસલીલાને કેવી રીતે ભૂલી શકાય.

ગરબે કી રાત
  

ગરબે કી રાત

ફિલ્મ "દિલ હી દિલ મેં"નું ગીત-ચાંદ આયા ઝમી પર આજ ગરબે કી રાત મેં..ધીમી બીટ્સ માટે પરફેક્ટ છે.

ડોલા ડોલા મન ડોલા
  

ડોલા ડોલા મન ડોલા

તમે કદાચ નહીં જાણતા હોવ પરંતુ અમે તમને જણાવી દઇએ કે બલ્લે બલ્લે અમૃતસર યુ એલ એનું આ ગીત બેસ્ટ ડાંડિયા સોન્ગ છે.

ઘુંઘટ મેં ચાંદ હોગા
  

ઘુંઘટ મેં ચાંદ હોગા

ખુબસુરત ફિલ્મમાં ઉર્મિલા માંતોડકર જેટલી સરસ લાગતી હતી, એટલું જ સરસ આ ગીત પણ હતુ.

નિંબુડા
  

નિંબુડા

"હમ દીલ દે ચુકે સનમ" ફિલ્મનું આ ફાસ્ટ બીટ્સ સોન્ગ ગરબા-ડાંડિયાથી લઇને દરેક ઉત્સવ માટે પરફેક્ટ છે.

ઓ રી ગોરી
  

ઓ રી ગોરી

ઋત્વિક રોશન અને અમિષા પટેલની આ ફિલ્મ ચાલી હોય કે ના ચાલી હોય, પણ ફિલ્મનું ઓ રી ગોરી ગીત સારૂં ડાંડિયા સોન્ગ છે.

નગાડે સંગ ઢોલ બાજે
  

નગાડે સંગ ઢોલ બાજે

દિપીકા પાદુકોણનું આ સોન્ગ કોઇપણ ડાંડિયા ઉત્સવનું હાઇલાઇટ સોન્ગ બની શકે છે. અને એટલે જ તેને આખર સુધી બચાવીને રાખવું. પરંતુ બેસ્ટ તો હજી પણ બાકી છે.

શુભારંભ
  

શુભારંભ

જો પરફેક્ટ ગુજરાતી ફ્લેવર જોઇએ તો આનાથી બેસ્ટ શું હોઇ શકે. ફિલ્મ "કાઇ પો છે"નું શુભારંભ સોન્ગ બેસ્ટ ડાંડિયા સોન્ગ છે.

English summary
Bollywood best navratri songs dholi taro prem leela ram leela
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.