Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેની હાલત નાજુક, નિધનના સમાચારોનુ દિકરીએ કર્યુ ખંડન, પ્રાર્થના કરવાની કરી અપીલ

હિન્દી ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેની હાલત નાજુક છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી હૉસ્પિટલમાં ભરતી છે.

હિન્દી ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેની હાલત નાજુક છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી હૉસ્પિટલમાં ભરતી છે. તેમની દીકરીએ જણાવ્યુ કે હાલત ઘણી નાજુક છે અને તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેમણે લોકોને પિતાની સલામતી માટે પ્રાર્થના કરવાની અપીલ કરી. નોંધનીય છે કે અભિનેતા વિક્રમ ગોખલેના નિધનના સમાચારો વચ્ચે બૉલિવુડમાંથી શોક સંદેશ પણ આવવા લાગ્યા હતા. પરંતુ બાદમાં તેમની દીકરીએ મોતના સમાચારોનુ ખંડન કરીને તેને અફવા ગણાવી હતી.

Vikram Gokhale

અભિનેતા વિક્રમ ગોખલેને પૂણેની દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ તેમની હાલત ઘણી ક્રિટિકલ છે અને તેમની સ્થિતિ વધુ બગડી રહી છે. વિક્રમ ગોખલેની આ સ્થિતિ દરમિયાન તેમની હેલ્થને લઈને ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. એવામાં ગોખલેની દીકરીએ લોકોને અફવા ન ફેલાવવા અપીલ કરી અને કહ્યુ કે તે તેમની સલામતી માટે પ્રાર્થના કરે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ દીનાનાથ મંગેશકર હૉસ્પિટલના ડૉક્ટર ધનંજય કેલકરે પણ મૃત્યુના સમાચારને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ગોખલેના મૃત્યુના સમાચાર "સાચા નથી". નોંધનીય છે કે ગુરુવારે મોડી રાત્રે પીઢ અભિનેતાના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર સામે આવ્યા. આ પછી અજય દેવગન, રિતેશ દેશમુખ, અલી ગોની, જાવેદ જાફરી સહિત અનેક બૉલિવુડ સેલિબ્રિટીઓએ ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો હતો.

લગભગ 15 દિવસથી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિક્રમ ગોખલેની તબિયતમાં પહેલા સુધારો થવા લાગ્યો હતો પરંતુ થોડા દિવસની તેમની હાલત ફરીથી બગડી ગઈ અને હવે તેઓ ઘણી ક્રિટિકલ હાલતમાં છે. બીમારી વિશે કોઈ વિગતવાર માહિતી બહાર આવી નથી. હૉસ્પિટલે પણ તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યુ નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X