હવે તમામ બોલિવૂડ એક્ટ્રેસ ફોલો કરી રહી છે આ ટ્રેન્ડ!

Written By:
Subscribe to Oneindia News

દીપિકા પાદુકોણની આ વર્ષની મચ અવેઇટેડ ફિલ્મ 'પદ્માવતી'નો ફર્સ્ટ લૂક સામે આવી ગયો છે. દીપિકાનો રાણી પદ્માવતીનો અવતાર લોકોને ખૂબ પસંદ પડ્યો છે. ફિલ્મના આ પોસ્ટરમાં રોયલ આઉટફિટ અને હેવી જ્વેલરી સિવાય જે એક વસ્તુએ સૌનું ધ્યાન ખેંચ્યુ, તે હતી દીપિકાની આયબ્રો. આ પોસ્ટરમાં દીપિકા યુનિબ્રો સ્ટાયલમાં જોવા મળી હતી. શું હવે બોલિવૂડ એક્ટ્રેસિસ ધીર-ધીરે આ સ્ટાયલ ફોલો કરી રહી છે? મોટા પડદે છેલ્લા કેટલાક સમયમાં હિરોઇન્સ આ સ્ટાયલમાં જોવા મળી છે.

કાજોલ

કાજોલ

કાજોલ શરૂઆતથી જ ફિલ્મોમાં પોતાની યુનિબ્રો સાથે જ જોવા મળી છે અને તેને પોતાની સુંદરતા અને હિંમત માટે અનેક કોમ્પલિમેન્ટ્સ પણ મળ્યા છે. બોલિવૂડમાં ફેશન અને ટ્રેન્ડની વ્યાખ્યા સતત બદલાતી રહી છે. યુનિબ્રો બોલિવૂડમાં જરા પણ ફેશનમાં નહોતી, ત્યારથી કાજોલ આ લૂકમાં મોટા પડદે કોન્ફિટન્ડલી જોવા મળી રહી છે. ત્યાર બાદ હવે ધીરે-ધીરે આ ટ્રેન્ડ ફોલો કરતી હિરોઇન્સની સંખ્યા વધી છે.

પ્રિયંકા ચોપરા - વોટ્સ યોર રાશિ

પ્રિયંકા ચોપરા - વોટ્સ યોર રાશિ

ફિલ્મ 'વોટ્સ યોર રાશિ'માં પ્રિયંકા જુદા-જુદા 12 અવતારમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં મકર રાશિની યુવતીના રોલમાં તે યુનિબ્રો સ્ટાયલમાં નજરે પડી હતી. દર્શકોને આ લૂક ખાસ પસંદ નહોતો પડ્યો, પરંતુ ફિલ્મમાં પ્રિયંકા આ રોલમાં થોડી જ ક્ષણો પૂરતી જોવા મળી હતી.

વિદ્યા બાલન - બેગમ જાન

વિદ્યા બાલન - બેગમ જાન

થોડા સમય પહેલા જ રિલીઝ થેયલ ફિલ્મ 'બેગમ જાન'માં વિદ્યા બાલન યુનિબ્રો સાથે જોવા મળી હતી. વિદ્યાનો આ લૂક તેની જૂની ફિલ્મોના તમામ લૂક્સથી હટકે હતો અને આને કારણે ફિલ્મમાં તે વધુ પ્રભાવ પાડવામાં પણ સફળ રહી હતી. બહુ ઓછી એક્ટ્રેસિસ યુનિબ્રો સ્ટાયલને કોન્ફિડન્સ સાથે કૅરી કરી શકે છે.

દીપિકા પાદુકોણ - પાદ્માવતી

દીપિકા પાદુકોણ - પાદ્માવતી

વિદ્યા બાલન બાદ હવે દીપિકા પાદુકોણ પોતાની નવી ફિલ્મમાં આ સ્ટાયલમાં જોવા મળનાર છે. દીપિકા યુનિબ્રો સાથે અત્યંત સુંદર લાગી રહી છે. દીપિકાનો આ યુનિક રોયલ અંદાજ મોટાભાગના ફેન્સને ખૂબ પસંદ પડ્યો છે.

English summary
Deepika Padukone's unibrow look of Padmavati adds to the excitement of this film. Here is the list Bollywood Divas who have followed this trend before.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.