• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bollywood Roundup : હૃતિક રોશને શુદ્ધિ છોડી, સોનાલી બનશે કથાવાચક

|

આજના બૉલીવુડ રાઉંડઅપની શરુઆત એક બ્રેકિંગ ન્યુઝ સાથે કરી રહ્યાં છીએ. બ્રેકિંગ ન્યુઝ એટલા માટે છે, કારણ કે કરણ જૌહર નિર્મિત અને કરણ મલ્હોત્રા દિગ્દર્શિત શુદ્ધિ ફિલ્મમાંથી હૃતિક રોશને હાથ પાછા ખેંચી લીધાં છે. હૃતિક રોશન હવે શુદ્ધિ ફિલ્મમાં કામ નહીં કરે. હૃતિક કહે છે કે તેમણે કરણ મલ્હોત્રા સાથે બીજી ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કર્યો છે.

છેલ્લે ક્રિશ 3 ફિલ્મમાં દેખાનાર હૃતિકે એક અધિકૃત નિવેદનમાં જણાવ્યું - મેં અને કરણ મલ્હોત્રાએ મહત્વાકાંક્ષી ફિલ્મ શુદ્ધિ માટે જોતરાવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે હું શુદ્ધિ જેવા વિષય સાથે બંધાઈને નથી રહી શકતો. હૃતિક-કરણ આ અગાઉ અગ્નિપથ ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યાં છે કે જે 1990માં આ જ નામે આવેલી ફિલ્મની રીમેક હતી. અગ્નિપથનું નિર્માણ કરણ જૌહરના ધર્મા પ્રોડક્શન બૅનર હેઠળ થયુ હતું. ધર્મા પ્રોડક્શન જ હવે શુદ્ધિ ફિલ્મનું નિર્માણ કરી રહ્યું છે.

અટકળો લગાવાઈ રહી છે કે હૃતિક રોશને શુદ્ધિ ફિલ્મ આરોગ્ય સંબંધી મુશ્કેલીઓના પગલે છોડી છે. હૃતિકે બંને ફિલ્મકારોની આગામી ફિલ્મની સફળતાની કામના કરી. તેઓ આશા કરે છે કે શુદ્ધિ ભારતીય સિનેમામાં સીમાચહ્ન સાબિત થાય. અભિનેતાએ એક નિવેદનમાં જણાવ્યું - મેં અગ્નિપથમાં કરણ સાથે કામ કરી અભિનેતા તરીકે બહેતરીન અનુભવ પ્રાપ્ત કર્યો હતો. મને વિશ્વાસ છે કે જૌહર અને મલ્હોત્રા તેનાથી પણ આગળ જશે. હું તેમને શુભેચ્છા પાઠવુ છું.

ચાલો હવે નિકળીએ બૉલીવુડ રાઉંડઅપની તસવીરી સફરે :

શુદ્ધિ સાથે બંધાઈ ન રહી શકું

શુદ્ધિ સાથે બંધાઈ ન રહી શકું

હૃતિકે એક અધિકૃત નિવેદનમાં જણાવ્યું - મેં અને કરણ મલ્હોત્રાએ મહત્વાકાંક્ષી ફિલ્મ શુદ્ધિ માટે જોતરાવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે હું શુદ્ધિ જેવા વિષય સાથે બંધાઈને નથી રહી શકતો. હૃતિક-કરણ આ અગાઉ અગ્નિપથ ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યાં છે કે જે 1990માં આ જ નામે આવેલી ફિલ્મની રીમેક હતી. અગ્નિપથનું નિર્માણ કરણ જૌહરના ધર્મા પ્રોડક્શન બૅનર હેઠળ થયુ હતું. ધર્મા પ્રોડક્શન જ હવે શુદ્ધિ ફિલ્મનું નિર્માણ કરી રહ્યું છે.

સોનાલી બનશે કથાવાચક

સોનાલી બનશે કથાવાચક

સોનાલી બેન્દ્રે મિશન સપને રિયલિટી શોમાં કથાવાચક તરીકે દેખાશે. સોનાલી કહે છે કે તેમને આ વિષય ગમ્યો. મિશન સપને એક નાનો અને સાધારણ શો છે. શોનો વિચાર ખૂબ જ સામાન્ય છે. મિશન સપને માર્ચ-એપ્રિલમાં કલર્સ ટીવી પર પ્રસારિત થનાર છે.

હવા હવાઈ મેમાં

હવા હવાઈ મેમાં

અમોલ ગુપ્તેની હવા હવાઈ ફિલ્મ 9મી મેના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં શાકિબ સલીમ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બાળ કલાકાર પાર્થો ગુપ્તે છે. અમોલ ગુપ્તેએ જણાવ્યું - હવા હવાઈ એક સ્વચ્છ પારિવારિક ફિલ્મ છે કે જે આપણી અંદર સપના સાથે એક ધબકાર ભરી દેશે. ફિલ્મનું નિર્માણ ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝે કર્યું છે.

અરશદને નવો ચસ્કો

અરશદને નવો ચસ્કો

અરશદ વારસીને ઑનલાઇન ખરીદીનો ચસ્કો લાગ્યો છે. તેમણે ટ્વીટ કર્યું - મને 100 ટકા વિશ્વાસ છે કે હું નેટ ખરીદારીનો આદી છું. હમણા જ મેં ઑનલાઇન ખરીદેલા 12 જોડી જૂતા હાસલ કર્યાં છે કે જેમની કોઈ જરૂર નહોતી. પોતાની મનગમતી ચૅનલોમાંની એક નેટ જિયો માટે શૂટ કરી બહુ રોમાંચિત છું. એક નવા શોનો પ્રોમો કરી રહ્યો છું કે જે ટુંકમાં જ શરૂ થશે.

પાકમાં ટોટલ સિયાપાનો ઇંતેજાર

પાકમાં ટોટલ સિયાપાનો ઇંતેજાર

પાકિસ્તાની ગાયક-અભિનેતા અલી ઝફર કહે છે - પાકિસ્તાનમાં લોકોને ટોટલ સિયાપાના પ્રોમો લોકોને ગમી રહ્યાં છે. તેઓ તેની રિલીઝની રાહ જોઈ રહ્યાં છે. જો બધુ ઠીકઠાક રહ્યું, તો અમે ટોટલ સિયાપા ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ કરીશું. ફિલ્મના પ્રીમિયર માટે શાહિદ આફ્રિદીને બોલવવાનું આયોજન છે. ફિલ્મના એક ડાયલૉગમાં શાહિદ આફ્રિદીના નામનો ઉલ્લેખ પણ છે. ફિલ્મમાં યામી ગૌતમ, કિરણ ખેર અને અનુપમ ખેર પણ છે. ફિલ્મ 7મી માર્ચે રિલીઝ થવાની છે.

વિદ્યા મરાઠી ફિલ્મોમાં

વિદ્યા મરાઠી ફિલ્મોમાં

વિદ્યા બાલન ટુંક સમયમાં જ મરાઠી ફિલ્મોમાં પ્રવેશ કરવાનાં છે. હાલમાં શાદી કે સાઇડ ઇફેક્ટ્સના પ્રમોશનમાં વ્યસ્ત વિદ્યાએ જણાવ્યું કે મરાઠી ભાષાની કેટલીક ફિલ્મો તેમને બહુ ગમી છે અને એટલે જ હવે તેઓ મરાઠી ફિલ્મોમાં કામ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

કરીના માટે સ્ક્રિપ્ટ બદલી

કરીના માટે સ્ક્રિપ્ટ બદલી

રોહિત શેટ્ટી માટે કરીના કૂર કેટલા ખાસ છે તે એ બાબતથી જ સ્પષ્ટ થઈ જાય છે કે રોહિતે સિંઘમ 2માં કરીનાની એન્ટ્રી બાદ ફિલ્મની સ્ક્રિપ્ટ કરીનાને અનુકૂળ થાય તે રીતે બદલી નાંખી છે. રોહિતે સિંઘમ 2 કરીનાના નામે કરી છે.

આદિત્યના વખાણ

આદિત્યના વખાણ

રણવીર સિંહ આજકાલ આદિત્ય ચોપરાના વખાણ કરી રહ્યાં છે. રણવીરનું કહેવું છે કે યશ રાજ ફિલ્મ્સે નવુ ટ્રેંડ શરૂ કર્યું છે અને તેનો શ્રેય આદિત્યને જાય છે. આદિત્યના કારણે જ આજે બૉલીવુડને અર્જુન કપૂર, સુશાંત સિંહ રાજપૂત, રાજકુમાર યાદવ, પરિણીતી ચોપરા જેવા કલાકારો મળ્યાં છે. રણવીર પોતે યશ રાજની શોધ છે.

Read more at: http://hindi.oneindia.in/movies/bollywood/news/aditya-chopra-started-new-trend-to-promote-new-talent-says-ranveer-285850.html

સંજય દત્તે ફરી રજા માંગી

સંજય દત્તે ફરી રજા માંગી

સંજય દત્તને લાગે છે હવે પેરોલ રજાની આદત પડી ગઈ છે. ગત ડિસેમ્બર માસથી જેલની બહાર રહેલા સંજયે હવે પત્ની માન્યતાની સફળ સર્જરી બાદ તેમની સારસંભાળ માટે પેરોલ રજા લંબાવવાની માંગણી કરી છે. જોઇએ આ વખતે શું થાય છે.

English summary
Bollywood Roundup : Actor Hrithik Roshan will not be part of Karan Malhotra's "Shuddhi". However, he says he has decided to unite with the filmmaker for another film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more