
હની સિંહની પત્નીએ સસરા પર લગાવ્યા ગંભીર આરોપ- 'નશાની હાલતમાં કરતા હતા અશ્લીલ હરકતો'
બૉલિવુડ સિંગર અને રેપર યો યો હની સિંહ હાલમાં વિવાદોમાં ફસાયેલા છે અને સતત તેમની પત્ની શાલિની તરફથી કોઈને કોઈ પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હની સિંહની પત્ની શાલિનીએ પોતાના સસરા એટલે કે હની સિંહના પિતા પર એક આરોપ લગાવ્યો છે. તેમનુ કહેવુ છે કે તે તેને મોલેસ્ટ કરતા હતા અને એક વાર તો કપડા બદલતી વખતે જ તે રૂમમાં આવી ગયા હતા. એટલુ જ નહિ શાલિનીએ પોતાના સસરા દ્વારા પોતાને ખોટી રીતે સ્પર્શવાનો પણ આરોપ લગાવ્યો છે. શાલિની તલવારે પોતાના સસરા વિશે કહ્યુ કે ઘણી વાર તે નશાની હાલતમાં આવુ કરી ચૂક્યા છે અને જાણીજોઈને તે મારા રૂમમાં નશામાં ધૂત આવતા હતા અને અશ્લીલ હરકતો કરતા હતા.

સસરાને નશાની લત છે અને ડ્રગ્ઝ પણ લે છે
આ ઉપરાંત તેનો આરોપ છે કે તેમને ઘણી મહિલાઓ સાથે સંબંધ પણ છે. આ ઉપરાંત તેમને નશાની લત છે અને ડ્રગ્ઝ પણ લે છે. તમને જણાવી દઈએ કે શાલિનીના આરોપ ઘણા ચર્ચામાં છે. લોકો ઘણા પ્રકારની વાતો હની સિંહના પિતા માટે કરી રહ્યા છે. આ પહેલા પણ શાલિનીએ હની સિંહ અને તેમના પરિવાર પર ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા હતા. આ ઉપરાંત તેણે વળતર રૂપે 10 કરોડ રૂપિયાની પણ માંગ કરીછે. શાલિનીએ ઘણી વાતો કહી હતી જે ચોંકાવનારી છે.

હની સિંહે હનીમૂનમાં તેની સાથે મારપીટ
તેનુ કહેવુ હતુ કે હની સિંહનુ આ વલણ શરૂઆતથી જ હતુ. જ્યારે તે હનીમૂન પર મોરેશિયસ ગયા હતા ત્યારે પણ હની સિંહે તેની સાથે મારપીટ કરી હતી. હવે આ મામલો કેવો વળાંક લે છે એ તો સમય જ બતાવશે.

દર્દભરી પોસ્ટ પણ શેર કરી
તમને જણાવી દઈએ કે શાલિનીની અરજી બાદ હની સિંહે કોર્ટને નોટિસ જાહેર કરી અને 28 ઓગસ્ટ સુધી પોતાનો જવાબ દાખલ કરવાના નિર્દેશ પણ આપ્યા છે. શાલિની તલવારે સોશિયલ મીડિયા પર ઘણી દર્દભરી પોસ્ટ પણ શેર કરી જેમાં તે મહિલાઓ સામે અત્યાચારની વાતો કરતી જોવા મળી.