સ્ટાર કિડ્સે કંઇક આ રીતે કર્યું વર્ષ 2018નું સ્વાગત!
બોલિવૂડ સેલિબ્રિટીઝે સ્વેગ અને સ્ટાયલથી ન્યૂ યરને વેલકમ કર્યું હતું, પરંતુ શું તમને ખબર છે આપણા સ્ટાર કિડ્સે વર્ષ 2018નું સ્વાગત કઇ રીતે કર્યું? સુહાના, આર્યનથી માંડીને નાનકડા અબરામ, આરાધ્યા, તૈમૂર અને કરણ જોહરના યશ અને રુહી પણ આજે કોઇ સેલિબ્રિટી જેટલા જ ફેમસ છે. આ નાનકા સિતારાઓ ઘરની બહાર પગ મુકે કે તુરંત કેમેરામાં કેપ્ચર થાય છે અને તેમની તસવીરો પણ એટલી જ ઝડપથી વાયરલ થાય છે. આવો જોઇએ, આ નાનકડા સેલિબ્રિટીએ નવા વર્ષનું સ્વાગત કઇ રીતે કર્યું?

તૈમૂર અલી ખાન
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો નાનકડો પુત્ર તૈમૂર અલી ખાન પટૌડી મીડિયામાં હોટ ફેવરિટ છે. તેના જન્મના દિવસથી તેના અનેક ફોટોઝ વાયરલ થયા છે. ન્યૂ યરના થોડા કલાક પહેલાંનો તૈમૂરનો આ ક્યૂટ ફોટો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વેકેશન પર છે છોટે નવાબ
તૈમૂર હાલ સૈફ અને કરીના સાથે હોલિડેની મજા માણી રહ્યો છે. તેના આ વેકેશનના કેટલાક ફોટોઝ પણ ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. બરફની મજા માણતા તૈમૂરના ક્યૂટ ફોટોગ્રાફ્સ પર માત્ર બોલિવૂડ જ નહીં, તમામ બોલિવૂડ રસિયાઓ ફિદા છે.

સ્ટાર તૈમૂર
થોડા દિવસ પહેલાં જ તૈમૂરે પોતાની પહેલી વર્ષગાંઠ ઉજવી હતી, તેની તસવીરો અને ત્યાર બાદ કપૂર ફેમિલીનો ક્રિસમસ લંચનો રણીબર અને તૈમૂરનો ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો. નાનકડો તૈમૂર ખરેખર અત્યારથી જ સ્ટાર છે!

બચ્ચન દાદા અને પૌત્રી
તૈમૂર જેટલી જ લોકપ્રિય સ્ટાર કિડ છે આરાધ્યા બચ્ચન. બચ્ચન પરિવારની સૌથી નાનકડી સભ્ય આરાધ્યાની દાદા અમિતાભ સાથેની કેટલીક તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. આરાધ્યા બચ્ચન લાલ રંગના ફ્રોકમાં ખૂબ સુંદર લાગી રહી છે અને આ તસવીરમાં તેણે માથા પરનો ટિયારા દાદા અમિતાભને પહેરાવી દીધો છે

નવ્યા અને આરાધ્યા
યંગ સ્ટાર કિડ નવ્યા નવેલી નંદા અને આરાધ્યાની આ તસવીર પણ ખૂબ સુંદર છે. આ તસવીર અમિતાભ બચ્ચનના ઘરના આંગણામાં લેવાયેલી છે. આ તસવીર પોસ્ટ કરતાં બિગ બીએ લખ્યું છે, ઘરનું મારું સૌથી ફેવરિટ સ્થળ, આંગણું. જ્યાં પરિવાર બેઠું હતું. પત્નીએ ફૂડ અને ટેબલ સજાવ્યું હતું. આનાથી વધુ હું શું માગી શકું.