પુલવામા હુમલોઃ સલમાનથી લઈ અક્ષય સુધી જવાનોની શહીદી પર ભડક્યુ બોલિવુડ, જુઓ પ્રતિક્રિયા
હાલમાં જ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશના જવાનો શહીદ થયા. ત્યારબાદ સમગ્ર દેશમાં ઘણો ગુસ્સાનો માહોલ છે અને સોશિયલ મીડિયા દ્વારા લોકો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આના પર બોલિવુડ પણ ચૂપ નથી. સુપરસ્ટાર્સે સામે આવીને આ દર્દનાક કાયર ઘટનાનો જડબાતોડ જવાબ આપવાની વિનંતી કરીને શહીદોને નમન કર્યુ છે. વાંચો આ હુમલા બાદ સલમાનથી લઈને અક્ષય કુમાર સુધી સૌએ શું કહ્યુ...

સલમાન ખાન
મારુ કાળજુ બહાર આવી રહ્યુ છે. આપણી રક્ષા કરનાર શહીદોના પરિવારોને નમન.

અક્ષય કુમાર
શહીદોની આત્માને શાંતિ મળે. જે ઘાયલ છે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. આ ઘટનાને ક્યારેય નહિ ભૂલી શકુ.

પ્રિયંકા ચોપડા
ઘણા શોકમાં છુ. ભગવાન શહીદોની આત્માને શાંતિ અને તેમના પરિવારને હિંમત આપે.

આલિયા ભટ્ટ
શહીદોને શ્રદ્ધાંજલિ અને ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.

ઋષિ કપૂર
ખૂબ જ શરમજનક કૃત્ય છે. કાયરતાનો પુરાવો આપ્યો છે. હવે આપણે ગદ્દાર કાશ્મીરિયો સાથે દોસ્તી ના કરી શકીએ. હું બહાદૂર પરિવારો સાથે છે.

અભિષેક બચ્ચન
આજે પુલવામાથી સમાચાર આવી રહ્યા છે તે ઘણા દુઃખદ છે. આજે જ્યારે બધા પ્રેમભર્યા દિવસનો પર્વ મનાવી રહ્યા છે એવામાં આ થવુ ખૂબ જ ખરાબ છે. શહીદોને શ્રદ્ધાંજલિ.

વરુણ ધવન
વરુણ ધવને ટ્વિટ કરીને આને એક કાયર હુમલો ગણાવ્યો છે.

શ્રદ્ધા કપૂર
હ્રદય કંપાવી દેતી ઘટના છે. ભગવાન શહીદો અને તેમના પરિવારોને હિંમત આપે.

આર માધવન
જે લોકો આ કાયર હુમલા બાદ ખુશ થઈ રહ્યા છે. તેમની સામે બદલો લેવો જોઈએ.

દિયા મિર્ઝા
બ્લેક ડે છે. શહીદોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારોને હિંમત આપવાની કામના.
આ હુમલા બાદ લગભગ બધાનું એ માનવુ છે કે આ ઘટનાનો જડબાતોડ જવાબ આપવો જોઈએ અને ગદ્દારોને મારી નાખવા જોઈએ. લગભગ 40થી વધુ જવાનોના મૃત્યુના સમાચાર છે. વન ઈન્ડિયા શહીદોને શ્રદ્ધાંજલિ આપીને તેમના પરિવારને હિંમત આપવાની પ્રાર્થના કરે છે.
આ પણ વાંચોઃ પુલવામાં હુમલોઃ પાકિસ્તાની મીડિયા શું કહી રહ્યુ છે