જાણો મલાલા યુસુફ ઝાઇ સાથે કયા બોલીવૂડ હિરોએ પડવ્યો ફોટો!
સૌથી નાની વયે નોબેલ પારિતોષિક વિજેતા બનનાર મલાલા યુસુફ ઝાઇનું નામ કોણ નથી ઓળખતું. પાકિસ્તાનની મલાલાએ કન્યાઓની શિક્ષા માટે વિશ્વભરમાં જે આગેવાની કરી છે અને જે હિંમત બતાવી છે તે વખાણવા લાયક છે. અને આ જ કારણ છે કે મલાલાને આજે વિશ્વભરમાં તમામ લોકો ઓળખે છે ત્યારે આવી ખાસ હસ્તી જોડે એક ફોટો પડાવાની ઇચ્છા કોને ના હોય!
આ જ કારણ હતું જે માટે બોલીવૂડના જાણીતા સ્ટાર અર્જૂન કપૂરે મલાલાને વિનંતી કરી નાંખી. ન્યૂયોર્કમાં એક ઇવેન્ટમાં હાજરી આપવા પહોંચેલા અર્જૂને જ્યારે મલાલાને તેની સામે ઉભેલી જોઇ. ત્યારે તેણે મલાલાને પોતાની સાથે એક ફોટો પડાવા માટે રિકવેસ્ટ કરી જેની માટે મલાલા પણ ખુશીથી હામી ભરી.
અર્જૂને આ ફોટો તેના ટ્વિટર એકાઉન્ટ પર મૂક્યો છે જેની પર તેણે લખ્યું છે કે "જીવનમાં પહેલી વાર મેં કોઇને મારી સાથે ફોટો પડવા માટે પૂછ્યું." વધુમાં મલાલાના વખાણ કરતા અર્જૂને લખ્યું કે મલાલાએ માનવતા માટે એક આશાની કિરણ સમાન છે. અને તે ભવિષ્યમાં પણ માનવતાની આ આશાને કાયમ રાખશે.
The first & only time I rem askin some1 for a picture.She gives humanity hope for a better future @MalalaFund #Malala pic.twitter.com/Ax72r4a4R7
— Arjun Kapoor (@arjunk26) September 28, 2015