• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Birthday: કરોડોની માલિક છે આલિયા, ડેબ્યુ પહેલા આવી દેખાતી હતી, જુઓ Pics

|

બોલિવુડની ક્યુટ અને ટેલેન્ટેડ અભિનેત્રી આલિયા ભટ્ટ આજે 26 વર્ષની થઈ ગઈ છે. 15 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં જન્મેલી આલિયાએ 8 વર્ષ પહેલા બોલિવુડમાં સ્ટુડન્ટ બનીને એન્ટ્રી કરી હતી. આજે તે એક્ટિંગમાં મહારત મેળવી ચૂકી છે. વર્ષ 2012થી લઈને 2019 સુધીમાં આલિયાની ઝોળીમાં 15 સુપરહિટ ફિલ્મો છે. બીજી ફિલ્મ હાઈવેથી આલિયા એ મુકામ પર પહોંચી ગઈ જ્યાં કોઈ પણ ફિલ્મનો ભાર તે પોતાના ખભે ઉઠાવવા માટે અભિનેત્રી તરીકે સંપૂર્ણપણે તૈયાર હતી. એક તરફ જ્યાં તેના ખરાબ જીકેની મજાક બનાવવામાં આવી તો બીજી તરફ પોતાના અભિનયથી તેણે બધાની બોલતી બંધ કરી દીધી. પ્રોફેશનલ જિંદગી સાથે આલિયાની પર્સનલ લાઈફ પણ ખુલ્લી કિતાબ જેવી રહી છે.

સ્ટાઈલ અને ગ્લેમર મામલે આલિયા ટૉપ પર

સ્ટાઈલ અને ગ્લેમર મામલે આલિયા ટૉપ પર

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેની રિલેશનશીપ અને બ્રેકઅપ ચર્ચમાં રહ્યા. વળી હવે રણબીર કપૂર સાથે તેના લગ્નના સમાચારો છવાયેલા છે. સ્ટાઈલ અને ગ્લેમર મામલે આલિયા ટૉપ પર રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આલિયાને કઈ વસ્તુથી સૌથી વધુ ડર લાગે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન આલિયાએ કહ્યુ હતુ કે તેને વધતા વજનથી ગભરાટ થાય છે. પોતાના ડેબ્યુ પહેલાના ફોટા જોઈને આજે પણ આલિયા ઉફ્ફ કહી દે છે. ભલે આજે આ ફોટાને આલિયા જોવાનું પસંદ નહિ કરે. પરંતુ Google પર આ ફોટાઓને સૌથી વધુ જોવાનું પસંદ કરવામાં આવે છે. ચાલો આપ પણ જુઓ આલિયાના આ ફોટા અને જાણીએ કે કેવી રીતે માત્ર 26 વર્ષની ઉંમરમાં તે કરોડોની માલિક બની ચૂકી છે.

4 મિલિયન ડૉલર

4 મિલિયન ડૉલર

એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ માત્ર 27 વર્ષની ઉંમરમાં 4 મિલિયન ડૉલર એટલે કે 28 કરોડ રૂપિયાની માલિક છે.

એક ફિલ્મમાંથી આટલી કમાણી, ચોંકી જશો

એક ફિલ્મમાંથી આટલી કમાણી, ચોંકી જશો

હાઈવે, 2 સ્ટેટ્સ, ઉડતા પંજાબ, ડિયર જિંદગી, રાજી અને ગલી બૉય જેવી બ્લોક બસ્ટર હિટ આપનાર આલિયા કમાણીની બાબતમાં પણ સૌથી આગળ છે. તમે જાણીને ચોંકી જશો કે આલિયા એક ફિલ્મ માટે લગભગ 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

ટીવી એડથી થાય છે કરોડોની કમાણી

ટીવી એડથી થાય છે કરોડોની કમાણી

આ તો થઈ ફિલ્મોની વાત, હવે ટીવી એડથી આલિયાની કમાણી કેટલી થતી હશે. જરા વિચારો. અમે બતાવીએ છીએ. એક રિપોર્ટ અનુસાર આલિયા વર્ષના 3 કરોડ માત્ર ટીવી એડમાંથી કમાય છે.

ઘર ખરીદવામાં રસ

ઘર ખરીદવામાં રસ

આલિયા પાસે મુંબઈના જૂહુમાં એક શાનદાર ઘર છે. આ ઘરની કિંમત 13 કરોડ આસપાસ છે. જો કે તમને જણાવી દઈએ કે આ આલિયાનું પહેલુ ઘર નથી. આ પહેલા તે બીજા બે ઘર ખરીદી ચૂકી છે. જેમની કિંમત કરોડોમાં છે.

400 છોકરીઓ બાદ

400 છોકરીઓ બાદ

મહેશ ભટ્ટની દીકરી હોવા છતાં આલિયા માટે ડેબ્યુ કરવુ એટલુ સરળ નહોતુ. 400 છોકરીઓને પાછળ છોડીને આલિયાને સ્ટુડન્ટ ઑફ ધ યર માટે કરણ જોહરે પસંદ કરી હતી.

ડાયરી લખવાની આદત

ડાયરી લખવાની આદત

આલિયા રોજ રાતે ડાયરી લખે છે. તેને બાળપણથી જ ડાયરી લખવાનું ખૂબ પસંદ છે. રાતે તે પોતાના માટે થોડો સમય કાઢીને ડાયરી જરૂર લખે છે.

ટેન્શનમાં હોવા પર કરે છે આ કામ

ટેન્શનમાં હોવા પર કરે છે આ કામ

એ પણ કહેવામાં આવે છે કે જ્યારે પણ આલિયા પરેશાન હોય છે કે પછી કોઈ નિર્ણય નથી લઈ શકતી તો સૂવાનુ પસંદ કરે છે. તેનુ માનવુ છે કે પોતાને પરેશાન કરવાથી સારુ છે સૂઈ જવુ.

પિતા સાથે આવો સંબંધ

પિતા સાથે આવો સંબંધ

આલિયાએ બાળપણમાં પોતાના પિતા સાથે વધુ સમય નથી વિતાવ્યો. પિતા મહેશ ભટ્ટ હંમેશા તેમના એક સેલિબ્રિટી રહ્યા છે.

હવે થઈ ગાઢ દોસ્તી

હવે થઈ ગાઢ દોસ્તી

બોલિવુડમાં પગ માંડ્યા બાદ આલિયા પોતાના પિતાની વધુ નજીક આવી ગઈ છે. હવે બંને વચ્ચે ગાઢ દોસ્તી છે.

આ પણ વાંચોઃ મલાઈકા અરોરા સાથે લગ્નના સમાચારો પર અર્જૂન કપૂરે તોડ્યુ મૌન, જાણો શું કહ્યુ?

English summary
bollywood young and talented superstar actress alia bhatt celebrating her 25th birthday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X