• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દેશદ્રોહ મામલે બૉમ્બે હાઈકોર્ટે કંગના રનોતને આપી 25 જાન્યુઆરી સુધી ધરપકડથી રાહત

|
Google Oneindia Gujarati News

Kangana Ranaut: બૉલિવુડ અભિનેત્રી કંગના રનોતને બૉમ્બે હાઈકોર્ટે સોમવારે દેશદ્રોહ મામલે મોટી રાહત આપી છે. બૉમ્બે હાઈકોર્ટે કંગના રનોતને ધરપકડથી મળેલી અંતરિમ રાહતનો સમય વધારીને 25 જાન્યુઆરી કરી દીધો છે. તમને જણાવી દઈએ કે સાત નવેમ્બરે કંગના રનોત સામે મુંબઈની બાંદ્રા પોલિસ સ્ટેશનમાં નોંધાવેલ એફઆઈઆર સામે દેશદ્રોહ કેસની સુનાવણીમાં મુંબઈ હાઈકોર્ટે કંગનાને ધરપકડમાંથી રાહત આપી હતી. જેને સોમવારે કોર્ટે વધારીને હવે 25 જાન્યુઆરી સુધી કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે કંગના અને તેની બહેન રંગોલી ચંદેલ દ્વારા સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણી કરવા અને સાંપ્રદાયિક તણાવ ભડકાવવાના આરોપમાં પોલિસમાં એફઆઈઆર નોંધાવી હતી. કંગના અને તેની બહેન રંગોલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા નફરત અને સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન કરવાનો આરોપ લગાવ્યો હતો.

વાણી કપૂરે હૉટ બિકિની ફોટો શેર કરીને લોકોને બનાવ્યા દીવાના, જુઓ Picsવાણી કપૂરે હૉટ બિકિની ફોટો શેર કરીને લોકોને બનાવ્યા દીવાના, જુઓ Pics

English summary
Bombay High Court give relief to Kangana Ranaut from arrest till January 25.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X