For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોમ્બે વેલવેટ: સસ્પેન્સ, રોમાન્સ, એક્શન

|
Google Oneindia Gujarati News

એક તરફ ઇન્ડિયા અને બાંગ્લાદેશની વચ્ચે વર્લ્ડ કપ 2015ની ક્વાટર ફાઇનલ મેચ ચાલી રહી છે ત્યાં જ બીજી તરફ અનુરાગ કશ્યપની ફિલ્મ બોમ્બે વેલવેટનું ટેલર આજે રિલિઝ કરવામાં આવ્યું છે.

વર્લ્ડ કપના આ ફિવરને જોઇને જ આ ફિલ્મનું ટેલર કોઇ ફાઇવ સ્ટાર હોટલમાં પ્રેસ કોન્ફર્ન્સ યોજી નહીં પણ સ્ટાર સ્પોર્ટ્સની ચેનલ પર લોન્ચ કરવામાં આવ્યું છે.

અનુરાગ કશ્યપની આ ફિલ્મમાં રણબીર કપૂર, અનુષ્કા શર્મા, કરણ જોહર મુખ્ય ભૂમિકામાં છે. અને કરણ જોહર આ ફિલ્મ દ્વારા વિલન તરીકે ડેબ્યૂ પણ કરી રહ્યા છે. ત્યારે કેવું છે આ ફિલ્મનું ટેલર અને સાથે જ આ ફિલ્મની કેટલીક અજાણી વાતો અમે તમને અહીં કહીશું.

બોમ્બે વેલવેટનું પોસ્ટર

બોમ્બે વેલવેટનું પોસ્ટર

અનુરાગ કશ્યપ સસ્પેન્સ ક્રિયેટ કરવામાં માસ્ટર છે અને તે વાત તેમના પોસ્ટર રિલિઝ પરથી જ સમજાઇ ગઇ હતી. બોમ્બે વેલવેટના પોસ્ટરથી આ ફિલ્મમાં તમામ કિરદારનો લૂક કેટલો અલગ છે તે દેખાઇ આવે છે.

અનુષ્કા અને રણવીર

અનુષ્કા અને રણવીર

આ ફિલ્મનું ટેલર જોઇને એક વાત તો સમજાઇ જાય છે આ ફિલ્મમાં રોમાન્સ અને સસ્પેન્સ ભરી ભરીને નાખવામાં આવ્યું છે. ટ્રેલર જોઇને તમે ભાગ્યેજ આ ફિલ્મ વિશે કંઇ સમજી શકશો.

લોકો થયા નિરાશ

લોકો થયા નિરાશ

કેટલાય લોકોનું કહેવું છે કે બોમ્બે વેલવેટના ટ્રેલરમાં સાઉન્ડ ટ્રેક એટલો વધારે છે ડાયલોગ સંભળાતા જ નથી. જો કે ક્રિટિકે પણ અનુરાગ કશ્યપની ફિલ્મ જોડેથી થોડી વધુ અપેક્ષા હતી જે ટેલર જોઇને પૂરી થઇ હોય તેવું લાગતું નથી.

કિસ પર જ બધો દાવેદાર

કિસ પર જ બધો દાવેદાર

આ ફિલ્મના ટેલરમાં એટલા બધા કિસ સીન બતાવ્યા છે કે એક વાર તો એવું જ લાગે કે આ ફિલ્મનો બધો ભાર રણબીરની એક્ટિંગ કે અનુરાગની ડાયરેક્ટીંગ સ્કીલ પર નહીં પણ કિસીંગ સીન પર છે.

ટ્રેલર તો આવું ગયું પણ પિક્ચર અભી બાકી હૈ

ટ્રેલર તો આવું ગયું પણ પિક્ચર અભી બાકી હૈ

બોમ્બે વેલવેટની રિલિઝ ડેટ ફરી બદલાઇ ગઇ છે. આ ફિલ્મને વધુ સારી બનાવા માટે તેને રિ એડિટ કરવામાં આવી રહી છે.

ડબલ રોલ

ડબલ રોલ

કેટલાય સમયથી અફવા છે કે બોમ્બે વેલવેટમાં અનુષ્કાનો ડબલ રોલ છે. એક ભૂમિકામાં તે જૈજ સિંગર રોજીનું પાત્ર ભજવે છે. અને અન્ય પાત્રને સિક્રેટ રાખવામાં આવ્યું છે.

શું રણબીરનો છે ડબલ રોલ

શું રણબીરનો છે ડબલ રોલ

ટ્રેલર જોઇને તેવું લાગે છે કે કદાચ રણબીર આ ફિલ્મમાં ડબલ રોલમાં હોય કારણ કે તે અનુષ્કા સાથે કંઇ અલગ છે અને કરણ જોહર સાથે કંઇક અલગ.

60ના દાયકાનું મુંબઇ

60ના દાયકાનું મુંબઇ

ફિલ્મમાં 60ના દાયકાનું મુંબઇ બતાવામાં આવ્યું છે. જો કે આ ફિલ્મનું સસ્પેન્સ છે આ ફિલ્મની સ્ટોરી. કારણ કે 60ના દસકામાં મુંબઇમાં એવું તો શું થયું હતું જે ફિલ્મમાં બતાવ્યું છે.

વેલવટી નહીં નિગેટિવ

વેલવટી નહીં નિગેટિવ

આ ફિલ્મમાં એક ડાયલોગ છે જે આ ફિલ્મમાં સસ્પેન્સને વધુ રોચક બનાવે છે. આ ડાયલોગમાં કહે છે કે પૂરા શહેર બિક જાયેગા અગર યે નેગેટિવ નહીં મિલા તો..

બોમ્બે વેલવેટ

બોમ્બે વેલવેટ

બોમ્બે વેલવેટના ટ્રેલરને અત્યાર સુધી યૂ ટ્યૂબ પર 40 હજારથી પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે. ત્યારે આ ફિલ્મ માટે અમે તો એટલું જ કહીશું કે ઓલ ધ બેસ્ટ.

English summary
Bombay Velvet trailer is out on You Tube. Ranbir Kapoor launched the trailer on Star Sports before India and Pakistan world cup match started
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X