• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અનુરાગની ફિલ્મ નકારવી મૂર્ખામી કહેવાય : રવીના

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 ઑક્ટોબર : ફરી એક વાર બૉલીવુડના મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડન ચર્ચામાં છે. તેઓ જાણીતા ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની ફિલ્મ બૉમ્બે વેલ્વેટ અંગે ચર્ચામાં છે. ફિલ્મમાં જોકે તેમનો રોલ નાનકડો જ છે, આમ છતાં તેઓ ઘણા ઉત્સાહિત છે.

રવીનાએ જણાવ્યું કે બૉમ્બે વેલ્વેટ એક જુદી અને બહેતરીન ફિલ્મ છે. જોકે મારી નાનકડી ભૂમિકા છે, પણ અત્યાર સુધી શૂટ થયેલ તેના અંશો જોયા બાદ મને લાગ્યું કે આ ફિલ્મ આ દુનિયાની બહારની ફિલ્મ છે. અનુરાગની ફિલ્મો એવી હોય છે કે તેમના માટે ઇનકાર જ ન કરી શકાય અને જે અનુરાગને ઇનકાર કરે, તે ગાંડો કહેવાય. રવીનાએ જણાવ્યું કે બૉમ્બે વેલ્વેટનો જે થોડો-ઘણો ભાગ શૂટ થયો છે, તે મેં જોયો છે. ફિલ્મમાં મારી મોટી ભૂમિકા નથી. આ એક નાનકડી ભૂમિકા છે કે જેમાં હું કરણ જૌહર સાથે દેખાઇશ.

નોંધનીય છે કે બૉમ્બે વેલ્વેટ ફિલ્મમાં રણબીર કપૂર તથા અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે કરણ જૌહર નકારાત્મક રોલ કરતાં દેખાશે. રવીના ટંડન હાલ તેલુગુ ફિલ્મમાં વ્યસ્ત છે કે જેમાં તેમના હીરો મોહન બાબુ છે. ફિલ્મમાં સંગીત બપ્પી લહિરીનું છે. રવીનાએ તાજેતરમાં જ પોતાની ફિલ્મ શોભના 7નું શૂટિંગ પણ પૂર્ણ કર્યું છે.

English summary
Anurag Kashyap's 'Bombay Velvet' in which Raveena Tandon has a small role. After seeing some portions of the partially-shot movie, the actress terms it as 'out of the world'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X