• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બૉસ મૂવી રિવ્યૂ : બી રેડી ફૉર એક્શન ઑફ અક્ષય

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 ઑક્ટોબર : બૉલીવુડના એક્શન કિંગ અક્ષય કુમારની વધુ એક એક્શન ફિલ્મ બૉસ આવતીકાલે રિલીઝ થઈ રહી છે. બૉસમાં અક્ષયે શિવ પંડિતના મોટા ભાઈનો રોલ કર્યો છે. આ અગાઉ અક્ષયની ખિલાડી 786 ફિલ્મ પણ એક્શન ફિલ્મ હતી કે જે ફ્લૉપ રહી હતી. અક્ષય પુનઃ એક્શન ફિલ્મ લઈને આવી રહ્યાં છે, કારણ કે તેમને વિશ્વાસ છે કે તેમની એક્શન દર્શકોને ગમશે અને એમ પણ બકરી ઈદ પ્રસંગે બીજી કોઈ મોટા બૅનરની ફિલ્મ રિલીઝ નથી થતી ત્યારે.

અક્ષયની બૉસ ફિલ્મનો લોકોને ઇંતેજાર પણ છે. ફિલ્મના પ્રોમો લોકોને ગમ્યાં છે. પ્રોમોમાંના સિક્વંસ લાજવાબ છે. ખાસ બાબત એ છે કે બૉસ ફિલ્મમાં કોઈ પ્રકારના વાયરો એક્શન માટે યૂઝ નથી કરાયાં. ફિલ્મ એક પિતા-પુત્રની વાર્તા પર આધારિત છે. તેમાં અક્ષય કુમાર મોટા પુત્ર બન્યાં છે, જ્યારે શિવ પંડિતના નાના ભાઈનો રોલ કર્યો છે. પિતા તરીકે મિથુન ચક્રવર્તી નજરે પડશે. મિથુનને સાઇન કરવા અંગે અક્ષયે જણાવ્યું કે તેમને એવો એક્ટર જોઇતો હતો કે જે બાપના રોલને હૃદયપૂર્વક ભજવે અને મિથુન ચક્રવર્તી દરેક પાત્ર હૃદયથી જ ભજવે છે.

બૉસ ફિલ્મમાં અક્ષયના નાના ભાઈના રોલ કરતા શિવ પંડિત પણ ખુશ છે અને પોતાની જાતને લકી અનુભવે છે. ફિલ્મમાં શિવના પ્રેમિકા અદિતી રાવ હૈદરી બન્યાં છે. અદિતીએ ફિલ્મમાં અનેક બિકિની સીન્સ આપ્યાં છે. ફિલ્મ તામિળ ફિલ્મ પોકિરી રાજની રીમેક છે કે જેમાં એક્શનના 12 શ્રેષ્ઠ સીન્સ સૂટ કરાયા હતાં. બૉસ ફિલ્મમાં પણ તે રિપીટ કરાયા છે. બૉસ તરીકે અક્ષય કુમાર જ છે.

English summary
Boss movies is all set to release on 16th October. Boss is an action comedy movie that stars Akshay Kumar in lead role. Boss movie story is based on Father and Son relationship.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X