2018 નો પહેલો શુક્રવાર ખાલી પરંતુ ,પછી 600 કરોડનો ધમાકો...
2018ની શરૂઆત બોક્સ ઓફિસમાં સલમાન ખાનની ટાઇગરે જ કરી છે. પરંતુ જો આપણે નવા વર્ષની વાત કરીએ તો વર્ષના પહેલા જ શક્રવારે કોઇ ખાસ મોટા બજેટની ફિલ્મ સિનેમાઘરોમાં નથી લાગી. પરંતુ ફિલ્મચાહકોએ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કારણ કે પછીના ત્રણે શુક્રવાર એક થી એક દમદાર ફિલ્મો લઇને આવી રહ્યો છે. આ શુક્રવારે આપણા સિનેમાઘરોમાં હજી પણ ટાઇગર જ રાજ કરી રહ્યો છે અને બોક્સ ઓફિસ પર પણ તે પોતાની કમાણીના નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. પરંતુ આવનારા સપ્તાહમાં અનેક બોલીવૂડ ફિલ્મો સાથે નવા વર્ષની શરૂઆત થશે.

કબડ્ડી
2018ના પહેલા શક્રવારે કોઇ ખાસ મોટા બજેટની ફિલ્મ નથી લાગી. હા પરંતુ એક કબડ્ડી નામની ફિલ્મ ચોક્કસ રિલિઝ થઈ છે. જેમાં ડાયના ખાન અને રઝા મુરાદ મુખ્ય ભુમિકામાં તમને જોવા મળશે. પરંતુ ફિલ્મ પાસે ખાસ અપેક્ષા રાખવામાં નથી આવી.

મુક્કાબાઝ
12 જાન્યુઆરીના એટલે કે આવતા શુક્રવારે અનુરાગ કશ્યપની મુક્કાબાર આવી રહી છે. આ ફિલ્મ હાલથી જ ઘણી ચર્ચામાં જોવા મળી રહી છે. તે ગેંગ્સ ઓફ વસેપુર જેવી ધમાલ કરે તેવી પણ શક્યતા રહેલી છે. ફિલ્મ પ્રમાણમાં ઓછા બજેટથી બનાવવામાં આવી છે. આ ઉપરાંત એ સમયગાળામાં ઝરીન ખાનની હોરર ફિલ્મ 1921 અને સૈફ અલી ખાનની ફિલ્મ કાલાકાંદી પણ રિલિઝ થવા જઈ રહી છે. ઇન સોર્ટ જાન્યુઆરીનો આ શુક્રવાર જોરદાર બોક્સઓફિસ ઓપનિંગ લઇને આવી રહ્યું છે.

અક્ષયકુમાર અને સિદ્ધાર્થ વચ્ચે ટક્કર
બીજા અઠવાડિયા કરતા પણ તેનો ત્રીજો શુક્રવાર વધારે ધમાકેદાર રહેશે. આ શુક્રવારે સિનેમાઘરોમાં અક્ષયકુમારની પેડમેન રિલિઝ થશે. જે 26 જાન્યુઆરીની રજાઓમાં આવી રહી છે તેની સાથે જ સિદ્ધાર્થની ફિલ્મ અય્યારી પણ 26 જાન્યુઆરીના રોજ રિલિઝ થશે. જો આ બંન્ને ફિલ્મ સારી ચાલી તો બોક્સ ઓફિસ માટે આ વીક જાન્યુઆરીનો સૌથી વધુ કમાણી સાથેનો વિક બની રહેશે.

આ ઉપરાંત કેટલીક ફિલ્મ
મળતી માહિતી અનુસાર 26 જાન્યુઆરીના વિવાદોમાં ફસાયેલી ફિલ્મ પદ્માવતી પણ રિલિઝ થઈ શકે છે. જો આવુ થશે તો ચોક્કસ અક્ષયની પેડમેન અને સિદ્ધાર્થની અય્યારીને કલેક્શનને અસર કરશે. આ ઉપરાંત જાન્યુઆરીમાં નાના બજેટની ફિલ્મોની વાત કરવામાં આવે તો માય બર્થ ડે સોગ્સ, વોડકા ડાયરીઝ, નિર્દોશ અને યૂનિયન લીડર પણ રિલિઝ થવા જઈ રહી છે. વર્ષ 2018ની શરૂઆતના પહેલા મહિનામાં એકથી એક ધમારેદાર ફિલ્મ સાથે નાના બજેટની ફિલ્મો પણ આવી રહી છે ત્યારે ચોક્કસ સારી કમાણી સાથે બોક્સ ઓફિસની શરુઆત થશે તેમા કોઇ શંકા નથી.