• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બૉક્સ ઑફિસ: કબીર સિંહએ 10 દિવસ પૂરા કર્યા, તાબડતોડ કમાણી

|

શાહિદ કપૂર અને કિયારા આડવાણીની ફિલ્મ કબીર સિંહએ સિનેમાઘરોમાં 10 દિવસ પૂર્ણ કર્યા છે. તેમાં કોઈ શંકા નથી કે ફિલ્મ બ્લોકબસ્ટર બની ગઈ છે અને તે ખુબ નફો કરી રહી છે. તે શાહિદ કપૂરની પહેલી સોલો 100 કરોડી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મનો ઉત્સાહ લોકોના માથા પર ચઢી બોલી રહ્યો છે. તે 10 દિવસમાં 2019 ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે.

ટ્રેડ પંડિતો અનુસાર, ફિલ્મનું લાઈફટાઈમ 250 કરોડ સુધી પણ જઈ શકે છે. અને 2019 ની ટોપ મૂવી બની શકે છે. શાહિદ કપૂરને કબીર સિંહ માટે ઘણી પ્રશંસા મળી છે. લાંબા સમય પછી શાહિદના હાથે સોલો બ્લૉકબસ્ટર લાગી છે.

એક્સ ગર્લફ્રેન્ડ સાથે રણબીર કપૂર કરશે 'નચ બલિયે 9'માં એન્ટ્રી

આશરે 60 કરોડના બજેટ પર આ મૂવી બનાવવામાં આવી છે, તે સુપર હિટ બની ગઈ છે. આ ફિલ્મમાં 190 ટકાનો નફો થયો છે. સિંગલ થિયેટર હોય કે મલ્ટિપ્લેક્સ હોય ફિલ્મને લઈને લોકોમાં ખુબ ક્રેઝ છે.

2019 ની ટોચની કમાણી કરનાર ફિલ્મો વિશે જાણો-

ઉરી

ઉરી

વિકી કૌશલની ફિલ્મ ઉરી 2019 ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. ઉરીએ 244 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ઓલ ટાઇમ બ્લોકબસ્ટર રહી છે.

ભારત

ભારત

સલમાન ખાન - કેટરિના કૈફની ફિલ્મ ભારતએ અત્યાર સુધી રૂ. 209.36 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મ હિટ થઇ ચુકી છે.

કબીર સિંહ

કબીર સિંહ

શાહિદ કપૂર મૂવી ટોપ 3 માં સામેલ થઇ ચૂકી છે. 10 દિવસમાં જ આ ફિલ્મ 170 કરોડની પાર કરી ગઈ છે. આ શાહિદની સોલો સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે.

ટોટલ ધમાલ

ટોટલ ધમાલ

અજય દેવગન - અનિલ કપૂર -માધુરી દીક્ષિતની ટોટલ ધમાલએ 150.76 કરોડનું કલેક્શન કર્યું છે. આ કૉમેડી મૂવી પણ હિટ રહી છે.

કેસરી

કેસરી

અક્ષય કુમારની આ ફિલ્મએ 153 કરોડનું કલેક્શન કર્યું હતું. આ અક્ષય કુમારની સૌથી વધુ કમાણી કરનાર બોલીવુડની ફિલ્મ છે.

ગલી બૉય

ગલી બૉય

રણવીર સિંહ-આલિયા ભટ્ટની ગલી બોયએ 137 કરોડનો સંગ્રહ કર્યો છે. ફિલ્મ હિટ રહી છે.

English summary
Box Office Report: Kabir Singh completes 10 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X