• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દુલ્હન બની દીયા : જુઓ મહેંદી-સંગીત સેરેમનીની તસવીરો

|

મુંબઈ, 18 ઑક્ટોબર : બૉલીવુડ બ્યુટી દીયા મિર્ઝા આજે સાંજે પરણી જશે. દીયા મિર્ઝા પોતાના બૉયફ્રેન્ડ અને બિઝનેસ પાર્ટનર સાહિલ સંઘા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા દીયા મિર્ઝાની મહેંદી અને સંગીત સેરેમની યોજવામાં આવી.

મહેંદી સેરેમનીમાં દીયા મિર્ઝાએ ઋતુ કુમાર દ્વારા ડિઝાઇન કરાયેલ અનારકલી સૂટ પહેર્યો હતો.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>With my happiness :) thank you to all those who have conveyed such warm messages here. Sahil and I are grateful. <a href="http://t.co/yYadPjIv3N">pic.twitter.com/yYadPjIv3N</a></p>— Dia Mirza (@deespeak) <a href="https://twitter.com/deespeak/status/522866427431120897">October 16, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

સંગીત સેરેમનીમાં દીયા મિર્ઝાએ અનીતા ડોંગરે દ્વારા ડિઝાઇન કરાયેલ આસમાની રંગનો ખૂબ સુંદર લહેંગો પહેર્યો હતો. સંગીત સેરેમની દરમિયાન દીયાએ બહુ સમજી-વિચારીને લહેંગો પહેરવાની પસંદગી કરી હતી. લહેંગો ખૂબ જ ભારે છે કે જેની ઉપર ભારે માત્રામાં ગોલ્ડન વર્ક કરાયું છે.

બીજી બાજુ દીયા મિર્ઝાના દુલ્હા સાહિલ સંઘા પણ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ શેરવાનીમાં કંઈ ઓછા નહોતા દેખાતાં. તેમણે આ પ્રસંગે બ્રાઇટ રંગના લહેંગાની પસંદગી કરી હતી.

દીયા મિર્ઝા અને સાહિલ સંઘા છેલ્લા ઘણા વખતથી એક-બીજાને ડેટ કરતા હતાં. બંનેએ મળી તાજેતરમાં બૉબી જાસૂસ જેવી સારી ફિલ્મ પણ બનાવી હતી કે જેમાં વિદ્યા બાલન લીડ રોલમાં હતાં.

દીયા મિર્ઝા હાલ અભિનેતા ઝાયદ ખાન સાથે પ્રોડક્શનની કમ્પની ચલાવી રહ્યાં છે કે જેમાં સાહિલ સંઘા કો-પાર્ટનર છે. દીયા-ઝાયદના દિગ્દર્શનમાં નિર્મિત લવ બ્રેકઅપ્સ ઝિંદગી ફિલ્મનું દિગ્દર્શન સાહિલે જ કર્યુ હતું અને તે દરમિયાન જ દીયા-સાહિલની નિકટતાઓ વધી અને બંને પ્રેમી-પ્રેમિકા બની બેસ્યાં.

દીયાએ 2000માં મિસ એશિયા પૅસેફિકનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. પછી તેઓ ફિલ્મો તરફ વળ્યા, પરંતુ અપેક્ષિત સફળતા ન મળી.

English summary
Dia Mirza and Sahil Sandha is ready to tie the knot. Here is the adorable couple at their mahendi and sangeet ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X