• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#Bold: આ એક્ટ્રેસે માત્ર મોજાં પહેરી કરાવ્યું ફોટોશૂટ

|
Google Oneindia Gujarati News

બોલિવૂડ અને મોડેલિંગની દુનિયામાં પોતાના બોલ્ડ અંદાજ માટે પોપ્યૂલર હિરોઇનમાં બ્રૂના અબ્દુલ્લાનું નામ આવે છે. પોતાના બોલ્ડ અંદાજ અને તસવીરોને કારણે તે અવાર-નવાર ચર્ચામાં રહે છે. ફરી એકવાર આવા જ એક કારણસર તે ચર્ચામાં છે.

શાનદાર ફોટો, શાનદાર મેસેજ

શાનદાર ફોટો, શાનદાર મેસેજ

હાલમાં જ બ્રૂનાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે મોજાં સિવાય કંઇ નથી પહેર્યું. સાથે જ તેણે પોતાના ફેન્સ માટે એક શાનદાર મેસેજ પણ લખ્યો છે. ઉલ્લેખનીય છે કે, કોઇ પણ મોડેલ કે એક્ટ્રેસ જ્યારે આવો ફોટો પોસ્ટ કરે ત્યારે ઘણીવાર તેની પર આપણી સંસ્કૃતિ નષ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવે છે.

બ્રૂનાનો મેસેજ

બ્રૂનાનો મેસેજ

આથી જ કદાચ બ્રૂનાએ આ ફોટો સાથે ખૂબ જ સૂચક મેસેજ લખ્યો છે. તેણે લખ્યું છે, હું ચૂડેલ છું, હું પ્રેમિકા છું, હું બાળકી છું, હું માં છું, હું પાપી છું, હું સંત છું, પણ મને આ વાતની શરમ નથી. હું તારું સ્વર્ગ છું, હું તારું નરક છું. પરંતુ વચ્ચે ક્યાંય નથી. આથી તને ખબર છે કે હું તને અન્ય કોઇ રૂપમાં કેમ નહીં મળું.

બ્રાઝિલની છે બ્રૂના

બ્રાઝિલની છે બ્રૂના

બ્રૂના મૂળ બ્રાઝિલની છે, તેણે આઇ હેટ લવ સ્ટોરીથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેના નાના રોલ છતાં તેની સુંદરતાના ખૂબ વખાણ થયા હતા. જો કે, અન્ય વિદેશી અભિનેત્રીઓની માફક જ બોલિવૂડમાં પગ પેંસારો કરવા માટે તેણે હિંદી પર પકડ મજબૂત કરવાની જરૂર છે.

ફેશન શો

ફેશન શો

બ્રૂના કેટલાક ફેશન શોમાં પણ ભાગ લઇ ચૂકી છે. તે લેકમે ફેશન વિકમાં જોવા મળી હતી. આ સિવાય તેણે પેટા માટે પણ ફેશનવોક કર્યું હતું. તે ક્લેર અને મેક્સિમના કવરપેજ પણ દેખાઇ ચૂકી છે.

દેસી બોયઝ

દેસી બોયઝ

તે અનેક ફિલ્મો અને રિયાલિટી શોમાં દેખાઇ ચૂકી છે. તે અક્ષય કુમારના ખતરોં કે ખેલાડીમાં જોવા મળી હતી. આ સિવાય અક્ષય અને જ્હોનની ફિલ્મ દેસી બોયઝના એક સોન્ગમાં પણ તે જોવા મળી હતી. આ સોન્ગ હિટ થયું હતું.

બોયફ્રેન્ડ સાથે વેકેશન

બોયફ્રેન્ડ સાથે વેકેશન

થોડા સમય પહેલાં જ બ્રૂના પોતાના બોયફ્રેન્ડ સાથે વેકેશન પર ગઇ હતી. તેણે આ વેકેશનની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. બિકિની અને બીચ કોશ્ચ્યુમમાં તે ખૂબ હોટ અને સુંદર લાગી રહી હતી.

રિયાલિટી શોઝ

રિયાલિટી શોઝ

ખતરોં કે ખેલાડી સિવાય તે 'કોમેડી ક્લાસિસ'માં પણ દેખાઇ હતી. બ્રૂનાએ 'નચ બલિએ-6'માં પણ પાર્ટિસિપેટ કર્યું હતું. આ રિયાલિટી શોઝ અને ખાસ કરીને 'ખતરોં કે ખેલાડી' બાદ તેની ખાસી સ્ટ્રોંગ ઇમેજ સામે આવી હતી.

બોલિવૂડ ફિલ્મ

બોલિવૂડ ફિલ્મ

બોલિવૂડમાં ડેબ્યૂ કર્યાં બાદ તે દેસી બોયઝ સિવાય જય હો, મસ્તીઝાદે, ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. આ સિવાય તેણે તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ડેબ્યૂ ફિલ્મ

ડેબ્યૂ ફિલ્મ

બહુ ઓછાને ખબર હશે કે, બ્રૂનાની ખરી ડેબ્યૂ ફિલ્મ આઇ હેટ લવ સ્ટોરી નહીં, પરંતુ કેશ છે. આ ફિલ્મમાં તેણે એક આઇટમ સોન્ગ કર્યું હતું. આ ફિલ્મ અને દેસી બોયઝનું તેનું આઇટમ સોન્ગ હિટ રહ્યું હતું, જે પછી તેની ફેન ફોલોઇંગ પણ ખાસી વધી હતી.

કિંગફિશર કેલેન્ડર ગર્લ

કિંગફિશર કેલેન્ડર ગર્લ

સુંદર અને બોલ્ડ બોલિવૂડ અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લા વર્ષ 2007માં કિંગફિશર કેલેન્ડર ગર્લ પણ રહી ચૂકી છે. તે હાલ મુંબઇમાં જ રહે છે અને એક્ટિંગની સાથે સાથે મોડેલિંગમાં પણ સક્રિય છે.

તમિલ ફિલ્મો

તમિલ ફિલ્મો

બ્રૂના સાઉથની ફિલ્મોમાં પણ નસીબ અજમાવી રહી છે. વર્ષ 2012માં તેની તમિલ ફિલ્મ બિલ્લા-2 આવી હતી.

ફિલ્મી સફરની શરૂઆત

ફિલ્મી સફરની શરૂઆત

પોતાના એક ઇન્ટરવ્યૂમાં તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત અંગે જણાવ્યું હતું. બ્રૂના ટૂરિસ્ટ તરીકે ઇન્ડિયા માત્ર ફરવા આવી હતી. અહીં આવ્યા બાદ તેણે મોડેલિંગમાં ઝંપલાવ્યું અને ત્યાર બાદ ફિલ્મોમાં આવી.

મ્યૂઝિક આલ્બમ

મ્યૂઝિક આલ્બમ

ફિલ્મોમાં આવતાં પહેલાં તેણે એડ ફિલ્મ અને મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. તે સૌ પ્રથમ શેખર સુમનના મ્યૂઝિક આલ્બમ મેરે ગમ કે દાયરેમાં જોવા મળી હતી.

બ્રૂનાની બેસ્ટ ફ્રેન્ડ છે હેઝલ

બ્રૂનાની બેસ્ટ ફ્રેન્ડ છે હેઝલ

થોડા સમય પહેલાં જ બ્રૂના પોતાની બેસ્ટ ફ્રેન્ડ હેઝલના મેરેજ ફંક્શનમાં જોવા મળી હતી. ક્રિકેટર યુવરાજ અને હેઝલના મેરેજમાં હાજરી આપવા પહોંચેલ બ્રૂના અત્યંત ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.

વધુ વાંચો

વધુ વાંચો

મધુર ભંડારકારની ફિલ્મ કેલેન્ડર ગર્લથી ડેબ્યૂ કરનાર અભિનેત્રી રૂહી સિંહ હાલ પોતાની લેટેસ્ટ તસવીરો માટે ચર્ચામાં છે.

Read also : આ એક્ટ્રેસ હોટનેસના મામલે કેટરિના-દીપિકાને આપે છે ટક્કર..Read also : આ એક્ટ્રેસ હોટનેસના મામલે કેટરિના-દીપિકાને આપે છે ટક્કર..

English summary
Bruna Abdulllah goes bold in a photoshoot wearing nothing except stockings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X