દબંગ-3ના બૉક્સ ઑફિસ કરતાં CAA પરની ચર્ચા વધુ જરૂરી છેઃ સોનાક્ષી સિન્હા
સિટિઝન એમેડમેન્ટ એક્ટને લઈ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, આસામ, કોલકાતા સહિતના મોટાભાગના શહેરોમાં આનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે હાલ રિલીઝ ફિલ્મો પર પણ તેની અસર જોવા મળી રહી છે. ફિલ્મોને દર્શકો ઓછા જોવા મળી રહ્યા છે. સલમાન ખાન સ્ટારર ફિલ્મ દબંગ 3ના કલેક્શનથી આ વાત પર સ્પષ્ટ અંદાજો લગાવી શકાય છે.

દબંગ 3નું કલેક્શન
દબંગ 3થી 30 કરોડ સુધીની પોતાની ઓપનિંગ અને 100 કરોડ વીકેંડની ઉમ્મીદ હતી. પરંતુ ફિલ્મે 24 કરોડની જ ઓપનિંગ આપી દીધી, અને વીકેંડ સુધી ફિલ્મ 75 કરોડ સુધી જ પહોંચી શકી છે. એવામાં સોનાક્ષી સિન્હાએ કહ્યું કે હાલ દબંગ 3ના કલેક્શનથી વધુ મહત્વપૂર્ણ દેશભરમાં સીએએને લઈને ચર્ચા છે.

CAA વધુ જરૂરી
સોનાક્ષી સિન્હાએ કહ્યું કે, દેશમાં શું થઈ રહ્યું છે અમે બધા જાણીએ છીએ. મારું માનવું છે કે શું વધુ મહત્વપૂર્ણ છે તે લોકો જાણે છે, પરંતુ ઈમાનદારીથી કહું તો ફિલ્મને લઈ દર્શકોની પ્રતિક્રિયાથી ઘણી ખુશ છું. હાલ આખો દેશ સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ પર એકજુટ થઈ ગયો છે અને આ મુદ્દો ફિલ્મથી વધુ મહત્વપૂર્ણ છે.

વિરોધ નોંધાવ્યો
ઉલ્લેખનીય છે કે દેશમાં નાગરિકતા સંશોધન કાનૂનને લઈ મામલો ભારે ગરમાયો છે. બોલીવુડ સ્ટાર્સ પણ પોતાના વિચારો સામે રાખી રહ્યા છે. અનુરાગ કશ્યપ, ઋચા ચઢ્ઢા, સ્વરા ભાસ્કર, આયુષ્માન ખુરાના વગેરે કલાકારોએ ટ્વિટ કરી આ કાયદાનો વિરોધ નોંધાવ્યો છે.
દબંગ 3 ફિલ્મ રિવ્યુઃ ભરપૂર એક્શન, ભાઈનો શર્ટલેસ સીન, દમદાર વિલન...