કાસ્ટિંગ કાઉચ : સીરિયલમાં કામ અપાવવાના નામે 15 વખત બળાત્કાર!

મુંબઈ, 21 ડિસેમ્બર : થોડાક વર્ષ અગાઉ ન્યુઝ ચૅનલોના સ્ટિંગ ઑપરેશન્સ વડે ખુલ્લા થયેલા બૉલીવુડના કાસ્ટિંગ કાઉચ પ્રકરણની કેટલીક વધુ પરતો ખુલી છે. સિમનર સૂદ તથા વિજય પલાન્ડે કાંડ બાદ જે બાબતો સામે આવી છે, તેમાંની એક એ છે કે કાસ્ટિંગ કાઉચ ટેલીવિઝનની દુનિયામાં વધુ પ્રસરેલું છે.

casting-couch
હા જી, માયાનગરી મુંબઈમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક સ્ટ્રગલિંગ અભિનેત્રીએ એક કૅમેરામૅન સામે સીરિયલમાં કામ અપાવવના નામે 15 વખત બળત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો છે. આ અભિનેત્રીએ એવો આરોપ પણ મૂક્યો છે કે મુંબઈ નિવાસી અને સીરિયલમાં કૅમેરામૅન તરીકે કામ કરતા રવીન્દ્રનાથ ઘોષે સીરિયલમાં કામ અપાવવના નામે અનેક મહિલાઓનું યૌન શોષણ કર્યું. આ અંગે મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ છે.

પીડિત અભિનેત્રીના જણાવ્યા મુજબ કૅમેરામૅને પહેલા અનેક ડેલી શોપમાં કામ અપાવવાનો લાલચ આપ્યો. પછી તે તેને જુદી-જુદી જગ્યાએ લઈ ગયો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો. પોલીસે કેસ નોંધ્યા બાદ કૅમેરામૅનની પૂછપરછ કરી, તો તેણે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યાની વાત સ્વીકારી લીધી, પણ બળાત્કારની વાતનો ઇનકાર કર્યો. આરોપી રવીન્દ્રનાથ ઘોષને પોતાના કૃત્ય ઉપર કોઈ પસ્તાવો નથી. તેનું કહેવું છે - મેં તેને અનેક સીરિયલમાં કામ અપાવવાના પ્રયત્નો કર્યાં. આના ચક્કરમાં મારા 2 લાખ રુપિયાથી વધુ ખર્ચ થઈ ગયાં. અમારી વચ્ચે જે કંઈ થયું, તે બંનેની સંમતિ બાદ થયું. આ ગ્લૅમરની દુનિયામાં એક સામાન્ય બાબત છે. અહીં સુધી કે ઘોષે એમ પણ જણાવ્યું - આ દુનિયામાં કંઇક પામવા માટે કંઇક ગુમાવવું પડે છે. આરોપ મુજબ આરોપીએ મહિલા સાથે 2012થી અત્યાર સુધી કુલ્લે 12 વખત બળાત્કાર કર્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X