બોલિવૂડની હસીનાઓ વચ્ચે પણ કેટ ફાઈટ થાય છે? જાણો શું કહ્યું અનન્યા પાંડેએ?

તમે ઘણી વખત મીડિયા અહેવાલોમાં બોલિવૂડની હસીનાઓ વચ્ચેની કેટ ફાઈટ વિશે સાંભળ્યુ હશે. હવે આ કેટ ફાઈટને લઈને હાલમાં જ અનન્યા પાંડેએ ઘણા ખુલાસા કર્યા છે.

બોલિવૂડ અભિનેત્રીઓ વચ્ચેની કેટફાઇટના સમાચારોમાં કેટલું સત્ય છે તેના પર બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ પ્રતિક્રિયા આપી છે. અનન્યા પાંડે આ દિવસોમાં ફિલ્મ ખો ગયે હમ કહાંમાં વ્યસ્ત છે.

ananya and deepika

આ દરમિયાન તેણીએ એક્ટ્રેસની કેટફાઈટ વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેણીએ શાનદાર જવાબ આપ્યો. તેણીએ કહ્યું કે, તેની લેટેસ્ટ ફિલ્મ જોયા બાદ આલિયા ભટ્ટ અને મૃણાલ ઠાકુરે તેને ફોન કર્યો અને કૃતિ સેનને મેસેજ કર્યો.

એક ઈન્ટરવ્યુમાં અનન્યા પાંડેએ જણાવ્યું કે, તેની રેસ આલિયા ભટ્ટ, કૃતિ સેનન જેવી અભિનેત્રીઓ સાથે છે. આ દરમિયાન આલિયા ભટ્ટે કહ્યું કે તે બે લીડ એક્ટ્રેસની ફિલ્મોમાં કામ કરવાથી ડરતી નથી.

તેણીએ કહ્યું કે, બે અભિનેત્રીઓ સારી મિત્ર બની શકે છે. જરૂરી નથી કે તેમની વચ્ચે નફરત હોય.ખો ગયે હમ કહાં ફિલ્મ જોયા બાદ આલિયા ભટ્ટ અને મૃણાલ ઠાકુરે મને ફોન કર્યો. જ્યારે કૃતિ સેનને મેસેજ કર્યો. મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીની બહારના કેટલાક લોકોએ ખોટી ધારણાઓ ઊભી કરી છે.

આગળ તેણી જણાવે છે કે, લોકોને લાગે છે કે ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીઓ એકબીજાને સપોર્ટ કરતી નથી. પરંતુ આ બિલકુલ સાચું નથી. મને ઘણી મહિલા અભિનેત્રીઓનો સપોર્ટ મળે છે. દરેક વ્યક્તિ મારા સારા મિત્ર છે. અત્યાર સુધી મેં બે અભિનેત્રી આધારિત ફિલ્મો કરી છે, જેમાં સ્ટુડન્ટ ઑફ ધ યર 2, પતિ પત્ની ઔર વોથી લઈને ગહેરાઈયાં જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. મને દરેક વખતે અદ્ભુત અનુભવ થયો છે.

જણાવી દઈએ કે, ફિલ્મ ખો ગયે હમ કહાં ઓટીટી પર રિલીઝ થઈ છે. આ નેટફ્લિક્સ ફિલ્મમાં અનન્યા પાંડેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ જેવા કલાકારો જોવા મળ્યા હતા. જેનું નિર્દેશન અર્જુન વરણ સિંહે કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X