• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Call The Media : કોઈને યાદ જ ન રહ્યો રાખીનો Birthday!

|

મુંબઈ, 25 નવેમ્બર : આયટમ ગર્લ અને ડ્રામા ક્વીન રાખી સાવંત બૉલીવુડમાં એક એવી અભિનેત્રી છે કે જે કદાચ બોલતા પહેલા કંઈ જ નથી વિચારતી. ત્યારે જ હંમેશા તેઓ વિવાદોમાં ફસાઈ જાય છે. ક્યારેક તેમનું દિલ રામદેવ બાબા પર આવી જાય છે, તો ક્યારેક અણ્ણા હજારેને સાચો મરદ બતાવી ચર્ચાઓમાં રહે છે. 25મી નવેમ્બર એટલે કંટ્રોવર્સી ક્વીન રાખી સાવંતનો જન્મ દિવસ, પરંતુ શું કોઈને યાદ હતો આ દિવસ? મીડિયાને બોલાવો બાપા...

બૉલીવુડના આ આયટમ ગર્લને કાયમ ચર્ચામાં જળવાઈ રહેવાનો હુન્નર આવે છે. રાખી સાવંત અને વિવાદ એક-બીજાની આગળ-પાછલ જ ચાલે છે. ક્યારેક તેમના બૉયફ્રેન્ડ અભિષેક સાથે તેમના બ્રેક-અપના કારણે, તો ક્યારેક મીકા સિંહના કિસ વિવાદના કારણે રાખી લોકોનું ધ્યાન ખેંચે છે. રાખીએ ફિલ્મોમાં કામ કર્યા બાદ ટેલીવિઝન જગતની વાટ પકડતા અનેક શો કર્યા કે જેનાથી તેમની લોકપ્રિયતા ખૂબ વધી.

જુઓ રાખી સાવંત અને તેમનું બિંદાસ્તપણું :

આમિર કૉપીકૅટ

આમિર કૉપીકૅટ

પોતાના બિંદાસ્તપણા માટે ચર્ચિત રાખીએ મિસ્ટર પરફેક્શનિસ્ટને નકલચી ઠેરવ્યા હતાં. હકીકતમાં આમિરના રિયલિટી શો સત્યમેવ જયતેના વખાણ રાખીને હજમ નહોતા થયા. બસ તેમણે આમિર સામે આરોપ મૂક્યો કે ટીવી શો સત્યમેવ જયતે તેમના શો રાખી કા ઇંસાફની કૉપી છે. રાખીનું માનવુ હતું કે આમિરે તેમના શોના કૉન્સેપ્ટની ચોરી કરી છે. તેમનો શો પણ આવો જ હતો. તે શોમાં લોકોના દુઃખ જોઈ તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતાં અને હૉસ્પિટલે દાખલ થવુ પડ્યુ હતું.

ભગવાન ન આપે તે ડૉક્ટર આપે

ભગવાન ન આપે તે ડૉક્ટર આપે

જો આપની પાસે કંઈક કમી છે... હોઠ, નાક, કાન... સૌનો ઇલાજ છે ડૉક્ટર. રાખી કંટ્રોવર્સી જ નહીં, સર્જરી ક્વીન પણ છે. હવે તેમણે ક્યાં-ક્યાં સર્જરીઓ કરાવી છે, તે તો પૂછો જ નહીં.

એ ભાઈ તૂને પપ્પી ક્યોં લી

એ ભાઈ તૂને પપ્પી ક્યોં લી

રાખી સાવંતનો સૌથી વિવાદાસ્પદ મુદ્દો મીકાની કિસ હતી. અગાઉ રાખીનો વિવાદ તેમના બૉયફ્રેન્ડ અભિષેક અંગે થયો હતો. લાંબા સમય સુધી રાખીનું અભિષેક સાથે અફૅર ચાલ્યું. નચ બલિયે બાદ આ અફૅર ખતમ થઈ ગયુ. બિગ બૉસમાં રાખીનો વિવાદ કાશ્મીર શાહ સાથે શરૂ થયો કે જે અત્યાર સુધી ચાલ્યો આવે છે. પોતાના બોલકણાપણા અને ઉગ્ર સ્વભાવના કારણે તેઓ નવા-નવા વિવાદો ઊભા કરે છે.

રામદેવ બાબા વર્સિસ રાખી

રામદેવ બાબા વર્સિસ રાખી

ટીવી શોમાં બાબા રામદેવે રાખી સાવંતને તેમના અંગે હીનકક્ષાની વાતો ન કહેવાની સલાહ આપી હતી. રાખી તેમની ઉપર ફિદા થઈ ગયાં. રાખીના જણાવ્યા મુજબ બાબા રામદેવે હીન વાત કહી એક રીતે પ્રેમનો ઇઝહાર કરી દીધો છે. બસ તેમણે બાબા સાથે લગ્ન કરવાની ઇચ્છા જણાવી દીધી. તેમણે બાબાને પોતાની સાથે બિગ બૉસના ઘરે આવવાનો પડકાર ફેંક્યો. હકીકતમાં રાખી તેમની મેનકા બની તપસ્ય ભંગ કરવા માંગતા હતાં. રાખીની ઇચ્છા હતી કે બિગ બૉસ 5માં કલર્સ ચૅનલ બાબા રામદેવને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપે.

વધી ગયા ભાવ

વધી ગયા ભાવ

જાણવા મળ્યુ હતું કે એક શો માટે રાખીના કૉસ્ચ્યુમ તથા વિગ્સનુ બિલ લગભગ 72 લાખ રુપિયા થયું. ગઝબ દેશની અજબ કહાનિયાં નામના આ શોમાં રાખીના નખરા ચૅનલ ઉઠાવી ન શકી. ચૅનલે રાખીને રિક્વેસ્ટ કરી કે તેઓ પોતાનો ખર્ચ અડધો કરી દે, કારણ કે આટલી વધારે ઍમાઉંટનું પેમેંટ શક્ય નથી, પણ રાખીએ સ્પષ્ટ ઇનકાર કર્યો.

ટીવી પ્રોડક્શન હાઉસ

ટીવી પ્રોડક્શન હાઉસ

રાખીએ ટીવી માટે પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ ખોલવાનુ આયોજન કર્યું. તેના માટે તેમણે અંધેરીની એક મોટી બિલ્ડિંગમાં ફર્સ્ટ તથા સેકેંડ ફ્લોર ખરીદ્યું. સ્વાભાવિક છે કે તેઓ ટીવી પર રિયલિટી શો અને સીરિયલ્સનું નિર્માણ કરશે. બાયબલ પર સીરિયલ બનાવવાનો નિર્ણય તેઓ કરી ચુક્યા છે. જોકે આટલા બધા બિઝનેસ વચ્ચે તેઓ પોતાના શોખ બિલ્કુલ ભૂલ્યા નથી. સમજ્યાં? અરે ડાન્સ ભાઈ!

રાખી કા સ્વયંવર

રાખી કા સ્વયંવર

અપેક્ષા મુજબ એનડીટીવી ઇમેજિન પર કરોડો દર્શકો ટીવી દર્શકો સામે રાખી સાવંતે ઇલેશ પારૂજનવાળાને પોતાનો વર પસંદ કર્યો. એક હોટેલમાં થયેલ સ્વયંવરમાં રાખી સામે ક્ષિતિજ જૈન, માનસ કત્યાલ તથા ઇલેશ ઊભા હતાં. રાખી નર્વસ હતાં. તેમણે નિર્ણય કરતા પહેલા ઈશ્વરને યાદ કર્યા, પ્રાર્થના કરી અને અંતે ઇલેશને વરમાળા પહેરાવી. પછી બંનેએ એક-બીજાને વીંટી પહેરાવી સગપણની રસમ પૂરી કરી. પછી બંનેનું બ્રેક-અપ થઈ ગયું.

રાખી કા સ્વયંવર 2

રાખી કા સ્વયંવર 2

રાખીએ એક ટીવી ચૅનલ પર સ્વયંવર રચી ઇતિહાસ રચ્યો હતો, પરંતુ જો આપ વિચારતા હોવ કે રાખી સ્વયં કરી પસ્તાવતા હતા, તો આપ ખોટા છે. રાખીનું તો માનવું છે કે જો કોઈ ચૅનલ તેમના બીજા સ્વયંવરનું આયોજન કરે, તો તેઓ ખુશી-ખુશી તૈયાર છે. પ્રોબ્લેમ એટલુ જ છે કે હાલ તેમના રાખી કા સ્વયંવર 2 માટે કોઈ ચૅનલ તૈયાર નથી થતી.

બૉડીગાર્ડની શોધ

બૉડીગાર્ડની શોધ

રાખીએ એક અનોખુ કામ કર્યું. તેમણે પોતાના વિવિધ બૉડી પાર્ટ્સનો વીમો કરાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ પગલુ હૉલીવુડથી પ્રેરિત છે. તેઓ ઉત્સાહપૂર્વક વિદેશી હસીનાઓની કૉપી કરવા તૈયાર છે. રાખીએ કહ્યુ હતું - હું હૉલીવુડ સ્ટાર્સની જેમ જ પોતાના બૉડી પાર્ટ્સનો વીમો કરાવવા માંગુ છું. મેં પોતાનો લાઇફ તથા એક્સિડેંટ વીમો કરાવી રાખ્યો છે, પરંતુ હવે હું પોતાના ચહેરા, વાળ, ક્લીવેજ અને બટ્ટની પણ સલામતી ઇચ્છુ છું.

લીલી મરચી, પાર્ટી અને દેશપ્રેમ

લીલી મરચી, પાર્ટી અને દેશપ્રેમ

ચૂંટણી વખતે પણ રાખી સાવંતે લાઇમલાઇટ કૅશ કરી હતી. પહેલા તેઓ ભાજપની ઑફિસે દેખાયાં. પછી અચાનક એક દિવસ તેઓ પોપટ બની લીલી મરચીના ચૂંટણી ચિહ્ન સાથે ચૂંટણી સંગ્રામમાં કૂી પડ્યાં. આવુ તો રાખી જ કરી શકે. ખેર, શું તમે પણ એવા લોકોમાં સામેલ છો કે જેમણે રાખીને વોટ કર્યો હતો?

lok-sabha-home

English summary
Rakhi Sawant, born in 1978 celebrates her birthday on november 25. Reliving her not so successful yet controversial statements.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more