Pics : યોગ છે સેલિબ્રિટીઓની ફિટનેસ-હૉટનેસનું રહસ્ય!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 4 જાન્યુઆરી : તમે કોઈ પણ સેલિબ્રિટીને પૂછો કે તેમના મસલ્સ અને ફિટનેસનું રહસ્ય શું છે? જવાબમાં કદાચ તે કહેશે કે કંઈ ખાસ નહીં, મને જે ગમે છે, તે ખાઉ છું. મારૂં શરીર મહદઅંશે નૅચરલ પણ છે, પરંતુ સાચે જ આવું છે? નૅચરલ બૉડી પોતાની જગ્યાએ છે. હકીકત તો એ છે કે તેના માટે તેમને કલાકો સખત ટ્રેનિંગ અને ફિટનેસ રૂટીનમાંથી પસાર થવું પડે છે.

બૉલીવુડ હોય કે હૉલીવુડ દરેક ક્ષેત્રની સેલિબ્રિટીઓ પોતાને ચુસ્ત-દુરસ્ત રાખવા માટે સખત મહેનત કરતી હોય છે અને તેમના સખત રૂટીનમાં સૌથી લોકપ્રિય છે યોગ. અગાઉ યોગને માત્ર અધ્યાત્મ અને શિસ્તતા સાથે જોડીને જોવામાં આવતુ હતું, પરંતુ હવે તેના શારીરિક ફાયદાઓની પણ કિંમત સમજાવા લાગી છે.

ચાલો તસવીરોમાં બતાવીએ એવી સેલિબ્રિટીઓ કે જેઓ પોતાને હૉટ દાખવવા યોગનો સહારો લે છે :

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર પોતાના આરોગ્ય અંગે બહુ સજાગ રહે છે અને તેના માટે વિક્રમ યોગનો સહારો લે છે. તેમણે એક વાર ટ્વીટ કર્યુ હતું - આજથી મેં વિક્રમ યોગ શરૂ કર્યું છે કે જેને સૌ હૉટ યોગ કહે છે. સારૂ દેખાવા માટે મારા પિતા પણ તેનો સહારો લેતા હતાં.

મેગ રિયાન

મેગ રિયાન

અમેરિકી એક્ટ્રેસ અને નિર્માતા મેગ રિયાન પોતાના ઘરે યોગ કરે છે. તેમનું માનવું છે કે યોગનું સૌથી સારૂ પાસુ ચિંતન છે. આ આંતરિક શક્તિ છે કે જેથી તેઓ જીવનને વ્યવસ્થિત કરી શકે છે. યોગ દ્વારા તેમના જીવનમાં શાંતિ આવી અને જીવવની યોગ્ય દિશા મળી.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી બૉલીવુડમાં પોતાના શાનદાર ફિગર માટે જાણીતા છે. એવું શક્ય બન્યું યોગ શક્તિ દ્વારા. શિલ્પાએ તો યોગ નામે એક સીડી પણ તૈયાર કરી હતી કે જે જૂન-2008માં રિલીઝ થઈ હતી. શિલ્પા કહે છે - યોગે મારા શરીર, મગજ અને આત્માને ફિટ રાખ્યું. મારા ગળામાં સમસ્યા હતી અને હું ક્રોનિક સ્પૉન્ડાઇલિટિસથી પીડાતી હતી. તેથી મેં યોગ શરૂ કર્યું. મેં તેના માટે પ્રોફેશનલ ટ્રેનિંગ પણ લીધી અને મને ઘણો ફાયદો થયો.

કોંકણા સેન શર્મા

કોંકણા સેન શર્મા

બૉલીવુડ અભિનેત્રી કોંકણા સેન શર્મા પણ બૉડીને શેપમાં રાખવા યોગનો આસરો લે છે. કોંકણા એક થી ડાયન ફિલ્મમાં પોતાના નવા સ્વરૂપે શ્રેષ્ઠ દેખાયાં. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું - હું યોગ કરુ છું અને ઘણા વખતથી કરી રહી છું. તેનાથી મને ફાયદો થયો.

મૅડોના

મૅડોના

પૉપ સ્ટાર મૅડોના યોગને લાઇફસ્ટાઇલ તરીકે અપનાવનાર પ્રથમ સેલિબ્રિટી છે. તેમને અષ્ટાંગ યોગ તથા હઠ યોગ બહુ ગમે છે. તેઓ સામાન્યતઃ પોતાના જીવનમાં ઊર્જા તથા માનસિક તેમજ શારીરિક શાંતિ માટે યોગને શ્રેય આપે છે. મૅડોનાના જણાવ્યા મુજબ યોગ તાણમુક્ત થવાનુ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે.

લારા દત્તા

લારા દત્તા

બૉલીવુડ બ્યૂટી લારા દત્તાએ પણ સગર્ભાવસ્થા બાદ મિલાઓના શેપમાં આવવા માટે એક યોગ ડીવીડી લૉન્ચ કરી હતી. લારા કહે છે કે વ્યાયામ તેમજ સખત વર્કઆઉટે બાળકના જન્મ બાદ પણ મને શેપમાં રાખવામાં મદદ કરી.

જેનિફર એનિસ્ટન

જેનિફર એનિસ્ટન

અમેરિકી એક્ટ્રેસ જેનિફર એનિસ્ટન અઠવાડિયામાં યોગના પાંચ સેશન કરે છે. તેમણે શરીરને શેપમાં રાખવા તથા તાણમુક્ત રહેવાનો શ્રેય યોગને આપ્યો છે. તેઓ એમ પણ કહે છે કે યોગ વડે તેમની સિગરેટની ટેવ છુટી ગઈ. એનિસ્ટનના જણાવ્યા મુજબ રિલેક્સ કરવાની આ સૌથી શ્રેષ્ઠ યુક્તિ છે.

રિકી માર્ટિન

રિકી માર્ટિન

રિકી માર્ટિનના દુનિયાનામાં લાખો દીવાના છે. તેઓ પણ રિલેક્સ થવા અને મનની શાંતિ માટે યોગ કરે છે. હઠ યોગ તેમને સૌથી વધુ ગમે છે અને તેઓ પોતાના ઘરે અનેક પ્રકારના યોગો કરે છે. તેઓ કહે છે કે યોગથી તેમને હૃદય, મગજ અને શરીરને સ્થિર રાખવામાં મદદ મળી.

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવતને પણ યોગ બહુ ગમે છે. શૂટઆઉટ એટ વડાલામાં એક સેક્સી કમસિનની ભૂમિકામાં તથા ક્રિશ 3માં કસાયેલી બૉડી સાથે સુપરવુમન તરીકેની ભૂમિકામાં પ્રભાવિત કરનાર કંગના કહે છે - હું નિયમિત રીતે યોગ કરુ છું અને બૅલેન્સ્ડ ભોજન લઉ છું.

કરીના કપૂર

કરીના કપૂર

એક ઇંટરવ્યૂમાં કરીના કપૂરે જણાવ્યુ હતું - હું યોગ સાથે બહુ જોડાયેલી છું. મને લાગે છે યોગે મારું જીવન બદલી નાંખ્યું. હું દરરોજ સવારે એક કલાક અથવા અડધો કલાક યોગ કરુ છું કે જેથી મને આગળ વધતા રહેવામાં મદદ મળે છે. જે દિવસે હું યોગ નથી કરતી, મને લાગે છે કે મારો દિવસ સારો નહીં વીત્યો અને હું તે ટાસ્ક્સ પૂર્ણ ન કરી શકી કે જે મારે કરવા જોઇતા હતાં.

ક્રિસ્ટી ટુર્લિગટન

ક્રિસ્ટી ટુર્લિગટન

અમેરિકાના ટૉપ મૉડેલના ટુર્લિગટન પણ યોગમાં અતુટ વિશ્વાસ ધરાવે છે. ભારતની પરમ્પરાગત પદ્ધતિઓમાં પણ બહુ વિશ્વાસ છે અને તેઓ પોતાના જીવનમાં વાસ્તુ તથા આયુર્વેદને બહુ મહત્વ આપે છે. તેઓ યોગના આધ્યાત્મિક, શારીરિક તેમજ બૌદ્ધિક પાસાઓથી પણ બહુ પ્રભાવિત છે.

રાણી મુખર્જી

રાણી મુખર્જી

રાણી મુખર્જીએ દરરોજ બે કલાક યોગ કરીને માત્ર વજન જ નહીં ઘટાડ્યું, પણ પોતાની બૉડીને શેપમાં પણ લઈ આવ્યાં. તેઓ કહે છે - મેં વજન ઘટાવડા યોગ અને ટ્રેનિંગ બંનેનો સહારો લીધો. તેથી મારા શરીરને ઘણો ફાયદો થયો.

લીઝા રે

લીઝા રે

લીઝા રેને સ્કિન કૅંસર હતું કે જેને નાબૂદ કરવા માટે લીઝાએ યોગનો સહારો લીધો.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

નેહા માત્ર જિમ જ નથી જતાં, પણ સમય મળતાં તેઓ તરણ, રમત-ગતમ અને યોગ પણ કરે છે.

હેમા માલિની

હેમા માલિની

હેમા માલિની વયોવૃદ્ધ થઈ ગયા છતાં યંગ અને બ્યુટીફુલ લાગે છે. હેમાં પોતાના સૌંદર્ય અને ફિટનેસનું રહસ્ય યોગ અને ડાન્સને ગણાવે છે.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

નરગિસ ફખરી પણ નિયમિત રીતે યોગ કરે છે અને હૉટ-એન-ફિટ રહે છે.

English summary
Today we bring you 15 such celebrities who love yoga and practise it regularly to maintain their hot bodies!

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.