For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાસુ ભાગનાની@25 મૂવીઝ : કૂલી નં 1થી યંગિસ્તાન સુધીની સફર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 24 માર્ચ : બૉલીવુડના મોસ્ટ પ્રૉમીનંટ નિર્માતા વાસુ ભાગનાની આજે કોઈ પરિચયના મહોતાજ નથી. વાસુ ભાગનાની હાલમાં યંગિસ્તાન ફિલ્મને લઈને ચર્ચામાં છે કે જેમાં તેમના પુત્ર જૅકી ભાગનાની અને નેહા શર્મા છે. વાસુ ભાગનાની દ્વારા નિર્મિત યંગિસ્તાન 25મી ફિલ્મ છે.

વાસુ ભાગનાનીએ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે બૉલીવુડ કૅરિયર સને 1995માં શરૂ કર્યુ હતું. તેમણે ગોવિંદા અને કરિશ્મા કપૂર અભિનીત કૂલી નંબર 1 ફિલ્મ બનાવી હતી અને ત્યારથી લઈને યંગિસ્તાન સુધી તેઓ પચ્ચીસ ફિલ્મો બનાવી ચુક્યાં છે. પચ્ચીસ ફિલ્મ નિર્માણની ઉપલબ્ધિના ઉપલક્ષ્યમાં વાસુ ભાગનાનીએ એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યુ હતું કે જેમાં બૉલીવુડની અનેક હસ્તીઓએ હાજરી આપી વાસુ ભાગનાની ઉપર અભિનંદન વરસાવ્યા હતાં. આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન, યંગિસ્તાન ફિલ્મના કલાકારો જૅકી ભાગનાની, નેહા શર્મા, વાસુ સાથે કામ કરનાર ડેવિડ ધવન, સતીશ કૌશિક, સતીશ શાહ સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

ચાલો જોઇએ વાસુ ભાગનાની નિર્મિત ફિલ્મોના નામ અને પાર્ટીમાં હાજર સેલિબ્રિટીઓની તસવીરો :

અભિષેક બચ્ચન, જૅકી ભાગનાની અને હૃતિક રોશન

અભિષેક બચ્ચન, જૅકી ભાગનાની અને હૃતિક રોશન

વાસુ ભાગનાનીએ પ્રથમ ફિલ્મ 1995માં કૂલી નંબર 1નું નિર્માણ કર્યુ હતું. તેમાં ગોવિંદા અને કરિશ્મા કપૂર હતાં.

અમ્બિકા સુરી અને સંજય સુરી

અમ્બિકા સુરી અને સંજય સુરી

વાસુ ભાગનાનીએ 1997માં હીરો નંબર 1 બનાવી હતી. આ ફિલ્મમાં પણ ગોવિંદા-કરિશ્માની જોડી હતી.

અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને અભિષેક બચ્ચન

અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને અભિષેક બચ્ચન

વાસુએ 1998માં બડે મિયાં છોટે મિયાં અને પ્યાર કિયા તો ડરના ક્યા બનાવી હતી. બડે મિયાં છોટે મિયાંમાં ગોવિંદા-અમિતાભ તથા પ્યાર કિયા તો ડરના ક્યામાં સલમાન ખાન અને કાજોલ હતાં.

અરશદ વારસી અને તેમના પત્ની

અરશદ વારસી અને તેમના પત્ની

વાસુ ભાગનાનીએ 1999માં સલમાન-કરિશ્માને લઈ બીવી નંબર 1નું નિર્માણ કર્યુ હતું.

ડેવિડ ધવન અને કેન ઘોષ

ડેવિડ ધવન અને કેન ઘોષ

સને 2000માં વાસુએ તેરા જાદૂ ચલ ગયા બનાવી કે જેમાં અભિષેક બચ્ચન હીરો હતાં.

દીયા મિર્ઝા અને વાસુ ભાગનાની

દીયા મિર્ઝા અને વાસુ ભાગનાની

વાસુ ભાગનાનીએ 2001માં મુઝે કુછ કહના હૈ અને રહના હૈ તેરે દિલ મેં ફિલ્મો બનાવી.

એશા ગુપ્તા અને તમન્ના ભાટિયા

એશા ગુપ્તા અને તમન્ના ભાટિયા

વાસુએ 2002માં ઓમ જય જગદીશ તથા જીના સિર્ફ મેરે લિયે બનાવી.

જેનેલિયા ડીસૂઝા અને રીતેશ દેશમુખ

જેનેલિયા ડીસૂઝા અને રીતેશ દેશમુખ

2003માં વાસુએ આઉટ ઑફ કંટ્રોલ ફિલ્મ બનાવી.

પત્ની કોમલ સાથે હિમેશ રેશમિયા

પત્ની કોમલ સાથે હિમેશ રેશમિયા

વાસુ ભાગનાનીની 2005માં નિર્મિત ફિલ્મોમાં વાદા, સિલસિલે, અંતરમહલ : વ્યૂઝ ઑફ ધ ઇનર ચૅમ્બર તથા શાદી નંબર 1નો સમાવેશ થાય છે.

નેહા શર્મા અને જૅકી ભાગનાની

નેહા શર્મા અને જૅકી ભાગનાની

વાસુએ 2008માં સૉરી ભાઈ ફિલ્મ બનાવી.

રમેશ એસ તૌરાની અને કુમાર એસ તૌરાની

રમેશ એસ તૌરાની અને કુમાર એસ તૌરાની

વાસુ નિર્મિત 2009માં આવેલી ફિલ્મોમાં કલ કિસને દેખા તથા ડૂ નૉટ ડિસ્ટર્બનો સમાવેશ થાય છે.

રમેશ સિપ્પી અને તેમના પત્ની કિરણ જુનેજા

રમેશ સિપ્પી અને તેમના પત્ની કિરણ જુનેજા

વાસુ ભાગનાનીએ 2011માં ફાલતૂ ફિલ્મ બનાવી.

રણધીર કપૂર

રણધીર કપૂર

વાસુએ 2012માં અજબ ગઝબ લવ ફિલ્મ બનાવી હતી.

સતીશ કૌશિક

સતીશ કૌશિક

2013માં વાસુ નિર્મિત ફિલ્મો હતી હિમ્મતવાલા અને રંગરેઝ.

પત્ની સાથે સતીશ શાહ

પત્ની સાથે સતીશ શાહ

વાસુ ભાગનાનીની અત્યાર સુધી ત્રેવીસ ફિલ્મો રિલીઝ થઈ ચુકી છે.

સુષ્મિતા સેન અને તમન્ના ભાટિયા

સુષ્મિતા સેન અને તમન્ના ભાટિયા

વાસુ ભાગનાની 24મી ફિલ્મ યંગિસ્તાન હવે રિલીઝ થવાની છે. યંગિસ્તાન ફિલ્મમાં વાસુના પુત્ર જૅકી ભાગનાની હીરો છે તથા જૅકીના નાયિકા છે નેહા શર્મા.

વાસુ ભાગનાની પરિવાર

વાસુ ભાગનાની પરિવાર

વાસુ ભાગનાની 25મી ફિલ્મ હમશકલ્સ છે કે જે જૂનમાં રિલીઝ થવાની છે. હમશકલ્સ ફિલ્મમાં સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ અને રામ કપૂર છે.

English summary
Bollywood Most Prominent Producer Vashu Bhagnani Celebrates 25 Movies in Bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X