• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેલેબ્રિટી સિક્રેટ: ઇલિયાનાથી લઇને આલિયાની સ્લિમ બોડીનો રાજ

|

શું તમને પણ કાજલ અગ્રવાલ, ઇલિયાના ડિક્રૂઝ અને આલિયા ભટ્ટથી લઇને તમન્ના જેવી હિરોઇનોની સ્લિમ અને ટ્રીમ તથા પરફેક્ટ બોડી જોઇને ઇર્ષા થાય છે? શું તમને પણ તેવું થાય છે કે આ લોકો કેમ પતળા જ રહે છે અને તમે ડાયટિંગ અને કસરત કરવા છતાં વજન ઓછું નથી કરી શકતા. તો આજે અમે તમારી માટે લઇને આવ્યા છે સેલેબ્રિટીના ફિટનેસ સિક્રેટ.

Pics : દિપીકા, કંગના, કેટરીનાને વર્કઆઉટ કરતા જુઓ

જો કે તે વાત સાવ સાચી છે કે આ સેલેબ્રિટીની આગળ પાછળ ચાર-પાંચ લોકો ફરતા રહેતા હોય છે જે તેમના ખાવા પીવા અને ફિટનેસનું ધ્યાન રાખતા હોય છે અને આપણા માટે બધે મોરચે લડવું એટલું સરળ નથી હોતું. પણ તેમ છતાં તેમના ફિટનેસ સિક્રેટ આપણી કસરત અને ખોરાકની શૈલીમાં સારા સજેશન તો ચોક્કસથી એડ કરી જ શકશે.

આપની સેલિબ્રિટિઝના સ્વાસ્થ્યનું જાણો શું છે રહસ્ય..!

તો જાણો કેવા કેવા જતન કરે છે આ બોલીવૂડ સેલેબ્રિટી પોતાની કાયાને ફિટ અને તંદુરસ્ત રાખવા માટે. સાથે જ જાણો નાગાર્જૂન જેવા એવરગ્રીન એક્ટરથી લઇને સોનું સુદ જેવા બોડી બિલ્ડરના ફિટનેસના કેટલાક ખાસ રાજ. તો વાંચો નીચેનો આ રસપ્રદ અને રોચક ફોટોસ્લાઇડર...

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ આમ તો છે ખૂબ જ સ્લીમ અને ટ્રીમ પણ પોતાના વજનને મેનટેન કરવા માટે તેને પણ અઠવાડિયામાં ત્રણ વાર જીમમાં પરસેવા બહાવે છે અને જ્યારે જીમમાં જવા ના મળે ત્યારે સાઇકલિંગ કરે છે.

જેકલિન ડિક્રૂઝ

જેકલિન ડિક્રૂઝ

જેકલિન ડાયેટીશ્યન દ્વારા નક્કી કરેલું ડાયેટ ફૂડ ખાવાની સાથે જીમમાં અઠવાડિયામાં 4 વાર વર્કઆઉટ કરે છે. અને ગમે તે થાય તે પોતાના વર્કઆઉટને નથી છોડતી.

ત્રિશા

ત્રિશા

જે લોકોએ ત્રિશાની પહેલાની ફિલ્મો જોઇ હશે અને હાલની જોઇ હશે તે એક વાતમાં સમ ખાઇને કહેશે કે ત્રિશા જેવી પહેલા દેખાતી હતી તેવી જ આજે પણ દેખાય છે ત્યારે આટલા વર્ષોથી સ્લિમ ટ્રીમ બોડી રાખવાની કેડિટ ત્રિશા પાવર યોગાને આપે છે.

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા

જો કે તમન્ના ભાટિયાનું માનીએ તો તેણે પોતાની આ બ્યૂટિફૂલ બોડીને મેનટેન કરવા માટે ભારે વર્કઆઉટ કરવું પડે છે. જો કે તે પતળી રહેવા માટે જીમના બદલે સ્વિંમીંગનો સહારો લે છે.

સોનું સૂદ

સોનું સૂદ

સોનુનો બોડી છે એકદમ ફિટ પણ તે પોતાની બોડીને સાચવવા માટે ધરખમ પ્રયાસ પણ કરે છે તે બિલકુલ પણ સિગરેટ,દારૂ કે જંકફૂડ નથી ખાતો અને બેલેન્સ ડાયટની સાથે કસરત કરે છે.

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

હાલમાં જ સોનાએ પોતાની ધરખમ વજન ઓછું કર્યું છે જે અંગે તેનું કહેવું છે કે વર્કઆઉટ કર્યા વગર કોઇ છૂટકો નથી. અને તે એટલું સરળ પણ નથી પણ તમે એક વાર શરૂઆત કરશો તો પછી જાતે જ આદત પડી જશે.

શ્રૃતિ હસન

શ્રૃતિ હસન

શ્રૃતિ હસનને જીમમાં જવું બિલકુલ પણ નથી ગમતુ પણ તે અઠવાડિયામાં 45 મિનિટ સુધી ડાન્સ કરીને પોતાના શરીર રાખે છે મેનટેન.

શ્રિયા સરન

શ્રિયા સરન

શ્રિયા સરન દરરોજ સ્વીમિંગ, સાયકલિંગ અને બેડમિન્ટન જેવી ગેમ રમીને પોતાના શરીરને રાખે છે ચુસ્ત અને તંદુરસ્ત.

નયનતારા

નયનતારા

નયનતારા તેના શરીરને ફિટ રાખવા માટે દરરોજ વર્કઆઉટ કરે છે. અને ખાવા પીવાનું પણ ખાસ ધ્યાન રાખે છે.

નાગાર્જૂન

નાગાર્જૂન

નાગાર્જૂન પણ એવરગ્રીન એક્ટર છે અને પોતાની આ પરફેક્ટ બોડી માટે નાગાર્જૂનનું કહેવું છે કે તે રોજ કસરત કરે છે. અને પાછલા 25 વર્ષોથી તેમનું આ શરીર તેમની આ કસરતના કારણે જ ફીટ રહે છે.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

કાજલ પોતાની બોડીને ફિટ રાખવા માટે દરરોજ કસરત કરે છે અને ડાયટિશ્યન દ્વારા તૈયાર કરવામાં આવેલું ભોજન જ ખાય છે.

હંસિકા મોટવાની

હંસિકા મોટવાની

હંસિકા દરરોજ વેટ લિફટીંગ અને કાર્ડિયો કરે છે. વળી તે મેડિટેશન અને યોગા પણ કરે છે. અને વર્કઆઉટ પછી પ્રોટિન મિલ્કશેક લે છે.

ઇલિયાના

ઇલિયાના

ઇલિયાના પણ દરરોજ વર્કઆઉટ કરે છે અને સ્વીમિંગ દ્વારા તે પોતાની બોડીને ટોન રાખે છે.

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટી એક ટ્રેન યોગા ઇન્ટ્રક્ટર છે. અને તે આ દ્વારા જ પોતાની બોડીને મેનટેન કરે છે.

English summary
Celebs and Their Fitness Secrets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X