ઈરફાન ખાનની ફિલ્મ 'અધૂરા' રીલિઝ ના થઈ, સમલૈંગિક સંબંધો પરની પહેલી બૉલીવુડ ફિલ્મ
મુંબઈઃ મહાન કલાકાર ઈરફાન ખાન ભલે આપણી વચ્ચે ભલે ના રહ્યા હોય, પરંતુ તે પોતાના અભિનય માટે આપણી યાદોમાં હંમેશા જીવિત રહેશે. મલ્ટી ડાયરેક્શન વાળી ફિલ્મમાં અભિનય કરી ઈરફાને પોતાની એક્ટિંગથી સૌકોઈનું દિલ જીતી લીધું હતું. જો કે ઈરફાન ખાનની કેટલીક ફિલ્મો એવી પણ હતી, જે આજ સુધી રિલીઝ નથી થઈ શકી. તેવી જ ફિલ્મોમાંની એક હતી ફિલ્મ અધૂરા. ફિલ્મને સેંસર બોર્ડે રિલીઝ થવા પર રોક લગાવી દીધી.

પડકારજનક અભિનયને પસંદ કર્યો
ઈરફાનની આ ફિલ્મ સમલૈંગિક સંબંધો પર આધારિત હતી. 90ના દશકમાં સમલૈંગિકતા પર ફિલ્મો બનાવવી સહેલી નહોતી. હોમોસેક્સ્યુઆલિટીને લઈ ભારત જેવા દેશમાં સોચ અલગ હતી. લોકો સમલૈંગિકતાને અલગ નજરે જોતા હતા. ફિલ્મના નિર્દેશક અને ઈરફાન આ વાત જાણતા હતા, પરંતુ તેમણે આ ફિલ્મને ચેલેન્જ તરીકે લીધી. અભિનેતા તરીકે ઈરફાન પોતાના દર્શકો સમક્ષ પોતાના અભિનયના અલગ અલગ રંગ રજૂ કરવા માંગતા હતા. 90ના દશકમાં આવા પ્રકારની ફિલ્મ બનાવવી પોતાના કરિયર સાથે ખિલવાડ કરવા બરાબર હતું, પરંતુ ઈરફાને આ પડકાર સ્વીકારી લીધો હતો.

સમલૈંગિક સંબંધો પર આધારિત હતી ફિલ્મ
ઈરફાન ખાને પણ 90ના દશકમાં સમલૈંગિક સંબંધો પર બનેલી ફિલ્મ અધૂરામાં કામ કર્યું હતું. વર્ષ 1995માં બની આ ફિલ્મમાં ઈરફાને એક ગેનો રોલ નિભાવ્યો હતો. આ પિલ્મને બૉલીવુડમાં સમલૈંગિક સંબંધો પર બનેલી પહેલી ફિલ્મ માનવામાં આવે છે. ફિલ્મ બનીને આખી તૈયાર થઈ ગઈ હતી, પરંતુ આજ સુધી ફિલ્મ રિલીઝ નથી થઈ શકી. સેંસર બોર્ડે આજ સુધી આ ફિલ્મને પાસ નથી કરી.

ખુદ ઈરફાન ખાને ઈન્ટર્વ્યૂમાં આ વાત કહી હતી
આ ફિલ્મને લઈ બહુ ઓછા લોકોને જાણકારી છે. ખુદ ઈરફાન ખાને એક ઈન્ટર્વ્યૂમાં આ વિશે જણાવ્યું હતું કે તેમણે એક ફિલ્મમાં ગે કેરેક્ટર પ્લે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 90ના દશકામાં લોકો સમલૈંગિકતા પર ખુલ્લીના ચર્ચા નહોતા કરતા. તેમણે પણ આ ફિલ્મને લઈ વધુ વાત નહોતી કરી. તેમણે ઈન્ટર્વ્યૂ દરમિયાન કહ્યું કે ફિલ્મ બનાવ્યાના 25 વર્ષ બાદ પણ આ ફિલ્મ રિલીઝ ના થઈ શકી હોવાનું કારણ સામે નથી આવ્યું. ઈરફાને કહ્યું હતું કે સેંસર બોર્ડ દ્વારા ફિલ્મ પર રોક લગાવી દેવામાં આવી હતી. ફિલ્મના નિર્દેશન આશીશ બલરામ નાગપાલે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી હતી. આ ફિલ્મમાં તેમણે એક્ટિંગ પણ કરી હતી. ઈરફાનની અપોઝિટ તેમણે ખુદને કાસ્ટ કર્યો હતો. આ ફિલ્મની કહાની એક ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ અને જર્નાલિસ્ટ પર આધારિત હતી. જો કે આપણે ઈરફાનની આ ફિલ્મને જોઈ ના શક્યા.
રોજ શૂટિંગ પહેલા શિવમંદિર જળ ચડાવવા જતા હતા ઈરફાન ખાન, ડ્રાઈવરે જણાવ્યુ સત્ય