• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દમ છે બૉસ, શુદ્ધ કૉમેડીથી ભરપૂર ચશ્મે બદ્દૂર : રિવ્યૂ

|

મુંબઈ, 5 એપ્રિલ : ફિલ્મ જોયા બાદ એક લાઇન જે આપના હોઠે ચોંટી જશે, તે છે દમ છે બૉસ. ચશ્મે બદ્દૂર ફિલ્મમાં તાપસી પન્નૂ, અલી ઝફર, દિવ્યેન્દુ શર્મા, સિદ્ધાર્થ નારાયણ, ઋષિ કપૂર તથા અનુપમ ખેરે શાનદાર એક્ટિંગ કરી છે. ફિલ્મમાં અનેક એવા સીન્સ છે કે જ્યાં આપ પોતાની જાતને હસતા રોકી શકશો નહીં. લાંબા સમય બાદ એક બહેતરીન કૉમેડી ફિલ્મ રૂપરી પડદે જોવા મળી છે. ફિલ્મમાં ક્યાંય પણ એવું લાગ્યું નથી કે કૉમેડી પરાણે ઉમેરવામાં આવી હોય.

ડેવિડ ધવને એક એવી ફિલ્મ બનાવી છે કે જેમાં કૉમેડીનું ફ્લેવર કંઈક એવી રીતે નાંખવામાં આવ્યું છે કે આખી ફિલ્મમાં તેની મહેક સ્પષ્ટ રીતે પ્રસરી રહી છે. એક બાજુ આજકાલ સેંસલેસ તથા નૉનવેજ કૉમેડી ધરાવતી ફિલ્મો બને છે, તો બીજી બાજુ આવી સાફ-સુથરી અને બહેતરીન કૉમેડી ફિ્લમ સાચે લોકો માટે આ વીકેન્ડ મજાનું બનાવી દેશે.

વાર્તા : ચશ્મે બદ્દૂર ફિલ્મની વાર્તા ત્રણ મિત્રો ઓમી (દિવ્યેન્દુ શર્મા), સિદ્ધાર્થ પરાસર (અલી ઝફર) તથા જય (સિદ્ધાર્થ)ની આજુબાજુ ફરે છે. ઓમી અને જય પોતાના ઘરની બહાર એક દિવસ સીમા (તાપસી પન્નૂ)ને જુવે છે કે જે પોતાના ઘરેથી ભાગી પોતાના કાકાને ઘરે ગોવા આવેલી હોય છે. સીમાના પિતા (અનુપમ ખેર) એક આર્મી ઑફિસર છે અને તેઓ કોઇક આર્મી ઑફિસર સાથે જ સીમાના લગ્ન કરવા માંગે છે, પરંતુ સીમા કોઈ સામાન્ય યુવાન સાથે લગ્ન કરવા માંગે છે. સીમાના કાકા (અનુપમ ખેરનો જોડિયો ભાઈ) ઇચ્છે છે કે સીમાના લગ્ન કોઇક આર્મી ઑફિસર સાથે નહીં, પણ કોઇક સામાન્ય યુવાન સાથે થાય. સીમાને જોયા બાદ ઓમી અને જય તેને પટાવવાની કોશિશ કરે છે, પરંતુ સીમા તેમને ભાવ નથી આપતી. સીમાની મુલાકાત સિદ્ધાર્થ સાથે થાય છે અને તે તેને પસંગ કરવા લાગે છે. સિદ્ધાર્થ જે કૉલેજમાં ભણે છે, તે કૉલેજમાં સીમાના કાકા પ્રોફેસર હોય છે. સિદ્ધાર્થ પાસેથી આ જાણ્યા બાદ કે તે સીમાને પસંદ કરે છે, કાકા સીમા-સિદ્ધાર્થના લગ્ન કરવાનું નક્કી કરે છે, પરંતુ ત્યારે જ સિદ્ધાર્થના બંને મિત્રો સિદ્ધાર્થ તથા સીમાવચ્ચે ગેરસમજ ઊભી કરી દે છે અને સિદ્ધાર્થ-સીમા જુદા પડી જાય છે. પછી સીમા અને સિદ્ધાર્થ વચ્ચે શું થાય છે? શું આ બંને ફરી એક થાય છે? શું સીમાના પિતા તેના લગ્ન માટે તૈયાર થાય છે? આ તમામ પ્રશ્નોના જવાબજાણવા આ વીકેન્ડે જરૂર જુઓ ચશ્મે બદ્દૂર.

અભિનય : તાપસી પન્નૂની આ પ્રથમ ફિલ્મ છે, પરંતુ સમગ્ર ફિલ્મમાં તેમણે બહેતરીન એક્ટિંગ કરી છે. તેમનું સૌંદર્ય પણ સૌને પસંદ પડે તેવું છે. દરેક સીન ભલે તે કૉમેડી હોય, ડ્રામા હોય કે રોમાંસ, તાપસીના ચહેરાના ભાવ બહેતરીન છે. તેમના ચહેરાની ફ્રેશનેસે પણ લોકોને ખૂબ ઇમ્પ્રેસ કર્યાં. તેમના ડાયલૉગ્સમાં દમ છે. બીજી બાજુ દિવ્યેન્દુ શર્માના પણ જેટલા વખાણ કરીએ, તેટલા ઓછા છે. તેમણે ફિલ્મમાં પોતાની ફની શાયરીઓ દ્વારા લોકોના દિલ જીતી લીધાં. ફિલ્મમાં તેમની એન્ટ્રી સાથે જ લોકોનું ધ્યાન તેમની ઉપર ટકી જાય છે. રંગ દે બસંતી તથા સ્ટ્રાઇકરમાં કામ કરી ચુકેલાં સિદ્ધાર્થે કંઇક નવુંકરવાની કોશિશ કરી છે. અત્યાર સુધી સીરિયલ ટાઇપના લુક સાથે સીરિયસ પાત્ર કરનાર સિદ્ધાર્થે કૉમેડીના ફ્લેવરમાં પોતાને ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મમાં ઋષિ કપૂર કાયમની જેમ બહેતરીન રહ્યાં છે. તેઓ એક કૅફેના માલિક તરીકે દર્શાવાયાં છે. તેમના કૅફેમાં જઈ ત્રણે મિત્રો ફ્રીમાં ખાય છે. ઋષિએ પણ લોકોને ખૂબ હસાવ્યાં છે. અનુમમ ખેરની કૉમેડી ભી શાનાર છે. અમુક સ્થાને તેમની કૉમેડીથી ખૂબ હાસ્ય ઉપજે છે.

English summary
Chashme Buddoor movie, directed by David Dhawan, is the remake of 1981 film of the same name. Chashme Badoor movie that features Ali Zagar, Siddharth and Divyensgu Sharma and Taapsee Panu, is about three friends Sid, Jai and Omi who live together in a small house in Goa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X