જાણીતી સિંગર સુનિધિ ચૌહાણ પર લાખોની છેતરપિંડીનો કેસ, જાણો સમગ્ર મામલો
બોલિવુડની જાણીતી સિંગર સુનિધિ ચૌહાણ પર લાખો રૂપિયાની છેતરપિંડી સામે આવી છે. વાત યુપીના પ્રયાગરાજની છે જ્યાં સોમવારે જાણીતી સિંગર સુનિધિ ચૌહાણ પર 20 લાખ રૂપિયા હડપી લેવાનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં આયોજન સમિતિ સાથે જોડાયેલા ટ્રિપલ આઈટીના છાત્ર તરફથી ધૂમનગંજ પોલિસ સ્ટેશનમાં કેસ ફાઈલ કરાવવામાં આવ્યો છે ત્યારબાદ પોલિસ હરકતમાં આવી છે અને તપાસ શરૂ કરી દીધી છે.

સિંગર સુનિધિ ચૌહાણ પર લાખોની છેતરપિંડી
માહિતી મુજબ પ્રયાગરાજના જાણીતા ટ્રિપલ આઈટીના વાર્ષિક સમારંભમાં ગયા વર્ષે સુનિધિ ચૌહાણનો શો કરાવવાનો હતો જેના માટે આયોજન સમિતિની સંમતિ બાદ તેલિયરગંજ સ્થિત ડ્રીમ મેકર્સ ઈવેન્ટ પ્લાનિંગ ફર્મ સાથે ડીલ નક્કી થઈ હતી જેમાં સંસ્થા તરફથી 20 લાખ રૂપિયા આપવાની વાત કહેવામાં આવી હતી જેમાંથી 19 લાખ રૂપિયા એડવાન્સ પેમેન્ટ હતુ અને એક લાખ કાર્યક્રમ થયા પછી આપવાની વાત હતી.

કાર્યક્રમમાં સુનિધિ ચૌહાણ ન આવી
કાર્યક્રમમાં સુનિધિ ચૌહાણ આવી નહિ ત્યારબાદ સંસ્થા તરફથી ડ્રીમ મેકર્સ ઈવેન્ટ પ્લાનિંગ ફર્મ સાથે સતત વાત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ તેના તરફથી કોઈ રિપ્લાય ન આવ્યો અને ના પૈસા પાછા આપવામાં આવ્યા ત્યારબાદ આયોજન સમિતિ સાથે જોડાયેલ ટ્રિપલ આઈટીના છાત્ર અને જિમખાના મહાસચિવ પ્રખર ચતુર્વેદી તરફથી આ મામલે રિપોર્ટ ફાઈલ કરાવવામાં આવ્યો.
આ પણ વાંચોઃ પોતાની પત્નીને કહીને જુઓ આ વાતો, દિલમાં ઉમટી પડશે તમારા પ્રત્યે અનેક ગણો પ્રેમ

સુનિધિએ 2000થી વધુ ગીત ગાયા છે...
તમને જણાવી દઈએ કે સુનિધિ ચૌહાણ બોલિવુડની જાણીતી સિંગર છે, તેમણે મરાઠી, કન્નડ, તમિલ, તેલુગુ, બંગાળી, અસમિયા અને ગુજરાતી ફિલ્મોમાં પણ 2000થી વધુ ગીત ગાયા છે, ચૌહાણે ગાયનની શરૂઆત ચાર વર્ષની ઉંમરે કરી હતી. તેને પ્રસિદ્ધિ ટેલિવિઝન ગીત પ્રતિસ્પર્ધા ‘મેરી આવાઝ સુનો'થી મળી હતી. તેને લોકપ્રિયતા રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘મસ્ત'થી મળી જેમાં તેણે ‘રુકી રુકી સી જિંદગી' ગીત ગાયુ કે જે હિટગીત સાબિત થયુ. તેને કુલ ચૌદ ફિલ્મફેર પુરસ્કારોનું નામાંકન અને ત્રણમાં જીત મળી છે. તેણે બે સ્ટાર સ્ક્રીન પુરસ્કાર, બે આઈફા પુરસ્કાર અને એક ઝી સિનેમાં અવૉર્ડ મળી ચૂક્યા છે.