VIDEO: વૉગના કવર પેજ પર શાહરુખની દીકરી સુહાના, ફોટા વાયરલ
બોલિવુડ સુપરસ્ટારહ શાહરુખ ખાન અને ઈન્ટીરિયર ડિઝાઈનર ગૌરી ખાનની દીકરી સુહાના પોતાના ડેબ્યુ માટે તૈયાર છે. આ વાતનો પુરાવો તેનું પહેલુ મેગેઝીન કવર છે જેમાં પહેલી વાર સુહાનાનો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે. સુહાનાએ વૉગના મેગેઝીન પર કવર ગર્લ રૂપે ડેબ્યુ કર્યુ છે અને તેની ગ્લેમરસ ફોટાએ સૌને ચોંકાવી દીધા છે. આ મેગેઝીનને શાહરુખ ખાને પોતે લોન્ચ કર્યુ છે.

સુહાનાએ શૂટ કર્યુ પહેલુ મેગેઝીન કવર
શાહરુખ ખાનની દીકરી સુહાનાએ ઈન્ટરનેશનલ મેગેઝીન વૉગના ઈન્ડિયન એડીશન પર ડેબ્યુ કર્યુ છે. 18 વર્ષની સુહાના મેગેઝીન કવર પર ખૂબ સ્ટાઈલિશ અને ગ્લેમરસ લાગી રહી છે. વૉગ મેગેઝીને સુહાનાના કેટલાક ફોટા રિલીઝ કર્યા છે જેમાં તેનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. આ મેગેઝીનને શાહરુખે પોતે વૉગ બ્યુટી એવોર્ડ્ઝના ખાસ પ્રસંગે રિલીઝ કર્યુ.

પપ્પાએ પોતે લોન્ચ કર્યુ મેગેઝીન
મેગેઝીનના ફોટા સોશિયલ મીડિયા પર લોન્ચ કરતા શાહરુખે લખ્યુ, ‘તેને ફરીથી પોતાના હાથોમાં ઉઠાવી રહ્યો છુ, આભાર વોગ, તને મારો પ્રેમ આપી રહ્યો છુ અને એક હગ પણ. હેલો સુહાના ખાન.' મા ગૌરીએ પણ સુહાનાના ફોટા અને વીડિયો શેર કર્યા છે. વૉગને આપેલા ઈન્ટરવ્યુમાં સુહાનાએ જણાવ્યુ કે તે બોલિવુડમાં પોતાનું કેરિયર બનાવવા ઈચ્છે છે પરંતુ તે પહેલા અભ્યાસ તેની પ્રાથમિકતા છે. શાહરુખ પણ ઘણી વાર સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેના બાળકો પહેલા અભ્યાસ પૂરો કરશે પછી ફિલ્મોમાં પગ મૂકશે.

અભિનેત્રી બનવા ઈચ્છે છે સુહાના ખાન
સુહાના હાલમાં લંડનમાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે ત્યારબાદ તે કોઈ યુનિવર્સિટીમાંથી એક્ટિંગનો કોર્સ કરવા ઈચ્છે છે. શાહરુખનો મોટો દીકરો આર્યન લોસ એન્જેલસમાં ફિલ્મમેકિંગ શીખી રહ્યો છે. સુહાના પણ પોતાના ભાઈ પાસે એક્ટિંગમાં કોર્સ કરવા માટે જશે. પોતાના અને પિતા શાહરુખ વચ્ચેના સંબંધો અંગે સુહાનાએ જણાવ્યુ કે બાળપણમાં તેને શાહરુખની લોકપ્રિયતા પસંદ નહોતી પરંતુ હવે બંને બેસ્ટ-ફ્રેન્ડ્ઝ છે. સુહાના શાહરુખ સાથે પોતાની એક્ઝામથી લઈને બોયફ્રેન્ડ સુધીની બધી વાતો કરે છે.

શાહરુખ નહિ કરે દીકરી સુહાનાને લોન્ચ
બીજા સ્ટાર કિડ્ઝની જેમ સુહાના પણ થોડા વર્ષોમાં બોલિવુડમાં પોતાનુ કેરિયર બનાવશે પરંતુ શાહરુખ તેને લોન્ચ નહિ કરે. મેગેઝીનમાં છપાયેલા ઈન્ટરવ્યુ મુજબ શાહરુખ ઈચ્છે છે કે તેના બાળકો સ્ટાર્સની જેમ નહિ પરંતુ એક્ટર તરીકે લોન્ચ થાય. ‘ઘણા દોસ્ત છે જે મારા બાળકોને પોતાના બાળકોની જેમ જુએ છે અને તે એમને લોન્ચ પણ કરવા ઈચ્છે છે જેમ કે કરણ જોહર. પરંતુ હું તેમને હંમેશા કહુ છુ કે એ ત્યારે લોન્ચ થાય જ્યારે તે સારા એક્ટર બની જાય.'