• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોણ બનશે ચેતન ભગતની Half Girlfriend : આ રહી સંભવિતોની યાદી

|

મુંબઈ, 7 ઑગસ્ટ : જાણીતા નવલકથાકાર તથા સ્તંભ લેખક ચેતન ભગતની નવી નવલકથા ઑક્ટોબરમાં રિલીઝ થવા જઈ રહી છે કે જે એક શહેરી-ગ્રામ્ય પ્રણય-કથા છે અને તેમાં એક બિહારી યુવાન અને દિલ્હીની અંગ્રેજી-શિક્ષિત યુવતીની લવ સ્ટોરી છે. અત્યાર સુધી ચેતન ભગતની અનેક નવલકથાઓ બૉલીવુડ ફિલ્મોમાં પરિવર્તિત થઈ ચુકી છે, ત્યારે ચોક્કસ કહી સકાયકે ચેતન ભગતની ઑક્ટોબરમાં રિલીઝ થતી નવી નવલકથા પર ફિલ્મ બનાવવા માટે પણ ફિલ્મ નિર્માતાઓમાં સ્પર્ધા થશે.

ચેતન ભગતની નવી નવલકથાનું નામ હાફ ગર્લફ્રેન્ડ છે. હવે જો તેની ઉપર ફિલ્મ બને, તો સવાલ ઊભો થાય કે તે ફિલ્મમાં કઈ જોડી હોઈ શકે? હાફ ગર્લફ્રેન્ડની વાર્તા કંઇક આવી છે, ‘હાફ ગર્લફ્રેન્ડ એક સામાન્ય લવ સ્ટોરી છે. તે એક એવા યુવાન વિશે છે કે જે સારી રીતે અંગ્રેજી નથી બોલી શકતો અને દેશમાં આજે અંગ્રેજીને લઈને ઉભા થયેલા મુદ્દા ઉઠાવે છે.' ચેતન ભગતે એક નિવેદનમાં જણાવ્યુ હતું, ‘હાફ ગર્લફ્રેન્ડ એક ગ્રામ્ય-શહેરી પ્રણય કથા છે કે જે માત્ર હૃદયસ્પર્શી જ નહીં, પણ વાંચકો માટે પ્રેરણાસ્પદ પણ છે.'

ચેતને જણાવ્યુ હતું, ‘મોટા સપનાઓ સેવતો બિહારનો આ યુવાન એક સુંદર યુવતી રિયાના પ્રેમમાં પડી જાય છે કે જે દિલ્હીની છે.' ચેતન ભગતની નવલકથા ફાઇવ પૉઇંટ સમવન પર બ્લૉકબસ્ટર ફિલ્મ 3 ઇડિયટ્સ બની હતી કે જેમાં આમિર ખાન અને કરીના કપૂર હતાં. તેવી જ રીતે ચેતનની નવલકથા 2 સ્ટેટ્સ પર આ જ નામ સાથે બ્લૉકબસ્ટર ફિલ્મ બની હતી કે જેમાં આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર હતાં. ચેતને તાજેતરમાં જ રિલીઝ થયેલી સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ અભિનીત કિક ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી હતી.

ચેતન ભગતે તાજેતરમાં જ ટ્વીટ કરી જણાવ્યુ હતું, ‘હાય ઑલ! હું મારી હાફ ગર્લફ્રેન્ડ શીર્ષક ધરાવતી આગામી નવલકથાની જાહેરાત કરતા હર્ષ અનુભવુ છું. જોકે તેમની આ જાહેરાત બાદ ઇંટરનેટ પર હાફ ગર્લફ્રેન્ડ અંગે ઘણા જોક્સ વાયરલ થયા હતાં, પરંતુ તે વાત મહત્વની નથી. એક વાત નક્કી છે કે તેમની નવલકથાનું સારૂ વેચાણ થશે અને તે ફિલ્મમાં રૂપાંતરિત પણ થશે.

ચાલો હાલ તો આપને તસવીરો સાથે બતાવીએ સંભવિત ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડની સંભવિત જોડીઓ :

સલમાન-જૅકલીન

સલમાન-જૅકલીન

સલમાન ખાને કિકમાં ઘણા બધા એવા ડાયલૉગ્સ બોલ્યા છે કે જેથી કહી શકાય કે તેઓ બિહારી યુવાનનું પાત્ર ભજવી શકે છે. બીજી બાજુ જૅકલીન ફર્નાન્ડીજ પણ ઇંગ્લિશ સ્પીકિંગ દિલ્હી ગર્લના પાત્રમાં બંધ બેસી શકે તેમ છે. એટલે હાફ ગર્લફ્રેન્ડની સંભવિત જોડી સલમાન-જૅક બની શકે.

હૃતિક-પ્રિયંકા

હૃતિક-પ્રિયંકા

હૃતિક રોશને અગ્નિપથમાં ચૉલમાં જન્મેલા ગરીબ છોકરાની ભૂમિકા ભજવી હતી અને એટલે આ અભિનેતા પણ બિહારી યુવાનના પાત્રમાં બંધ બેસી શકે, બીજી બાજુ ફૅશન જેવી ફિલ્મ કરી ચુકેલા પ્રિયંકા ચોપરા દિલ્હી ગર્લના પાત્ર માટે પરફેક્ટ પસંદગી બની શકે.

અક્ષય-કૅટ

અક્ષય-કૅટ

આવા જ પાત્રો નમસ્તે લંડનમાં અક્ષય કુમાર અને કૅટરીના કૈફ ભજવી ચુક્યાં છે. હાફ ગર્લફ્રેન્ડમાં એટલુ જ નવું રહેશે કે પંજાબીની જગ્યાએ બિહારી યુવાને બ્રિટિશ-ઇન્ડિયનની જગ્યાએ દિલ્હી ગર્લ સાથે રોમાંસ કરવો પડશે.

રણવીર-દીપિકા

રણવીર-દીપિકા

રામલીલામાં ગુજરાતી યુવાનની સફળ ભૂમિકા ભજવનાર રણવીર સિંહ બિહારી યુવાન તરીકે વધુ ફિટ દેખાશે, તો દીપિકા પાદુકોણે દિલ્હી ગર્લ તરીકે વધુ હૉટ દેખાશે.

શાહિદ-સોનાક્ષી

શાહિદ-સોનાક્ષી

આર રાજકુમારમાં શાહિદ કપૂરનો રોલ અને લુટેરામાં સોનાક્ષી સિન્હાનો રોલ યાદ કરતા જ સ્પષ્ટ થઈ જાય છે કે હાફ ગર્લફ્રેન્ડની શાહિદ-સોનાક્ષી પણ જોડી બની શકે છે.

શાહરુખ-કરીના

શાહરુખ-કરીના

શાહરુખ ખાન કોઈ પણ રોલ સરળતાથી કરી શકે છે અને તેઓ રા.વન પછી લાંબા ગાળા બાદ કરીના કપૂર સાથે પૅર કરે, તો મજા પડી જાય.

આમિર-અનુષ્કા

આમિર-અનુષ્કા

જો આમિર ખાન પીકેમાં ભોજપુરી ભૂમિકા ભજવી શકતા હોય, તો તેઓ બિહારી યુવાનના રોલમાં પણ ફિટ બેસી જ શકે અને પીકેની જ હીરોઇન અનુષ્કા શર્મા દિલ્હી ગર્લ તરીકે તો હૉટ બની જ શકે.

સિદ્ધાર્થ-શ્રદ્ધા

સિદ્ધાર્થ-શ્રદ્ધા

એક વિલનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂરની પરફેક્ટ કેમેસ્ટ્રી આપણે જોઈ ચુક્યા છીએ. તેથી હાફ ગર્લફ્રેન્ડને આ બંનેની કેમેસ્ટ્રી બ્લૉકબસ્ટર બનાવવામાં મહત્વનો ફાળો આપી શકે.

રણબીર-નરગિસ

રણબીર-નરગિસ

રૉકસ્ટાર ફિલ્મમાં રણબીર કપૂર અને નરગિસ ફખરી ગરીબ યુવાન-અમીર યુવતીનો રોલ કરી ચુક્યાં છે. રણબીર-નરગિસ પણ પરફેક્ટ ચૉઇસ બની શકે હાફ ગર્લફ્રેન્ડ માટે.

આદિત્ય-પરિણીતી

આદિત્ય-પરિણીતી

આગામી ફિલ્મ દાવત એ ઇશ્કમાં બંનેની કેમેસ્ટ્રી લોકોને ક્લિક કરી રહી છે. એટલે આ જોડી પણ કામ કરી શકે છે.

English summary
Chetan Bhagat's new novel to be made in Bollywood, now what would that be like and who would be cast as the lead actors in the movie. Take a look...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X