For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધુ વિનોદ ચોપડાએ મને આત્મહત્યા માટે ઉકસાવ્યો હતોઃ ચેતન ભગત

જાણીતા લેખક ચેતન ભગતે પણ પોતાના વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાએ બૉલિવુડના ઘણા લોકોને સવાલોના ઘેરામાં લાવીને ઉભા કરી દીધા છે. ઘણી મોટી હસ્તીઓએ હિંદી સિનેમામાં ફેલાયેલા વંશવાદ અને માનસિક શોષણ પર ખુલીને પોતાનુ મંતવ્ય રાખી રહ્યા છે અને ઘણા જાણીતા લોકો પર બહારના સ્ટાર્સને હેરાન કરવા, તેમને હતાશામાં ધકેલવા અને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કંગના રનોત ખુલીને મૂવી માફિયા સામે ઉભી છે. વળી, જાણીતા લેખક ચેતન ભગતે પણ પોતાના વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

'વિધુ વિનાદ ચોપડાએ મને આત્મહત્યા માટે ઉકસાવ્યો હતો'

'વિધુ વિનાદ ચોપડાએ મને આત્મહત્યા માટે ઉકસાવ્યો હતો'

ચેતન ભગતે કહ્યુ કે ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપડાએ તેમને આત્મહત્યા કરવા માટે ઉકસાવ્ચોય હતો, ચેતને લખ્યુ છે કે હું આ પીડામાંથી પસાર થઈ ચૂક્યો છુ. વાસ્તવમાં ચેતન ભગતે સુશાંત સિંહ રાજપૂતની લાસ્ટ ફિલ્મ 'દિલ બેચારા' વિશે સમીક્ષકોને સલાહ આપીને ટ્વિટ કર્યુ હતુ જેના પર ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપડાએ આકરી પ્રતિક્રિયા આપી જે બાદ ચેતન ભગતે વિધુ વિનોદ ચોપડા વશે આ વાત કહી. તમને જણાવી દઈએ કે અનુપમા ચોપડા ફિલ્મ ક્રિટિક હોવા સાથે સાથે વિધુ વિનોદ ચોપડાની પત્ની છે.

અનુપમા ચોપડાને ચેતન ભગતે આપ્યો આકરો જવાબ

તમને જણાવી દઈએ કે ચેતન ભગતે ટ્વિટ કર્યુ હતુ કે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ આ સપ્તાહે રિલીઝ થશે, હું સમીક્ષકોને કહેવા ઈચ્છુ છુ કે સમજદારીથી લખે અને ઓવરસ્માર્ટ બનવાની કોશિશ ના કરે, બેકાર વસ્તુઓ ના લખે, નિષ્પક્ષ અને સમજદાર બને, બેકાર રીતોનો ઉપયોગ ના કરે, તમે આમ પણ ઘણી જિંદગીઓ બરબાદ કરી દીધી છે, હવે અટકો, અમે લોકો જોઈ રહ્યા છે.


અનુપમા ચોપડાએ આપ્યુ આવુ રિએક્શન

જેના પર અનુપમા ચોપડાએ ચેતન ભગતને લખ્યુ કે દર વખતે જ્યારે તમે વિચારો છો કે વ્યક્તિની વિચારસરણીનુ સ્તર આનાથી નીચે જાય, પરંતુ અફસોસ તે જતુ રહે છે.

'મારો તમાશો બનાવવામાં આવ્યો અને મને આત્મહત્યા માટે ઉકસાવવામાં આવ્યો'

જેના પર ચેતન ભગતે ટ્વિટ કર્યુ કે મેમ જ્યારે તમારા પતિએ મને બધાની સામે ધમકાવ્યો હતો અને સ્હેજ પણ શરમ વિના મારી બધી ક્રેડિટ લઈ લીધી હતી, મારા પૂછવા પર પણ મને ફિલ્મ 3 Idiotsમાં ક્રેડિટ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો, મારો તમાશો બનાવવામાં આવ્યો અને મને આત્મહત્યા કરવા માટે ઉકસાવવામાં આવ્યો, એ વખતે તમે માત્ર તમાશો જોઈ રહ્યા હતા, એ વખતે તમારી વિચારસરણીનુ સ્તર ક્યાં જતુ રહ્યુ હતુ.

શું હતો વિવાદ?

શું હતો વિવાદ?

વાસ્તવમાં નિર્માતા વિધુ વિનોદ ચોપડા, નિર્દેશક રાજકુમાર હિરાની અને આમિર ખાનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ '3 ઈડિયટ્સ' બૉક્સ ઑફિસ પર નવા કીર્તિમાન સ્થાપિત કર્યા હતા. ફિલ્મની કહાની વિશે જાણીતા લેખક ચેતન ભગત અને ફિલ્મ નિર્માતા, નિર્દેશક અને કલાકારો વચ્ચે અડી ગઈ, ચેતન ભગતે દાવો કર્યો હતો કે ફિલ્મની કહાની તેના ઉપન્યાસ 'ફાઈવ પોઈન્ટ સમ વન'ને બહુ જ મળતી આવે છે માટે ફિલ્મની કહાનીનો શ્રેય તેને મળવો જોઈએ જ્યારે ફિલ્મમાં કહાનીનો શ્રેય અભિજાત જોશી અને રાજકુમાર હિરાનીને આપવામાં આવ્યો. જ્યારે વિધુ વિનોદ ચોપડાએ ચેતન ભગત પર સસ્તી લોકપ્રિયતા મેળવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યુ હતુ કે અભિજાત જોશી અને રાજકુમાર હિરાનીએ ફિલ્મની કહાની પર ઘણી મહેનત કરી છે પરંતુ ભગત જૂઠ બોલી રહ્યા છે.

પાયલટ જૂથને હાઈકોર્ટમાંથી મળેલી રાહત સામે સુપ્રીમ કોર્ટમાં જશે રાજસ્થાન વિધાનસભા સ્પીકરપાયલટ જૂથને હાઈકોર્ટમાંથી મળેલી રાહત સામે સુપ્રીમ કોર્ટમાં જશે રાજસ્થાન વિધાનસભા સ્પીકર

English summary
Chetan Bhagat: Vidhu Vinod Chopra "bullied" and "drove me close to suicide
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X