કોણ છે એ મહિલા, જેના નામનો ખુલાસો તબાહ કરી શકે છે સોનૂની જિંદગી?
આજે બૉલીવુડના મોસ્ટ ડેશિંગ અને સ્વીટ સિંગર સોનૂ નિગમ ઘણા પરેશાન છે, કારણ કે, તેની પાસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના જમણા હાથ છોટા શકીલનો ફોન આવ્યો. સમાચાર છે કે, ગાયક-અભિનેતા સોનૂ નિગમને અંડરવર્લ્ડ ડૉન છોટા શકીલ તરફથી ફોન પર ધમકીઓ આફવામાં આવી રહી છે.
જે અંગે સોનૂએ મુંબઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સોનૂએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, તેમને છોટા શકીલના માણસો ફોન અને એસએમએસ પર ધમકીઓ આપી રહ્યાં છે અને એક ખાસ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે એગ્રીમેન્ટ સાઇન કરવા માટે કહીં રહ્યાં છે અને સોનૂ તેમની વાત નહીં માને તો એ લોકો તેને બદનામ કરવાની ધમકી આપી રહ્યાં છે અને કહીં રહ્યાં છે કે તેનું પરિણામ ખરાબ આવી શકે છે.
આશ્ચર્યની વાત એ છે કે બૉલીવુડમાં સૌથી વધુ પૈસા કમાનાર ગાયક સોનૂ નિગમ પાસે છોટા શકીલ અને તેના સાગરીતોએ પૈસાની માંગ કરી નથી અને ના તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે, પરંતુ તે એવું કહીં રહ્યાં છે કે, સોનૂ નિગમ તેમની વાત નહીં માને તો તેઓ તેના એક રહસ્ય પરથી પડદો ઉઠાવી દેશે અને એ મહિલા અંગે જણાવી દેશે, જેના નામનો ખુલાસો થયા બાદ સોનૂ નિગમના જીવનમાં ભૂકંપ આવી શકે છે.
જો કે, આ તમામ પ્રશ્નોના જવાબ સોનૂ નિગમ આપી શકે છે, બસ એટલું સાંભળવા મળી રહ્યું છે કે, જે મહિલાની વાત છોટા શકીલ અને તેના સાગરીતો સોનૂ સાથે કરી રહ્યાં છે તે હિન્દી સિનેમાના સભ્ય પરિવાર સાથે સંબંધો ધરાવે છે.
નોંધનીય છેકે, સોનૂ નિગમ વર્ષ 2014માં વિશ્વ ટૂર પર છે, જે હેઠળ તે અલગ-અલગ દેશોમાં 12 સ્ટેજ શો કરશે, તેના માટે સોનૂ નિગમે એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે કરાર કર્યા છે, પરંતુ છોટા શકીલ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે સોનૂ આ કંપની છોડીને તેમના દ્વારા બતાવવામાં આવી રહેલી કંપની સાથે કરાર કરે. હાલ સોનૂ નિગમ મુંબઇની બહાર છે અને જોઇએ કે પોલીસ આ મામલે કેવા પ્રકારના પગલાં ભરે છે.