• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

..ને ‘સંઘર્ષ’ની આ ઢિંગલી બની ગઇ બૉલીવુડની ક્યૂટ અભિનેત્રી

|

જો તમે 90ના દશકાના બાળકો છો તો તમે જાણતા હશો કે કયો બાળ કલાકાર તમારા દશકામાં મોટો થયો અને બૉલીવુડમાં તેણે આગ લગાવી દીધી. આપણે તેમને તેમના બાળપણના પાત્રમાં પણ પસંદ કરતા હતા અને અત્યારે જ્યારે તેઓ બૉલીવુડ સ્ટાર બની ગયા છે, તો અત્યારે પણ આપણે તેમને એટલો જ પ્રેમ કરીએ છીએ. બૉલીવુડમાં એવા ઘણા બાળ કલાકારો છે કે જેમણે પોતાના બાળપણ અને ક્યૂટ લૂકના કારણે આપણા દિલ જીત્યા છે. સૌથી સારી વાત એ છેકે તેમાના કેટલાક હોટ બની ગયા છે.

ઉદાહરણ તરીકે હૃતિક રોશનની વાત કરીએ તો હૃતિક રોશનના સુંદર દેખાવની દિવાની અનેક યુવતીઓ છે. તેના બાળપણની વાત કરવામાં આવે તો બાળપણમાં તેનો દેખાવ અલગ હતો અત્યારે તે યુવતીઓના દિલની ધડકન બની ગયો છે. 1980માં કેટલીક ફિલ્મોમાં એક બાળક તરીકેની નાની-નાની ભૂમિકાઓ ભજવ્યા બાદ, હૃતિક રોશને 2000માં કહો ના પ્યાર હે ફિલ્મથી મુખ્ય અભિનેતા તરીકે પર્દાર્પણ કર્યું, ત્યારથી તેણે ક્યારેય પાછુ વળીને જોયું નથી.

આવા અનેક બાળ કલાકારો છે, જે સમયની સાથે આગળ વધ્યા છે. બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કર્યા બાદ તેઓ સેલિબ્રિટી બની ગયા છે. અન્ય એક ઉદાહરણની વાત કરીએ તો તને કૂછ કૂછ હોતા હે ફિલ્મમાં શાહરુખનની પુત્રી અંજલી યાદ હશે, જીહાં સના સઇદ નામની અભિનેત્રીએ કૂછ કૂછ હોતા હે ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિાક નિભાવી હતી અને તેણે સ્ટૂડન્ટ ઓફ ધ યર ફિલ્મથી બૉલીવુડમાં પર્દાર્પણ કર્યું હતું. હાલ તે બૉલીવુડની હોટ એન્ડ સેક્સી અભિનેત્રીઓમાંની એક છે.

કોમ્પેલઇનની જાહેરાતમાં આયેશા ટાકિયા અને શાહિદ કપૂર તો તમને યાદ જ હશે. આ જ બાળ કલાકારો આજે બૉલીવુડ સેલિબ્રિટી બની ગયા છે અને તેમના ફેન ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે. ત્યારે અહી તસવીરો થકી એવા જ કેટલાક બાળ કલાકારો અંગે જણાવવામાં આવ્યું છે, જે આગળ જતા બૉલીવુડ સેલિબ્રિટી બની ગયા છે.

હૃતિક રોશન

હૃતિક રોશન

હૃતિક રોશને પહેલીવાર ફિલ્મમાં કામ 1980ની સાલમાં આશા ફિલ્મમાં કર્યું હતું, ત્યારે તે 8 વર્ષનો હતો. આ ફિલ્મ બાદ તેણે ઘણી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું. અંતે હૃતિક રોશને 2000માં કહોના પ્યાર હે ફિલ્મથી બૉલીવુડમાં પર્દાર્પણ કર્યું હતું.

આયેશા ટાકિયા

આયેશા ટાકિયા

આયેશા પહેલી વાર આઇએમ કોમ્પલેન ગર્લ કહેતી સાંભળવા મળી હતી, ત્યારબાદ તેણે ટારઝન ધ વન્ડર કાર ફિલ્મ થકી બૉલીવુડમાં એન્ટ્રી મારી હતી. તે ફાલ્ગુની પાઠકના મેર ચુનર ઉડ ઉડ જાયે વીડિયો સોંગમાં પણ કામ કર્યું હતું.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

શાહિદ કપૂર પહેલીવાર આયેશા ટાકિયા સાથે કોમ્પલેનની એડમાં જોવા મળ્યો હતો. આર્યન્સના મ્યુઝીકમાં જોવા મળ્યો હતો. શાહિદે ઇશ્ક વિશ્ક ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.

સાના સઇદ

સાના સઇદ

સાનાએ કૂછ કૂછ હોતા હે ફિલ્મમાં શાહરુખ ખાનની દિકરીનું પાત્ર ભજવ્યુ હતુ. ત્યાર બાદ તે કરણ જોહરની સ્ટૂડન્ટ ઓફ ધ યરમાં હોટ એન્ડ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

તાજેતારમાં જ 100 કરોડના ક્લબમાં સામેલ થયેલી અભિનેત્રી આલિયા ભટ્ટે સંઘર્ષ ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. તેણે પ્રીતિ ઝીંટાનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું.

શ્વેતા પ્રસાદ

શ્વેતા પ્રસાદ

તમને શ્વેતા યાદ છે, તે મકડી અને ઇક્બાલ ફિલ્મમાં જોવા મળી હતી. આ બૉલીવુડની બાળ અભિનેત્રી તેલગુ ફિલ્મની અભિનેત્રી છે. તેમે કોથા બંગારુ લોકમ ફિલ્મથી તેલગુ મૂવીમાં એન્ટ્રી કરી હતી.

ઉર્મિલા માતોંડકર

ઉર્મિલા માતોંડકર

કલયુગથી માસૂમ ફિલ્મ સુધી ઉર્મિલાએ બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. રંગીલા ફિલ્મ બાદ તેની ઇમેજ એકદમ બદલાઇ ગઇ હતી અને તે બોલિવુડની ગોર્જિયસ અભિનેત્રી બની ગઇ હતી.

હંસિકા મોટવાણી

હંસિકા મોટવાણી

હંસિકા મોટવાણી ક્યૂંકી સાંસ ભી કભી બહુ થી ટીવી શ્રેણીથી ઘર ઘરમાં જાણીતી થઇ હતી, તેણે કોઇ મિલ ગયા ફિલ્મમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી, હાલ તે જાણીતી સાઉથ ઇન્ડિયન અભિનેત્રી છે, તેણે બૉલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

કૃનાલ ખેમુ

કૃનાલ ખેમુ

કુનાલ ખેમુએ રાજા હિન્દુસ્તાની, ઝખ્મ, ભાઇ અને હમ હે રાહી પ્યાર કે જેવી ફિલ્મોમાં બાળ કલાકારના પાત્રો ભજવ્યા હતા. તેની બૉલીવુડ ડેબ્યુટ ફિલ્મ કલયુગ હતી. તેણે ટ્રાફિક સિગ્નલ, ગોલમાલ 3 અને ગો ગોઆ ગોન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ઇમરાન ખાન

ઇમરાન ખાન

ઇમારન ખાને આમિર ખાનના બાળપણના પાત્રો અનેક ફિલ્મોમાં ભજવ્યા છે, જેમકે કયામત સે કયામત તક અને જો જીતા વહી સિંકદર. તેણે બૉલીવુડમાં લીડ અભિનેતા તરીકે જાને તુ યા જાને ના ફિલ્મથી પર્દાર્પણ કર્યું હતું.

સંજય દત્ત

સંજય દત્ત

સંજય દત્તે રેશમા ઓર શેરા ફિલ્મ જે 1972માં આવી હતી, તેમાં બાળ કવાલી સિંગરની ભૂમિકા ભજવી હતી.

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાને પોતાના કાકા નાસિર હુસેનની ફિલ્મ યાદો કી બારાતમાં બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. કયામત સે કયામત તક ફિલ્મથી હિરો તરીકે પર્દાર્પણ કરતા પહેલા તે હોલી ફિલ્મમાં જોવા મળ્યો હતો.

English summary
If you are a 90's kid, you would know which child actor has grown up with you and has taken Bollywood by storm. We loved them as kids and admire them as Bollywood stars now. A lot of child actors in Bollywood have won hearts in their childhood with their cute looks. The best part is, some of the Bollywood's child actors have grown up hot as hell!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X