• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહેરુન્નિસા હવે ‘પહલે આપ જનાબ’, ચિત્રાંગદાએ ડેટ્સ આપી

|

મુંબઈ, 4 ડિસેમ્બર : તાજેતરમાં જ પતિ ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે છુટાછેડા લેનાર અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સમ્પૂર્ણપણે કામમાં વ્યસ્ત થઈ જવા માંગે છે. તેથી તેમણે પોતાના ખાસ નિર્માતા-દિગ્દર્શક સુધીર મિશ્રાને આગામી ફિલ્મ પહલે આપ જનાબ માટે ડેટ્સ આપી દીધી છે. ફિલ્મમાં ચિત્રાંગદા અમિતાભ બચ્ચનને અપૉઝિટ કામ કરી રહ્યાં છે.

chitrangada-singh
પહલે આપ જનાબ ફિલ્મમાં ઋષિ કપૂર પણ છે. અગાઉ આ ફિલ્મ મહેરુન્નિસા નામે બની રહી હતી, પરંતુ હવે તેનું નામ પહલે આપ જનાબ કરી દેવાયું છે. અમિતાભ બચ્ચન સાથે કામ કરવા અંગે ચિત્રાંગદા સિંહ ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું કે અમિતાભ બચ્ચન સાથે કામ કરવું એક સપનાના સાકાર થવા જેવું છે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી-2014થી શરૂ થશે.

પહલે આપ જનાબ ફિલ્મમાં 22 વરસ બાદ અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર એક સાથે નજરે પડવાના છે. ફિલ્મનું નિર્માણ અમિતાભ બચ્ચની કમ્પની એબી કૉર્પ કરનાર છે. ફિલ્મનું શૂટિંગ અમિતાભના ગૃહ રાજ્ય ઉત્તર પ્રદેશમાં થવાનુ છે. અમિતાભ બચ્ચન ફિલ્મના શૂટિંગ માટે લખનઉ જશે. ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ સાથે અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર બંને પ્રેમ કરશે. યુવાનીના દિવસોમાં છુટા પડનાર આ ત્રણે વૃદ્ધાવસ્થામાં ભેગા થશે.

English summary
Hot and Sexy Chitrangada Singh expresses excitment working with Amitabh Bachchan and Rishi Kapoor. Chitrangada Singh and Amitabh are set to share screen space in the forthcoming film ‘Pehle Aap Janab’, earlier titled ‘Mehrunissa’.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more